સુરત રેલવે સ્ટેશન બનશે દેશનું પહેલું વર્લ્ડ ક્લાસ સ્ટેશન, શું હશે આ પ્રોજેક્ટનીખાસિયતો ?, કોના દ્વારા કરવામાં આવશે તૈયાર ?

|

Mar 31, 2019 | 2:26 AM

સુરતને વધુ એક વર્લ્ડ ક્લાસ કક્ષાનો ઉપહાર મળવા જઇ રહ્યો છે. જેમાં સુરતનું રેલવે સ્ટેશન ન માત્ર વર્લ્ડ ક્લાસ કક્ષાનું હશે પરંતુ તેની સાથે જ તેમાં તમામ પ્રકારના ટ્રાન્સપોર્ટનું પણ હબ બની રહેશે. જેને મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબ (MMTH) નામ આપવામાં આવ્યું છે. આ માટે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન, રેલવે વિભાગ અને રાજ્યનું પરિવહન મંત્રાલય એક […]

સુરત રેલવે સ્ટેશન બનશે દેશનું પહેલું વર્લ્ડ ક્લાસ સ્ટેશન, શું હશે આ પ્રોજેક્ટનીખાસિયતો ?, કોના દ્વારા કરવામાં આવશે તૈયાર ?

Follow us on

સુરતને વધુ એક વર્લ્ડ ક્લાસ કક્ષાનો ઉપહાર મળવા જઇ રહ્યો છે. જેમાં સુરતનું રેલવે સ્ટેશન ન માત્ર વર્લ્ડ ક્લાસ કક્ષાનું હશે પરંતુ તેની સાથે જ તેમાં તમામ પ્રકારના ટ્રાન્સપોર્ટનું પણ હબ બની રહેશે. જેને મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબ (MMTH) નામ આપવામાં આવ્યું છે. આ માટે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન, રેલવે વિભાગ અને રાજ્યનું પરિવહન મંત્રાલય એક સાથે કામ કરવા માટે આગળ વધી રહ્યું છે.

આ પ્રોજેક્ટનું નેતૃત્વ ભારતીય રેલવે સ્ટેશન ડેવલોપમેન્ટ કોર્પોરેશનને સોંપવામાં આવી છે. આ વર્લ્ડ ક્લાસ રેલવે સ્ટેશનની પાંચ ખાસિયતો હશે .

1. સ્ટેશન બ્લિડીંગની અંદર જ MMTHના હેઠળ સુરતમાં નવી શરૂ થનાર મેટ્રોનું સ્ટેશન, BRTS અને બસ સ્ટેશનની સાથે જોડાયેલનું હશે. જેના કારણે રેલવે સ્ટેશન પર તમામ પરિવહનના માધ્યમોથી પહોંચી શકાય. જો કે રેલવે અધિકારીઓના અનુસાર આ કામ મોંઘુ સાબિત થઈ રહ્યું હતું.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

2. MMTH બિલ્ડિંગમાં રેલવે સ્ટેશન ઉપરાંત બસ ટર્મિનલની સાથે મુસાફરોના મનોરંજન અને તેમના રહેવા માટેની હોટલ પણ તેની અંદર જ રહેશે. તેમજ રેલવે સ્ટેશનને જોડતાં બ્રિજની પણ વ્યવસ્થા કરવામાં આવશે. આ ઉપરાંત આ બિલ્ડિંગની અંદર જ કોર્મિશયલ ટાવર પણ રહેશે. મુસાફરોને તમામ સુવિધા એક જ છતની નીચે મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.

3. અગાઉ આ પ્રોજેક્ટ માટે કોર્મિશયલ ડેવલોપમેન્ટ માટે 5.07 લાખ ચો.મીટર જગ્યા ફાળવવામાં આવી હતી જે હવે 8.40 લાખ ચો.મીટર જગ્યા ફાળવવામાં આવી છે. આ સાથે જ પાર્કિંગની અને ફાયરની સુવિધા પણ તમામ ફ્લોર પર મળી રહે તેનું ધ્યાન રાખવામાં આવ્યું છે.

4. એટલું જ નહીં રેલવે સ્ટેશનનો વિસ્તાર ઉધના રેલવે સ્ટેશન સુધી લંબાવવાના માટે પણ તૈયારી શરૂ કરવામાં આવી રહી છે. જેના માટે ગ્રાઉન્ડ લેવલ પરનો વિસ્તાર પણ વધારવામાં આવશે. જેથી તમામ નવી સુવિધાઓ તેમા સરળતાથી ઉમેરી શકાય.

5. ખાસ વાત આ પ્રોજેકટની તે છે કે સુરત MMTHના પ્રોજેકટ માટે રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર અને સ્થાનિક સરકાર ત્રણેય એક સાથે જમીન સંપાદનું પણ કામ કરવા જઈ રહી છે. આ પ્રકારની ઘટના પહેલી વખત જ બની રહી છે. જેના કારણે ખર્ચમાં પણ ઘટાડો થયો છે, અગાઉ જે રૂ. 1008 કરોડ થવાનો અનુમાન હતો તે રૂ. 895 કરોડ પર પહોંચી જશે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 2:26 am, Sun, 31 March 19

Next Article