પેટ્રોલ-ડીઝલની કિંમતો(Petrol Diesel Price Today) આજે 12 સપ્ટેમ્બર 2021 ના રોજ સ્થિર રાખવામાં આવી છે. આ સતત સાતમો દિવસ છે કે જયારે ઇંધણના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં છેલ્લીવાર 5 સપ્ટેમ્બરના રોજ ફેરફાર કરવામાં આવ્યો હતો. આ સમયે રેટમાં પ્રતિ લિટર 15 પૈસા સુધીનો ઘટાડો કરવામાં આવ્યો હતો. ઓઇલ કંપનીઓ દ્વારા આ ઘટાડા છતાં દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ રેકોર્ડ સ્તરે છે.
ઈન્ડિયન ઓઈલની વેબસાઈટ અનુસાર, આજે રાજધાની દિલ્હીમાં 101.19 પૈસા પ્રતિ લીટરના દરે પેટ્રોલ વેચાઈ રહ્યું છે. તે જ સમયે, ડીઝલ 88.62 રૂપિયા પ્રતિ લિટર થઈ ગયું છે. મુંબઈમાં પેટ્રોલ 107.26 રૂપિયા પ્રતિ લિટર છે. તે જ સમયે, ડીઝલ 96.19 પૈસા પ્રતિ લિટર છે.
ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) અમદાવાદમાં એક લીટર ડીઝલ 95.63 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે પેટ્રોલની કિંમત 98.17 રૂપિયા પ્રતિ લીટર છે.
કઈ રીતે નક્કી થાય છે કિંમત?
પેટ્રોલ અને ડીઝલના ભાવમાં દરરોજ સવારે 6 વાગ્યે ફેરફાર થાય છે. નવા દર સવારે 6 વાગ્યાથી લાગુ પડે છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક્સાઈઝ ડ્યુટી, ડીલર કમિશન અને અન્ય ખર્ચ ઉમેર્યા પછી તેની કિંમત લગભગ બમણી થઈ જાય છે. વિદેશી મુદ્રા દરની સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ ના આધારે પેટ્રોલ અને ડીઝલના ભાવ બદલાય છે.
દેશના ચાર મહાનગરોમાં પેટ્રોલ – ડીઝલના લેટેસ્ટ રેટ આ મુજબ છે
City | Petrol | Diesel |
Delhi | 101.19 | 88.62 |
Mumbai | 107.26 | 96.19 |
Chennai | 98.96 | 93.26 |
Kolkata | 101.72 | 91.84 |
દેશના મુખ્ય શહેરમાં પેટ્રોલ – ડીઝલના લેટેસ્ટ ભાવ જાણવા અહીં ક્લિક કરો
એક SMS થી જાણી શકાય છે પેટ્રોલ-ડીઝલની શું છે કિંમત
પેટ્રોલ-ડીઝલના છૂટક ભાવમાં દરરોજ સુધારો કરવામાં આવે છે અને તે પછી નવા ભાવ સવારે 6 વાગ્યે બહાર પાડવામાં આવે છે. તમે ઘરે બેઠા SMS દ્વારા જ તમારા નજીકના પેટ્રોલ પંપ પર પેટ્રોલ-ડીઝલની કિંમત જાણી શકો છો. ઇન્ડિયન ઓઇલ ગ્રાહકો RSP સાથે સિટી કોડ દાખલ કરીને તેમના મોબાઇલ પરથી 9224992249 પર સંદેશ મોકલો. તમને ઇન્ડિયન ઓઇલ (IOCL) ની સત્તાવાર વેબસાઇટ પર સિટી કોડ મળશે. મેસેજ મોકલ્યા બાદ તમને પેટ્રોલ અને ડીઝલની નવીનતમ કિંમત મોકલવામાં આવશે. એ જ રીતે બીપીસીએલ(BPCL) ગ્રાહકો તેમના મોબાઇલ પરથી આરએસપી લખીને 9223112222 પર એસએમએસ મોકલી શકે છે. HPCL ના ગ્રાહકો HPPrice અને 9222201122 લખીને SMS મોકલી શકે છે. છૂટક ઇંધણના ભાવ નવા રેકોર્ડ સ્તરે પહોંચી ગયા છે. એ શહેરોની સંખ્યા સતત વધી રહી છે જ્યાં પેટ્રોલ 100 રૂપિયા પ્રતિ લિટરથી વધુ કિંમતે વેચાય છે.
આ પણ વાંચો : શું છે IPO, FPO અને OFS ? શેરબજારમાં શું છે તેમની ભૂમિકા ? જાણો અહેવાલ દ્વારા
આ પણ વાંચો : Healthium Medtech IPO : ભંડોળ એકત્ર કરવા કંપની લાવી રહી છે રોકાણ માટેની તક , જાણો વિગતવાર