Petrol-Diesel Price Today : સરકારી ઓઈલ કંપની ઈન્ડિયન ઓઈલ (IOCL) એ આજે શુક્રવાર 31મી ડિસેમ્બર 2021 માટે પેટ્રોલ ડીઝલના નવા ભાવ જાહેર કર્યા છે. વર્ષના છેલ્લા દિવસે ઈંધણના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. જોકે , ઝારખંડ સરકારે બુધવારે એટલે કે 29 ડિસેમ્બરે પેટ્રોલના ભાવમાં 25 રૂપિયા પ્રતિ લીટરનો ઘટાડો કરવાની જાહેરાત કરી હતી.
ઝારખંડ સરકારે જાહેરાત કરી છે કે 26 જાન્યુઆરી 2022થી મોટરસાઇકલ અને સ્કૂટર ચલાવનારાઓને 25 રૂપિયા પ્રતિ લિટરના ઘટાડાના ભાવે પેટ્રોલ મળશે. ઝારખંડની રાજધાની રાંચીમાં એક લિટર પેટ્રોલ 98.52 રૂપિયામાં વેચાઈ રહ્યું છે જયારે ડીઝલની કિંમત 91.56 રૂપિયા પ્રતિ લીટર છે.
પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતોને ઘટાડવા માટે કેન્દ્ર સરકાર નવી યોજના પર કામ કરી રહી છે. ભારત ક્રૂડ ઓઇલના ભાવને નીચે લાવવા માટે અન્ય મુખ્ય અર્થતંત્રો સાથે સંકલન કરીને તેના વ્યૂહાત્મક ભંડારમાંથી તેલ કાઢવાની યોજના પર કામ કરી રહ્યું છે.
ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 95.35 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે પેટ્રોલની કિંમત 89.33 રૂપિયા પ્રતિ લીટર છે. દેશમાં સૌથી મોંઘુ ઇંધણ રાજસ્થાન શ્રીગંગાનગર માંછે જ્યાં પેટ્રોલ 116.34 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 100.53 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે.
City | Petrol | Diesel |
Ahmedabad | 95.13 | 89.12 |
Rajkot | 94.89 | 88.89 |
Surat | 94.98 | 88.99 |
Vadodara | 94.78 | 88.76 |
દેશના મુખ્ય શહેરમાં પેટ્રોલ – ડીઝલના લેટેસ્ટ ભાવ જાણવા અહીં ક્લિક કરો
પેટ્રોલ-ડીઝલના છૂટક ભાવમાં દરરોજ સુધારો કરવામાં આવે છે અને તે પછી નવા ભાવ સવારે 6 વાગ્યે બહાર પાડવામાં આવે છે. તમે ઘરે બેઠા SMS દ્વારા જ તમારા નજીકના પેટ્રોલ પંપ પર પેટ્રોલ-ડીઝલની કિંમત જાણી શકો છો. ઇન્ડિયન ઓઇલ ગ્રાહકો RSP સાથે સિટી કોડ દાખલ કરીને તેમના મોબાઇલ પરથી 9224992249 પર સંદેશ મોકલો. તમને ઇન્ડિયન ઓઇલ (IOCL) ની સત્તાવાર વેબસાઇટ પર સિટી કોડ મળશે. મેસેજ મોકલ્યા બાદ તમને પેટ્રોલ અને ડીઝલની નવીનતમ કિંમત મોકલવામાં આવશે. એ જ રીતે બીપીસીએલ(BPCL) ગ્રાહકો તેમના મોબાઇલ પરથી આરએસપી લખીને 9223112222 પર એસએમએસ મોકલી શકે છે. HPCL ના ગ્રાહકો HPPrice અને 9222201122 લખીને SMS મોકલી શકે છે.
ઓઈલ કંપનીઓ છેલ્લા 15 દિવસના આંતરરાષ્ટ્રીય બજારમાં બેન્ચમાર્ક ઈંધણની સરેરાશ કિંમત અને વિદેશી વિનિમય દરોના આધારે દરરોજ પેટ્રોલ અને ડીઝલના રેટ જાહેર કરે છે. ઈન્ડિયન ઓઈલ જેવી ઓઈલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા પેટ્રોલ અને ડીઝલના ભાવોની દૈનિક ધોરણે સમીક્ષા કરવામાં આવે છે અને કોઈપણ સુધારાને સવારે 6 વાગ્યાથી અમલમાં મૂકવામાં આવે છે.
આ પણ વાંચો : આ DEMAT ખાતાધારકો આવતીકાલથી નહીં કરી શકે શેરનું ખરીદ – વેચાણ! જાણો કારણ
આ પણ વાંચો : ITR Filing : જો તમે આજે છેલ્લી ઘડીએ રિટર્ન ફાઈલ કરી રહ્યા છો તો આ 7 દસ્તાવેજ સાથે રાખો, તે તમારી ચિંતા કરશે