Petrol Diesel Price Today : ક્રૂડ ઓઈલના ભાવમાં સતત વધઘટ વચ્ચે પેટ્રોલ અને ડીઝલ મોંઘા થશે કે સસ્તાં? જાણો આજના લેટેસ્ટ રેટ

|

Dec 24, 2021 | 8:01 AM

ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 95.35 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે પેટ્રોલની કિંમત 89.33 રૂપિયા પ્રતિ લીટર છે.

Petrol Diesel Price Today : ક્રૂડ ઓઈલના ભાવમાં સતત વધઘટ વચ્ચે પેટ્રોલ અને ડીઝલ મોંઘા થશે કે સસ્તાં? જાણો આજના લેટેસ્ટ રેટ
Petrol Pump File Image

Follow us on

Petrol Diesel Price Today : 24 ડિસેમ્બર શુક્રવાર માટે પેટ્રોલ અને ડીઝલના નવા દર જારી કરવામાં આવ્યા છે. આજે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. જણાવી દઈએ કે આજે દેશભરમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં કોઈ ફેરફાર થયાને 51 દિવસ થઈ ગયા છે.બીજી તરફ આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રૂડ ઓઈલના ભાવમાં વધઘટનો સિલસિલો યથાવત છે. બજારોમાં ક્યારેક સુસ્ત દેખાતા ક્રૂડ ઓઈલમાં અચાનક તેજી જોવા મળેછે તો દિવસો પછી ભાવ વધારો ફરીથી ધીમો પડી જાય છે.

ક્રૂડ ઓઈલના ભાવમાં સતત વધઘટ
આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં વધઘટનો સિલસિલો યથાવત છે. ગુરુવાર બાદ શુક્રવારે પણ ક્રૂડ ઓઇલની કિંમતમાં વધારો જોવા મળી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની કિંમત 75 ડોલર પ્રતિ બેરલની નજીક પહોંચી ગઈ છે. આજે WTI ક્રૂડના ભાવ ગુરુવારના 73.10 ડોલરથી વધીને 73.79 ડોલર થઈ ગયા છે. જોકે બ્રેન્ટ ક્રૂડના ભાવમાં થોડો ઘટાડો થયો છે. ગઈકાલની સરખામણીએ બ્રેન્ટ ક્રૂડના ભાવ 0.09 ડોલર ઘટીને 75.58 ડોલર પર આવી ગયા છે.

 

આજનું રાશિફળ તારીખ : 15-05-2024
આખો દિવસ ACમાં રહો છો, તો સાવધાન, થઇ શકે છે આ બીમારી
જ્યારે AC નહોતા, ત્યારે ટ્રેનના AC કોચને ઠંડા કેવી રીતે રાખતા હતા?
દરિયા કિનારે યોજાશે અનંત-રાધિકાનું બીજું પ્રી-વેડિંગ સેલિબ્રેશન
આજનું રાશિફળ તારીખ : 14-05-2024
મહાકાલના દર્શન કરતી વખતે આ બાબતોનું ખાસ રાખો ધ્યાન

દેશના ચાર મહાનગરોમાં પેટ્રોલ ડીઝલની કિંમત

  •  દિલ્હીમાં પેટ્રોલ રૂ. 95.41 અને ડીઝલ રૂ. 86.67 પ્રતિ લીટર
  •  મુંબઈમાં પેટ્રોલ રૂ. 109.98 અને ડીઝલ રૂ. 94.14 પ્રતિ લીટર
  •  ચેન્નાઈ પેટ્રોલ રૂ. 101.40 અને ડીઝલ રૂ. 91.43 પ્રતિ લીટર
  •  કોલકાતા પેટ્રોલ રૂ. 104.67 અને ડીઝલ રૂ. 89.79 પ્રતિ લીટર

ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 95.35 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે પેટ્રોલની કિંમત 89.33 રૂપિયા પ્રતિ લીટર છે. દેશમાં સૌથી મોંઘુ ઇંધણ રાજસ્થાન શ્રીગંગાનગર માંછે જ્યાં પેટ્રોલ 116.34 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 100.53 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે.

 

ગુજરાતના ચાર મહાનગરોમાં પેટ્રોલ – ડીઝલના  રેટ આ મુજબ છે

City Petrol Diesel
Ahmedabad 95.13 89.12
Rajkot 94.89 88.89
Surat 94.98 88.99
Vadodara 94.78 88.76

 

દેશના મુખ્ય શહેરમાં પેટ્રોલ – ડીઝલના લેટેસ્ટ ભાવ જાણવા અહીં ક્લિક કરો

 

આ રીતે જાણો તમારા શહેરમાં પેટ્રોલ-ડીઝલની કિંમત
પેટ્રોલ-ડીઝલના છૂટક ભાવમાં દરરોજ સુધારો કરવામાં આવે છે અને તે પછી નવા ભાવ સવારે 6 વાગ્યે બહાર પાડવામાં આવે છે. તમે ઘરે બેઠા SMS દ્વારા જ તમારા નજીકના પેટ્રોલ પંપ પર પેટ્રોલ-ડીઝલની કિંમત જાણી શકો છો. ઇન્ડિયન ઓઇલ ગ્રાહકો RSP સાથે સિટી કોડ દાખલ કરીને તેમના મોબાઇલ પરથી 9224992249 પર સંદેશ મોકલો. તમને ઇન્ડિયન ઓઇલ (IOCL) ની સત્તાવાર વેબસાઇટ પર સિટી કોડ મળશે. મેસેજ મોકલ્યા બાદ તમને પેટ્રોલ અને ડીઝલની નવીનતમ કિંમત મોકલવામાં આવશે. એ જ રીતે બીપીસીએલ(BPCL) ગ્રાહકો તેમના મોબાઇલ પરથી આરએસપી લખીને 9223112222 પર એસએમએસ મોકલી શકે છે. HPCL ના ગ્રાહકો HPPrice અને 9222201122 લખીને SMS મોકલી શકે છે.

 

આ પણ વાંચો :  1 જાન્યુઆરીથી આ નિયમો બદલાશે, જાણો તમારા ખિસ્સા પર પડશે શું અસર?

 

આ પણ વાંચો : કેમ વિદેશી રોકાણકારોએ ભારતીય બેંકોના રૂપિયા 37500 કરોડના શેર વેચી નાખ્યા? જાણો કારણ

Next Article