Petrol Diesel Price Today : પેટ્રોલ અને ડીઝલની નવી કિંમતો જાહેર થઇ, જાણો શું છે તમારા શહેરમાં ઇંધણની કિંમત

|

Jan 03, 2022 | 8:01 AM

ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 95.35 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે પેટ્રોલની કિંમત 89.33 રૂપિયા પ્રતિ લીટર છે.

Petrol Diesel Price Today : પેટ્રોલ અને ડીઝલની નવી કિંમતો જાહેર થઇ, જાણો શું છે તમારા શહેરમાં ઇંધણની કિંમત
Petrol Diesel Price Today

Follow us on

Petrol Diesel Price Today : દેશની મુખ્ય ઓઈલ કંપનીઓએ 3 જાન્યુઆરી સોમવાર માટે પેટ્રોલ અને ડીઝલની નવી કિંમતો જાહેર કરી છે. ઉલ્લેખનીય છે કે આજે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. આ સાથે પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયાને 61 દિવસ થઈ ગયા છે.

બીજી તરફ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં સતત વધઘટ ચાલુ છે. કાચા તેલની કિંમતો જે રવિવારે સુસ્ત રહી હતી તે સોમવારે ફરી વધી રહી છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં ક્રૂડ ઓઈલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો હતો. જે બાદ કિંમત 80 ડોલરની નજીક પહોંચી ગઈ હતી પરંતુ હવે તે ફરી એકવાર 78 ડોલરની નજીક આવી ગઈ છે.

ક્રૂડ ઓઈલના ભાવની સ્થિતિ ?

આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની કિંમતોમાં વધારા બાદ તેમાં ફરી એકવાર નરમાશ દેખાઈ રહી છે. રવિવારે તેલની કિંમતોમાં મંદી જોવા મળી હતી. જોકે સોમવારે તેઓ ફરી એકવાર જોર પકડતા દેખાય છે.આંતરરાષ્ટ્રીય બજારમાં તેલની કિંમતો રવિવારે ઘટીને 78 ડોલર પ્રતિ બેરલની આસપાસ પહોંચી ગઈ હતી ત્યારબાદ સોમવારે તેની કિંમતો 78 ડોલરની ઉપર થોડી વધી છે.આજે WTI ક્રૂડ 0.56 ટકા વધીને 75.63 ડોલર પર પહોંચી ગયું છે. બીજી તરફ બ્રેન્ટ ક્રૂડના ભાવ આજે 0.49 ટકા વધીને 78.16 ડોલર થયા છે.

દેશના ચાર મહાનગરોમાં પેટ્રોલ ડીઝલની કિંમત

  •  દિલ્હીમાં પેટ્રોલ રૂ. 95.41 અને ડીઝલ રૂ. 86.67 પ્રતિ લીટર
  •  મુંબઈમાં પેટ્રોલ રૂ. 109.98 અને ડીઝલ રૂ. 94.14 પ્રતિ લીટર
  •  ચેન્નાઈ પેટ્રોલ રૂ. 101.40 અને ડીઝલ રૂ. 91.43 પ્રતિ લીટર
  •  કોલકાતા પેટ્રોલ રૂ. 104.67 અને ડીઝલ રૂ. 89.79 પ્રતિ લીટર

ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 95.35 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે પેટ્રોલની કિંમત 89.33 રૂપિયા પ્રતિ લીટર છે. દેશમાં સૌથી મોંઘુ ઇંધણ રાજસ્થાન શ્રીગંગાનગર માંછે જ્યાં પેટ્રોલ 116.34 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 100.53 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે.

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

 

ગુજરાતના ચાર મહાનગરોમાં પેટ્રોલ – ડીઝલના  રેટ આ મુજબ છે

City Petrol Diesel
Ahmedabad 95.13 89.12
Rajkot 94.89 88.89
Surat 94.98 88.99
Vadodara 94.78 88.76

 

દેશના મુખ્ય શહેરમાં પેટ્રોલ – ડીઝલના લેટેસ્ટ ભાવ જાણવા અહીં ક્લિક કરો

 

આ રીતે જાણો તમારા શહેરમાં પેટ્રોલ-ડીઝલની કિંમત

પેટ્રોલ-ડીઝલના છૂટક ભાવમાં દરરોજ સુધારો કરવામાં આવે છે અને તે પછી નવા ભાવ સવારે 6 વાગ્યે બહાર પાડવામાં આવે છે. તમે ઘરે બેઠા SMS દ્વારા જ તમારા નજીકના પેટ્રોલ પંપ પર પેટ્રોલ-ડીઝલની કિંમત જાણી શકો છો. ઇન્ડિયન ઓઇલ ગ્રાહકો RSP સાથે સિટી કોડ દાખલ કરીને તેમના મોબાઇલ પરથી 9224992249 પર સંદેશ મોકલો. તમને ઇન્ડિયન ઓઇલ (IOCL) ની સત્તાવાર વેબસાઇટ પર સિટી કોડ મળશે. મેસેજ મોકલ્યા બાદ તમને પેટ્રોલ અને ડીઝલની નવીનતમ કિંમત મોકલવામાં આવશે. એ જ રીતે બીપીસીએલ(BPCL) ગ્રાહકો તેમના મોબાઇલ પરથી આરએસપી લખીને 9223112222 પર એસએમએસ મોકલી શકે છે. HPCL ના ગ્રાહકો HPPrice અને 9222201122 લખીને SMS મોકલી શકે છે.

 

આ પણ વાંચો : TATA ના આ શેરે Rakesh Jhunjhunwala ની નેટવર્થમાં માત્ર ૩ મહિનામાં 1500 કરોડનો વધારો કર્યો, શું છે તમારા પોર્ટફોલિયોમાં?

 

આ પણ વાંચો : Multibagger Stock: આ શેરે રોકાણકારોના રૂપિયા 1 લાખને 2.68 કરોડ બનાવ્યા, જાણો રોકાણકારોને કેટલું મળ્યું રિટર્ન

Next Article