Petrol Diesel Price Today : આજે 1 લીટર પેટ્રોલ અને ડીઝલ પાછળ કેટલો ખર્ચ કરવો પડશે? જાણો અહેવાલમાં

|

Sep 21, 2021 | 7:14 AM

ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) અમદાવાદમાં એક લીટર ડીઝલ 95.63 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે પેટ્રોલની કિંમત 98.17 રૂપિયા પ્રતિ લીટર છે.

સમાચાર સાંભળો
Petrol Diesel Price Today : આજે 1 લીટર પેટ્રોલ અને ડીઝલ પાછળ કેટલો ખર્ચ કરવો પડશે? જાણો અહેવાલમાં
Petrol Diesel Price Today

Follow us on

પેટ્રોલ અને ડીઝલના ભાવ(Petrol-Diesel Price Today ) લાંબા સમયથી સ્થિર રહ્યા છે. વૈશ્વિક બજારમાં તેલની વધતી કિંમતો વચ્ચે દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. સપ્ટેમ્બરના પહેલા સપ્તાહમાં ઈંધણના ભાવમાં ઘટાડો થયો હતો પરંતુ હવે લગભગ 15 દિવસથી ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. આજે પણ ઓઈલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કર્યો નથી.

ઓઇલ કંપનીઓએ છેલ્લે 5 સપ્ટેમ્બરે ભાવમાં ફેરફાર કર્યો હતો. તે દિવસે પેટ્રોલ અને ડીઝલ 15 પૈસા પ્રતિ લીટર સસ્તું થયું હતું. પરંતુ આ પછી તેલ કંપનીઓએ કિંમતોમાં કોઈ ફેરફાર કર્યો નથી. આ સિવાય તાજેતરની જીએસટી કાઉન્સિલની બેઠકમાં, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) કાઉન્સિલે શુક્રવારે પેટ્રોલ અને ડીઝલને આ ટેક્સના દાયરામાં સમાવવાના પ્રસ્તાવનો અસ્વીકાર કરતા કહ્યું કે તે હાલ યોગ્ય સમય નથી.

ઇન્ડિયન ઓઇલની વેબસાઇટ અનુસાર દિલ્હીમાં પેટ્રોલની કિંમત 101.19 રૂપિયા પ્રતિ લિટર છે જ્યારે મુંબઇમાં તે 107.26 રૂપિયા છે. કોલકાતામાં પેટ્રોલનો દર 101.62 રૂપિયા પ્રતિ લિટર અને ચેન્નઈમાં 98.96 રૂપિયા પ્રતિ લીટર છે. દિલ્હીમાં આજે ડીઝલ 88.62 રૂપિયા પ્રતિ લિટરના ભાવે વેચાઈ રહ્યું છે. મુંબઈમાં ડીઝલનો દર માત્ર 96.19 પ્રતિ લીટર છે, કોલકાતામાં ડીઝલની કિંમત 91.71 રૂપિયા પ્રતિ લીટર છે અને ચેન્નઈમાં ડીઝલ 93.26 રૂપિયા પ્રતિ લીટર છે.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) અમદાવાદમાં એક લીટર ડીઝલ 95.63 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે પેટ્રોલની કિંમત 98.17 રૂપિયા પ્રતિ લીટર છે.

છેલ્લા ઘણા સમયથી પેટ્રોલના નવા ભાવ દરરોજ સવારે તેલ કંપનીઓ બહાર પડે છે જેના કારણે કિંમતોમાં સતત વધઘટ થાય છે. દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ ઓલટાઇમ હાઇ પર પહોંચી ગયા છે અને આ વર્ષે એપ્રિલથી અત્યાર સુધીમાં 41 વખત દરમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

 

દેશના ચાર મહાનગરોમાં પેટ્રોલ – ડીઝલના લેટેસ્ટ રેટ આ મુજબ છે

City Petrol Diesel
Delhi 101.19 88.62
Mumbai 107.26 96.19
Chennai 98.96 93.26
Kolkata 101.62 91.71

 

દેશના મુખ્ય શહેરમાં પેટ્રોલ – ડીઝલના લેટેસ્ટ ભાવ જાણવા અહીં ક્લિક કરો

 

તમારા શહેરમાં પેટ્રોલ-ડીઝલની કિંમત આ રીતે જાણો
પેટ્રોલ-ડીઝલના છૂટક ભાવમાં દરરોજ સુધારો કરવામાં આવે છે અને તે પછી નવા ભાવ સવારે 6 વાગ્યે બહાર પાડવામાં આવે છે. તમે ઘરે બેઠા SMS દ્વારા જ તમારા નજીકના પેટ્રોલ પંપ પર પેટ્રોલ-ડીઝલની કિંમત જાણી શકો છો. ઇન્ડિયન ઓઇલ ગ્રાહકો RSP સાથે સિટી કોડ દાખલ કરીને તેમના મોબાઇલ પરથી 9224992249 પર સંદેશ મોકલો. તમને ઇન્ડિયન ઓઇલ (IOCL) ની સત્તાવાર વેબસાઇટ પર સિટી કોડ મળશે. મેસેજ મોકલ્યા બાદ તમને પેટ્રોલ અને ડીઝલની નવીનતમ કિંમત મોકલવામાં આવશે. એ જ રીતે બીપીસીએલ(BPCL) ગ્રાહકો તેમના મોબાઇલ પરથી આરએસપી લખીને 9223112222 પર એસએમએસ મોકલી શકે છે. HPCL ના ગ્રાહકો HPPrice અને 9222201122 લખીને SMS મોકલી શકે છે. છૂટક ઇંધણના ભાવ નવા રેકોર્ડ સ્તરે પહોંચી ગયા છે. એ શહેરોની સંખ્યા સતત વધી રહી છે જ્યાં પેટ્રોલ 100 રૂપિયા પ્રતિ લિટરથી વધુ કિંમતે વેચાય છે.

દરરોજ સવારે ઇંધણના નવા રેટ જારી થાય છે
પેટ્રોલ અને ડીઝલના ભાવમાં દરરોજ સવારે 6 વાગ્યે ફેરફાર થાય છે. નવા દર સવારે 6 વાગ્યાથી લાગુ પડે છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક્સાઈઝ ડ્યુટી, ડીલર કમિશન અને અન્ય ખર્ચ ઉમેર્યા પછી તેની કિંમત લગભગ બમણી થઈ જાય છે. વિદેશી મુદ્રા દરની સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ ના આધારે પેટ્રોલ અને ડીઝલના ભાવ બદલાય છે.

 

આ પણ વાંચો :  Digital Life Certificate: પેન્શન સંબંધિત આ નિયમ 1 ઓક્ટોબરથી અમલમાં આવશે, જાણો વિગતવાર

 

આ પણ વાંચો : રેલવેએ યુવાનો માટે શરૂ કરી વિશેષ યોજના, 50 હજાર યુવાનોને નોકરી માટે તૈયાર કરશે

Next Article