Petrol-Diesel Price Today : આજે 6 નવેમ્બરે સતત બીજા દિવસે પેટ્રોલ-ડીઝલના દરમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. IOCLની વેબસાઈટ મુજબ આજે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પેટ્રોલની કિંમત 103.97 રૂપિયા પ્રતિ લીટર છે જ્યારે ડીઝલ 86.67 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે કેન્દ્ર દ્વારા પેટ્રોલની કિંમતમાં 6.07 રૂપિયા પ્રતિ લીટરનો ઘટાડો કરવામાં આવ્યો હતો જ્યારે ડીઝલમાં 10 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. મોદી સરકાર દ્વારા પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો થવાને કારણે આ ઘટાડો થયો છે. દિવાળીના એક દિવસ પહેલા સરકારે પેટ્રોલમાં પ્રતિ લીટર 5 રૂપિયા અને ડીઝલ પર 10 રૂપિયાનો ઘટાડો કરવાની જાહેરાત કરી હતી.
દેશના ચાર મહાનગરોમાં પેટ્રોલ ડીઝલની કિંમત
ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 95.35 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે પેટ્રોલની કિંમત 89.33 રૂપિયા પ્રતિ લીટર છે. દેશમાં સૌથી મોંઘુ ઇંધણ રાજસ્થાન શ્રીગંગાનગર માંછે જ્યાં પેટ્રોલ 116.34 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 100.53 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે.
ગુજરાતના ચાર મહાનગરોમાં પેટ્રોલ – ડીઝલના રેટ આ મુજબ છે
City | Petrol | Diesel |
Ahmedabad | 95.13 | 89.12 |
Rajkot | 94.89 | 88.89 |
Surat | 94.98 | 88.99 |
Vadodara | 94.78 | 88.76 |
દેશના મુખ્ય શહેરમાં પેટ્રોલ – ડીઝલના લેટેસ્ટ ભાવ જાણવા અહીં ક્લિક કરો
આ રીતે જાણો તમારા શહેરમાં પેટ્રોલ-ડીઝલની કિંમત
પેટ્રોલ-ડીઝલના છૂટક ભાવમાં દરરોજ સુધારો કરવામાં આવે છે અને તે પછી નવા ભાવ સવારે 6 વાગ્યે બહાર પાડવામાં આવે છે. તમે ઘરે બેઠા SMS દ્વારા જ તમારા નજીકના પેટ્રોલ પંપ પર પેટ્રોલ-ડીઝલની કિંમત જાણી શકો છો. ઇન્ડિયન ઓઇલ ગ્રાહકો RSP સાથે સિટી કોડ દાખલ કરીને તેમના મોબાઇલ પરથી 9224992249 પર સંદેશ મોકલો. તમને ઇન્ડિયન ઓઇલ (IOCL) ની સત્તાવાર વેબસાઇટ પર સિટી કોડ મળશે. મેસેજ મોકલ્યા બાદ તમને પેટ્રોલ અને ડીઝલની નવીનતમ કિંમત મોકલવામાં આવશે. એ જ રીતે બીપીસીએલ(BPCL) ગ્રાહકો તેમના મોબાઇલ પરથી આરએસપી લખીને 9223112222 પર એસએમએસ મોકલી શકે છે. HPCL ના ગ્રાહકો HPPrice અને 9222201122 લખીને SMS મોકલી શકે છે. છૂટક ઇંધણના ભાવ નવા રેકોર્ડ સ્તરે પહોંચી ગયા છે. એ શહેરોની સંખ્યા સતત વધી રહી છે જ્યાં પેટ્રોલ 100 રૂપિયા પ્રતિ લિટરથી વધુ કિંમતે વેચાય છે.
આ પણ વાંચો : Delisted Stocks : શેરબજારમાં બે દાયકામાં 389 કંપની કારોબારથી દૂર કરાઈ, 47 કંપનીઓ ડિલિસ્ટની પ્રક્રિયા હેઠળ
આ પણ વાંચો : આ Crypto Currency એ રોકાણકારોને 100 કલાકમાં કરોડપતિ અને પછી 10 મિનિટમાં રોડપતિ બનાવ્યાં, જાણો ચેતવણીરૂપ કિસ્સો