શેરબજારમાં છવાઇ ગ્રીનરી, સેન્સેક્સમાં નોંધાયો 728 પોઇન્ટનો ઉછાળો

સન્સેક્સ આજે 728 પોઇન્ટના ઉછાળા સાથે બંધ થયું છે.નિફ્ટીની વાત કરીએ તો આજે નિફ્ટી વધીને 20,100ની નજીક પહોંચી ગયો હતો. આ કારણે શેરબજારના રોકાણકારોની સંપત્તિમાં એક દિવસમાં લગભગ 2.11 લાખ કરોડ રૂપિયાનો વધારો થયો છે. BSE મિડકેપ અને સ્મોલકેપ સૂચકાંકો અનુક્રમે 0.78 ટકા અને 0.40 ટકાના વધારા સાથે બંધ થયા હતા.

શેરબજારમાં છવાઇ ગ્રીનરી, સેન્સેક્સમાં નોંધાયો 728 પોઇન્ટનો ઉછાળો
Sensex
| Updated on: Nov 29, 2023 | 5:48 PM

બુધવારે 29 નવેમ્બરે ભારતીય શેરબજાર સતત બીજા દિવસે ગ્રીન સિગ્નલ સાથે બંધ થયું છે.મુખ્યત્વે બેંકિંગ, આઈટી અને ઓટો શેરોમાં ઉછાળો નોંધાયો છે.જેના કારણે સન્સેક્સ આજે 728 પોઇન્ટના ઉછાળા સાથે બંધ થયું છે. નિફ્ટીની વાત કરીએ તો આજે નિફ્ટી વધીને 20,100ની નજીક પહોંચી ગયો હતો. આ કારણે શેરબજારના રોકાણકારોની સંપત્તિમાં એક દિવસમાં લગભગ 2.11 લાખ કરોડ રૂપિયાનો વધારો થયો છે. BSE મિડકેપ અને સ્મોલકેપ સૂચકાંકો અનુક્રમે 0.78 ટકા અને 0.40 ટકાના વધારા સાથે બંધ થયા હતા. ક્ષેત્રીય સૂચકાંકોમાં, રિયલ્ટી અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ સિવાય, અન્ય તમામ સૂચકાંકો લીલા નિશાનમાં બંધ થયા છે.

ટ્રેડિંગના અંતે BSE સેન્સેક્સ 727.70 પોઈન્ટ્સ અથવા 1.10%ના વધારા સાથે 66,901.91 પોઈન્ટ પર બંધ રહ્યો હતો. જ્યારે NSE નો 50 શેરો વાળા ઈન્ડેક્સ નિફ્ટી 206.90 પોઈન્ટ અથવા 1.04% ના વધારાની સાથે 20,096.60 ના સ્તર પર બંધ થયા છે.

રોકાણકારોએ ₹2.11 લાખ કરોડની કમાણી કરી હતી

BSE પર લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટ મૂડી આજે 24મી નવેમ્બરના રોજ વધીને રૂ. 333.16 લાખ કરોડ થઈ છે, જે તેના અગાઉના ટ્રેડિંગ ડે એટલે કે શુક્રવાર 24મી નવેમ્બરે રૂ. 331.05 લાખ કરોડ હતી. આ રીતે BSEમાં લિસ્ટેડ કંપનીઓના માર્કેટ કેપમાં આજે લગભગ રૂ. 2.11 લાખ કરોડનો વધારો થયો છે. અથવા બીજા શબ્દોમાં કહીએ તો રોકાણકારોની સંપત્તિમાં લગભગ રૂ. 2.11 લાખ કરોડનો વધારો થયો છે.

સેન્સેક્સના 5 સૌથી વધુ વધતા શેરો

આજે સેન્સેક્સના 30માંથી 26 શેર ઉછાળા સાથે બંધ થયા હતા. આમાં એક્સિસ બેંકના શેરમાં સૌથી વધુ 3.92 ટકાનો વધારો થયો હતો. જ્યારે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા (M&M), વિપ્રો, ટાટા મોટર્સ અને HDFC બેન્કના શેર 1.94% થી 3.26% સુધીના વધારા સાથે બંધ થયા હતા.

સેન્સેક્સના 5 સૌથી વધુ ઘટી રહેલા શેર

આજે સેન્સેક્સના માત્ર 4 શેર લાલ નિશાનમાં એટલે કે ઘટાડા સાથે બંધ થયા છે. આમાં પણ નેસ્લે ઈન્ડિયાના શેર સૌથી વધુ 0.57% ઘટીને બંધ થયા છે. જ્યારે ટાઇટન, બજાજ ફિનસર્વ અને અલ્ટ્રાટેક સિમેન્ટના શેર લગભગ 0.07% થી 0.49% ના ઘટાડા સાથે બંધ થયા છે.

1,874 શેરમાં નોંધાયો ઘટાડો

બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) પર આજે શેરોની સંખ્યા લાભની સરખામણીમાં ઘટાડા સાથે બંધ થઈ હતી. એક્સચેન્જમાં આજે કુલ 3,841 શેરનું ટ્રેડિંગ થયું હતું. તેમાંથી 1,931 શેર ઉછાળા સાથે બંધ થયા હતા. 1,772 શેરમાં ઘટાડો જોવા મળ્યો હતો. જ્યારે 138 શેર કોઈપણ વધઘટ વગર સપાટ બંધ રહ્યા હતા. આ સિવાય આજે ટ્રેડિંગ દરમિયાન 318 શેર તેમની 52 સપ્તાહની નવી ટોચે પહોંચ્યા હતા. જ્યારે 31 શેર તેમની 52 સપ્તાહની નવી નીચી સપાટીએ પહોંચ્યા હતા.