Petrol-Diesel Price Today: છેલ્લા કેટલાક દિવસોથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સામાન્ય જનતાને રાહત છે. ઈંધણના ભાવ ઘણા સમયથી સ્થિર છે. IOCL એ બુધવારે 10 નવેમ્બરના રોજ પેટ્રોલ ડીઝલના નવા દર જાહેર કર્યા છે. આજની તારીખે કિંમતોમાં કોઈ ફેરફાર થયો નથી.નવા દર મુજબ આજે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પેટ્રોલની કિંમત 103.97 રૂપિયા પ્રતિ લીટર છે, જ્યારે ડીઝલ 86.67 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યું છે.
ક્રૂડ ઉપર નિર્ભરતા ઘટાડવાના પ્રયાસ
હવે સરકાર કોઈપણ રીતે પેટ્રોલ અને ડીઝલની નિર્ભરતાને ઘટાડવાનો પ્રયાસ કરી રહી છે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ (Nitin Gadkari) કહ્યું છે કે સરકાર તમામ વાહન ઉત્પાદકોને આગામી છ-આઠ મહિનામાં યુરો-6 ઉત્સર્જન ધોરણો (Euro-six emission norms) હેઠળ ફ્લેક્સ-ફ્યુઅલ એન્જિન (flex-fuel engines) બનાવવા સૂચના આપવામાં આવશે. ફ્લેક્સ-ફ્યુઅલ ગેસોલિન અને મિથેનોલ અથવા ઇથેનોલના સંયોજનથી બનેલ વૈકલ્પિક બળતણ છે. ગડકરીએ વધુમાં જણાવ્યું હતું કે ભારતીય ઓટો ઉદ્યોગ આગામી 15 વર્ષમાં 15 લાખ કરોડ રૂપિયાનો થશે.
દેશના ચાર મહાનગરોમાં પેટ્રોલ ડીઝલની કિંમત
ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 95.35 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે પેટ્રોલની કિંમત 89.33 રૂપિયા પ્રતિ લીટર છે. દેશમાં સૌથી મોંઘુ ઇંધણ રાજસ્થાન શ્રીગંગાનગર માંછે જ્યાં પેટ્રોલ 116.34 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 100.53 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે.
ગુજરાતના ચાર મહાનગરોમાં પેટ્રોલ – ડીઝલના રેટ આ મુજબ છે
City | Petrol | Diesel |
Ahmedabad | 95.13 | 89.12 |
Rajkot | 94.89 | 88.89 |
Surat | 94.98 | 88.99 |
Vadodara | 94.78 | 88.76 |
દેશના મુખ્ય શહેરમાં પેટ્રોલ – ડીઝલના લેટેસ્ટ ભાવ જાણવા અહીં ક્લિક કરો
આ રીતે જાણો તમારા શહેરમાં પેટ્રોલ-ડીઝલની કિંમત
પેટ્રોલ-ડીઝલના છૂટક ભાવમાં દરરોજ સુધારો કરવામાં આવે છે અને તે પછી નવા ભાવ સવારે 6 વાગ્યે બહાર પાડવામાં આવે છે. તમે ઘરે બેઠા SMS દ્વારા જ તમારા નજીકના પેટ્રોલ પંપ પર પેટ્રોલ-ડીઝલની કિંમત જાણી શકો છો. ઇન્ડિયન ઓઇલ ગ્રાહકો RSP સાથે સિટી કોડ દાખલ કરીને તેમના મોબાઇલ પરથી 9224992249 પર સંદેશ મોકલો. તમને ઇન્ડિયન ઓઇલ (IOCL) ની સત્તાવાર વેબસાઇટ પર સિટી કોડ મળશે. મેસેજ મોકલ્યા બાદ તમને પેટ્રોલ અને ડીઝલની નવીનતમ કિંમત મોકલવામાં આવશે. એ જ રીતે બીપીસીએલ(BPCL) ગ્રાહકો તેમના મોબાઇલ પરથી આરએસપી લખીને 9223112222 પર એસએમએસ મોકલી શકે છે. HPCL ના ગ્રાહકો HPPrice અને 9222201122 લખીને SMS મોકલી શકે છે.
આ પણ વાંચો : Paytm IPO: શા માટે પેટીએમ આઈપીઓને જોખમભર્યો માનવામાં આવી રહ્યો છે? શું છે ફંડ મેનેજરનો દાવો, જાણો અહી
આ પણ વાંચો : ચીનમાં રોકાણથી જાપાનની Soft Bank ને રાતાં પાણીએ રડવાનો વારો આવ્યો, જાણો કેમ બેંકે કરોડો ડોલરની ખોટ ખાવી પડી?