Petrol-Diesel Price Today : 18 દિવસ સ્થિર રહ્યા બાદ ફરી મોંઘુ થયું ઇંધણ, જાણો પેટ્રોલ – ડીઝલની શું છે નવી કિંમત

|

Sep 24, 2021 | 7:13 AM

ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) અમદાવાદમાં એક લીટર ડીઝલ 95.63 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે પેટ્રોલની કિંમત 98.17 રૂપિયા પ્રતિ લીટર છે.

સમાચાર સાંભળો
Petrol-Diesel Price Today : 18 દિવસ સ્થિર રહ્યા બાદ ફરી મોંઘુ થયું ઇંધણ, જાણો પેટ્રોલ - ડીઝલની શું છે નવી કિંમત
Petrol Diesel Price Today

Follow us on

પેટ્રોલ-ડીઝલના ભાવ(Petrol-diesel price today)માં આજે 18 દિવસ બાદ ફરી એકવાર વધારો કરવામાં આવ્યો છે. IOCL ની વેબસાઈટ અનુસાર દેશભરમાં આજે ડીઝલના ભાવમાં પ્રતિ લિટર 20 થી 22 પૈસાનો વધારો થયો છે. બીજી તરફ પેટ્રોલના દર સ્થિર રાખવામાં આવ્યા છે. તેની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. આ વધારા બાદ રાજધાની દિલ્હીમાં એક લિટર પેટ્રોલની કિંમત 101.19 રૂપિયા યથાવત છે પણ ડીઝલની કિંમત 88.82 રૂપિયા પ્રતિ લીટર પર પહોંચી ગઈ છે.

પેટ્રોલ ડીઝલને GST માં સમાવવામાં આવશે નહીં
તાજેતરમાં યોજાયેલી ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) કાઉન્સિલની મહત્વની બેઠકમાં અનેક નિર્ણયો લેવામાં આવ્યા છે. મીડિયાને સંબોધતા નાણામંત્રીએ પેટ્રોલ અને ડીઝલને જીએસટીના દાયરામાં લાવવાની અટકળોનો અંત લાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે “પેટ્રોલ અને ડીઝલને જીએસટીના દાયરામાં લાવવાનો વિચાર કરવાનો આ યોગ્ય સમય નથી. આ માટે આવક સંબંધિત ઘણા મુદ્દાઓ ધ્યાનમાં લેવા પડશે. આ બેઠક દરમિયાન ચર્ચા કરવામાં આવી ન હતી.

ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) અમદાવાદમાં એક લીટર ડીઝલ 95.63 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે પેટ્રોલની કિંમત 98.17 રૂપિયા પ્રતિ લીટર છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

છેલ્લા ઘણા સમયથી પેટ્રોલના નવા ભાવ દરરોજ સવારે તેલ કંપનીઓ બહાર પડે છે જેના કારણે કિંમતોમાં સતત વધઘટ થાય છે. દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ ઓલટાઇમ હાઇ પર પહોંચી ગયા છે અને આ વર્ષે એપ્રિલથી અત્યાર સુધીમાં 41 વખત દરમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

દેશના ચાર મહાનગરોમાં પેટ્રોલ – ડીઝલના લેટેસ્ટ રેટ આ મુજબ છે

City Petrol Diesel
Delhi 101.19 88.82
Mumbai 107.26 96.41
Chennai 98.96 93.46
Kolkata 101.62 91.92

 

દેશના મુખ્ય શહેરમાં પેટ્રોલ – ડીઝલના લેટેસ્ટ ભાવ જાણવા અહીં ક્લિક કરો

 

તમારા શહેરમાં પેટ્રોલ-ડીઝલની કિંમત આ રીતે જાણો
પેટ્રોલ-ડીઝલના છૂટક ભાવમાં દરરોજ સુધારો કરવામાં આવે છે અને તે પછી નવા ભાવ સવારે 6 વાગ્યે બહાર પાડવામાં આવે છે. તમે ઘરે બેઠા SMS દ્વારા જ તમારા નજીકના પેટ્રોલ પંપ પર પેટ્રોલ-ડીઝલની કિંમત જાણી શકો છો. ઇન્ડિયન ઓઇલ ગ્રાહકો RSP સાથે સિટી કોડ દાખલ કરીને તેમના મોબાઇલ પરથી 9224992249 પર સંદેશ મોકલો. તમને ઇન્ડિયન ઓઇલ (IOCL) ની સત્તાવાર વેબસાઇટ પર સિટી કોડ મળશે. મેસેજ મોકલ્યા બાદ તમને પેટ્રોલ અને ડીઝલની નવીનતમ કિંમત મોકલવામાં આવશે. એ જ રીતે બીપીસીએલ(BPCL) ગ્રાહકો તેમના મોબાઇલ પરથી આરએસપી લખીને 9223112222 પર એસએમએસ મોકલી શકે છે. HPCL ના ગ્રાહકો HPPrice અને 9222201122 લખીને SMS મોકલી શકે છે. છૂટક ઇંધણના ભાવ નવા રેકોર્ડ સ્તરે પહોંચી ગયા છે. એ શહેરોની સંખ્યા સતત વધી રહી છે જ્યાં પેટ્રોલ 100 રૂપિયા પ્રતિ લિટરથી વધુ કિંમતે વેચાય છે.

દરરોજ સવારે ઇંધણના નવા રેટ જારી થાય છે
પેટ્રોલ અને ડીઝલના ભાવમાં દરરોજ સવારે 6 વાગ્યે ફેરફાર થાય છે. નવા દર સવારે 6 વાગ્યાથી લાગુ પડે છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક્સાઈઝ ડ્યુટી, ડીલર કમિશન અને અન્ય ખર્ચ ઉમેર્યા પછી તેની કિંમત લગભગ બમણી થઈ જાય છે. વિદેશી મુદ્રા દરની સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ ના આધારે પેટ્રોલ અને ડીઝલના ભાવ બદલાય છે.

 

આ પણ વાંચો : NEW IT PORTAL : નવા Income Tax Portal ના લોન્ચિંગ બાદ 3 કરોડ Tax Payers સફળતાપૂર્વક લોગીન કરાયું, Infosys એ ડેટા જાહેર કર્યા

 

આ પણ વાંચો : Income Tax Penalty: ITR ફાઈલ કરવામાં કરશો વિલંબ તો ચૂકવવો પડશે 5000 રૂપિયાનો દંડ, જાણો વિગતવાર

 

Next Article