Petrol Diesel Price Today: સરકારી તેલ કંપનીઓ તરફથી આવ્યાં રાહતના સમાચાર, જાણો આજે પેટ્રોલ – ડીઝલના ભાવ અંગે શું લેવાયો નિર્ણય?

|

Oct 12, 2021 | 8:00 AM

ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) અમદાવાદમાં એક લીટર ડીઝલ 100.41 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે પેટ્રોલની કિંમત 101.20 રૂપિયા પ્રતિ લીટર છે.

Petrol Diesel Price Today: સરકારી તેલ કંપનીઓ તરફથી આવ્યાં  રાહતના સમાચાર, જાણો આજે પેટ્રોલ - ડીઝલના ભાવ અંગે શું લેવાયો નિર્ણય?
Petrol Diesel Price Today

Follow us on

સરકારી તેલ કંપનીઓએ મંગળવાર માટે પેટ્રોલ અને ડીઝલના નવા દરો (Petrol Diesel Price Today) જાહેર કર્યા છે. જણાવી દઈએ કે આજે ઈંધણના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં આજે પેટ્રોલ 104.44 રૂપિયા પ્રતિ લીટર છે જ્યારે ડીઝલ 93.18 રૂપિયા પ્રતિ લીટર છે. ગઈકાલે પેટ્રોલની કિંમતમાં 30 પૈસા પ્રતિ લીટર અને ડીઝલના ભાવમાં 35 પૈસા પ્રતિ લીટરનો વધારો કરવામાં આવ્યો હતો.

આ મહિને પણ પેટ્રોલ અને ડીઝલના ભાવ  લગભગ દરરોજ વધ્યા છે. ઓક્ટોબરના પહેલા 10 દિવસમાં પેટ્રોલની કિંમતમાં 2.80 રૂપિયાનો વધારો થયો છે. સાથે જ ડીઝલની કિંમતમાં 3.30 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.

ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) અમદાવાદમાં એક લીટર ડીઝલ 100.41 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે પેટ્રોલની કિંમત 101.20 રૂપિયા પ્રતિ લીટર છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

દેશના ચાર મહાનગરોમાં પેટ્રોલ – ડીઝલના લેટેસ્ટ રેટ આ મુજબ છે

City Petrol Diesel
Delhi 104.44 93.17
Mumbai 110.41 101.03
Chennai 101.79 97.79
Kolkata 105.09 96.28

 

દેશના મુખ્ય શહેરમાં પેટ્રોલ – ડીઝલના લેટેસ્ટ ભાવ જાણવા અહીં ક્લિક કરો

 

પેટ્રોલ પંપ  ખોલવાના નિયમો હળવા બનાવાયા
કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે પેટ્રોલ પંપ ખોલવાના નિયમો સરળ બનાવ્યા છે. આવી સ્થિતિમાં તમે પણ સરળતાથી પેટ્રોલ પંપ ખોલીને દર મહિને લાખો રૂપિયા કમાઈ શકો છો. એટલું જ નહીં, સરકારે પેટ્રોલ પંપ માલિકોને પેટ્રોલ અને ડીઝલનું વેચાણ શરૂ કરતા પહેલા EV ચાર્જિંગ સ્ટેશન અને CNG આઉટલેટ્સ સ્થાપવાની મંજૂરી પણ આપી દીધી છે.

તમામ સુવિધાઓ એક જ પેટ્રોલ પંપ પર ઉપલબ્ધ હશે
8 નવેમ્બર 2019 ના તેના આદેશ અંગે પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે જણાવ્યું હતું કે નવી કંપનીઓને પેટ્રોલ પંપ લગાવવાના નિયમો હળવા કરવામાં આવ્યા છે. આ આદેશ અનુસાર પેટ્રોલ પંપ છૂટક વેચાણ માટે ઇલેક્ટ્રિક વાહન ચાર્જિંગ પોઈન્ટ તેમજ સીએનજી, એલએનજી અથવા પેટ્રોલ અને ડીઝલ જેવા નવા વૈકલ્પિક ઈંધણ સ્થાપિત કરી શકશે. બીજા શબ્દોમાં કહીએ તો, ગ્રાહકો એક જ પેટ્રોલ પંપ પર પેટ્રોલ, ડીઝલ, સીએનજી સાથે ઇલેક્ટ્રિક કાર માટે ચાર્જિંગ સ્ટેશનની સુવિધા મેળવી શકશે.

તમારા શહેરમાં પેટ્રોલ-ડીઝલની કિંમત આ રીતે જાણો
પેટ્રોલ-ડીઝલના છૂટક ભાવમાં દરરોજ સુધારો કરવામાં આવે છે અને તે પછી નવા ભાવ સવારે 6 વાગ્યે બહાર પાડવામાં આવે છે. તમે ઘરે બેઠા SMS દ્વારા જ તમારા નજીકના પેટ્રોલ પંપ પર પેટ્રોલ-ડીઝલની કિંમત જાણી શકો છો. ઇન્ડિયન ઓઇલ ગ્રાહકો RSP સાથે સિટી કોડ દાખલ કરીને તેમના મોબાઇલ પરથી 9224992249 પર સંદેશ મોકલો. તમને ઇન્ડિયન ઓઇલ (IOCL) ની સત્તાવાર વેબસાઇટ પર સિટી કોડ મળશે. મેસેજ મોકલ્યા બાદ તમને પેટ્રોલ અને ડીઝલની નવીનતમ કિંમત મોકલવામાં આવશે. એ જ રીતે બીપીસીએલ(BPCL) ગ્રાહકો તેમના મોબાઇલ પરથી આરએસપી લખીને 9223112222 પર એસએમએસ મોકલી શકે છે. HPCL ના ગ્રાહકો HPPrice અને 9222201122 લખીને SMS મોકલી શકે છે. છૂટક ઇંધણના ભાવ નવા રેકોર્ડ સ્તરે પહોંચી ગયા છે. એ શહેરોની સંખ્યા સતત વધી રહી છે જ્યાં પેટ્રોલ 100 રૂપિયા પ્રતિ લિટરથી વધુ કિંમતે વેચાય છે.

 

આ પણ વાંચો : શું તમને Income Tax ની ચિંતા સતાવે છે? જાણો ટેક્સ ઘટાડવાની 7 સરળ રીત જે તમારી બચત અને કમાણીમાં વધારો કરી નિવૃત્તિનું ટેંશન પણ દૂર કરશે

 

આ પણ વાંચો : બિગ બુલ રાકેશ ઝુનઝુનવાલાના મનપસંદ સ્ટોકે ત્રણ દિવસમાં 23% રિટર્ન આપ્યું, જાણો સ્ટોકની તેજી અંગે શું કહે છે નિષ્ણાંત?

Next Article