Success Story: માર્કેટિંગની નોકરીથી લઈને કંપનીના CEO સુધીની સુરતના આ યુવાનની સફર છે જાણવા જેવી

|

Sep 22, 2021 | 7:56 PM

આજે તેઓ જે પણ કંઈ છે તેની પાછળ તેઓ ભગવાનના આશીર્વાદથી હોવાનું જણાવે છે. ભગવાનની સમકક્ષ તેઓ માતાપિતાના પણ તેટલા જ ઋણી છે.

Success Story: માર્કેટિંગની નોકરીથી લઈને કંપનીના CEO સુધીની સુરતના આ યુવાનની સફર છે જાણવા જેવી
Krunal Raiyani

Follow us on

સફળતાની (Success) દિશામાં જો આગળ વધવું હોય તો ફક્ત તમારે સાહસ અને મહેનતથી (Hardwork) એક ડગલું આગળ ભરવામાં આવે અને સાથે જ જો આગળ વધવાનું મન બનાવી લેવામાં આવે તો તમને સફળ થતા કોઈ રોકી શકે તેમ નથી અને એટલે જ કહેવાયું છે કે મન હોય તો માળવે જવાય. આવા તો અનેક ઉદાહરણો શોધવા જશો તો મળી જશે. સુરતમાં પણ એક યુવાને એ કરી બતાવ્યું છે જે આજે અન્યો માટે પ્રેરણારૂપ બની ગયું છે. 

 

સુરતના કુણાલ રૈયાણી (Krunal Raiyani) નામના 24 વર્ષની ઉંમર ધરાવતા યુવાને છ વર્ષ પહેલા સ્ટાર્ટ અપ બિઝનેસનું વાવેલું બીજ આજે વટવૃક્ષ બની ગયું છે. આજકાલ ઈન્ટરનેટ હોમ બિઝનેસ ઈ કોમર્સના રૂપમાં પૈસા કમાવવાનો એક સરળ રસ્તો બની ગયો છે. કોમ્પ્યુટર અને ઈન્ટરનેટ કનેક્શન મળી જાય તો ઈ કોમર્સના બિઝનેસથી તમે તમારા કસ્ટમર સુધી આસાનીથી પહોંચી શકો છો.

ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો

 

ઝીરોથી હીરોની સફર 

ઈ કોમર્સ બિઝનેસમાં હાલ સુરતનો ડંકો વાગી રહ્યો છે. ત્યારે સુરતના આ યુવાને તેના મામા સાથે મળીને ફક્ત બે વ્યક્તિઓ સાથે પોતાની કંપનીની શરૂઆત કરી હતી. આ પહેલા તે હાર્ડવેર કંપનીમાં માર્કેટિંગની નોક્રરી શરૂ કરી હતી. નાનપણમાં જ તેને નક્કી કર્યું હતું કે મોટા થઈને બિઝનેસમેન બનવું છે અને આ સપનું સાકાર કરી બતાવ્યું. આજે સુરતના કુણાલ રૈયાણીએ FEMVY કંપનીના CEO તરીકે ઝીરોથી હીરો સુધીની સફર ખેડી છે. આ કંપનીનો અર્થ જ થાય છે ફેમસ વી. ફ્રેમસનો શબ્દ fem અને vy એટલે કે we આપણે.

 

 

અથાગ મહેનત અને લગનથી ખુબ જ ટૂંકા ગાળામાં 2018ના વર્ષમાં તેણે ઈ કોમર્સ બિઝનેસમાં ઝંપલાવ્યું હતું. સાડી, ગાઉન અને કુર્તી બનાવીને તેને ઈ કોમર્સ કંપની સાથે ટાઈ અપ કરીને સેલિંગ કરવાનું શરૂ કર્યું હતું. શરૂઆતમાં એટલે કે 2015માં તેમની કંપનીનું ટર્ન ઓવર 30 લાખ જેટલું હતું, જે આજે 2021માં 10 કરોડ સુધી પહોંચી ગયું છે. સુરતથી શરૂ કરેલી તેમના બિઝનેસની સફર હવે ભારતના બધા રાજ્યો સુધી પહોંચી ગઈ છે અને હવે તેઓ આંતરરાષ્ટ્રીય બિઝનેસ સુધી પહોંચવાનું લક્ષ્યાંક રાખી રહ્યા છે.

 

100 કર્મચારીઓ સાથે મહેનત લાવી રંગ 

ફક્ત 2 વ્યક્તિઓ સાથે શરૂ કરેલી તેમની કંપની આજે 100 કર્મચારીઓને રોજગારી પુરી પાડે છે. કંપનીની સફળતા પાછળ તેમના કર્મચારીઓનો પણ તેટલો જ સહકાર હોવાનું તેઓ ઉમેરે છે. તેઓ જણાવે છે કે આજે તેઓ તેમના કર્મચારીઓને ઈન્સ્યોરન્સ, ટર્મ પ્લાન, મેડિકલ ઈમરજન્સી અને પારિવારિક જીવનમાં આવી પડતી કોઈપણ પ્રકારની મુશ્કેલીને પહોંચી વળવા માટે મદદ માટે તૈયાર રહે છે.

 

કોરોનાના મુશ્કેલ સમયમાં પણ તેઓએ પોતાના કર્મચારીઓને છુટા નથી કર્યા. વધુમાં કંપનીના પ્રોફિટના નાણા માંથી કર્મચારીઓને પુરેપૂરો પગાર પણ ચુકવ્યો છે. તેઓ શેઠની જેમ પગ પર પગ ચડાવીને કામ નથી કરાવતા, પરંતુ કર્મચારીની જેમ જ સાથે રહીને કામ કરવામાં માને છે.

 

ભગવાન અને માતાપિતાને શ્રેય 

આજે તેઓ જે પણ કંઈ છે તેની પાછળ તેઓ ભગવાનના આશીર્વાદથી હોવાનું જણાવે છે. ભગવાનની સમકક્ષ તેઓ માતાપિતાના અને તેના મામાના પણ તેટલા જ ઋણી છે. જેમના સાથ સહકાર અને પ્રેમથી તેઓ આ મંજિલ હાંસિલ કરી શક્યા છે. તેઓ વોકલ ફોર લોકલનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. ઈ કોમર્સમાં આવવા માંગતા અન્ય યુવાનોને તેઓ વિના મુલ્યે તાલીમ અને દિશા પણ આપે છે.

 

આ પણ વાંચો :Surat: લો બોલો! શહેરના રસ્તા તો ઠીક પણ બ્રિજ પર પણ 3 ઈંચ જેટલા ખાડા પડતા સળિયા બહાર નીકળ્યા

 

આ પણ વાંચો :Surat: કોર્પોરેશનની બેવડી નીતિ, સુરતના સ્લમ વિસ્તારોમાં નથી જળવાતું સ્વચ્છતાનું ધોરણ!

 

Next Article