Petrol-Diesel Price Today : ક્રુડના ભાવમાં ભડકો, જાણો તમારા શહેરમાં પેટ્રોલ – ડીઝલના લેટેસ્ટ રેટ

|

Mar 08, 2022 | 9:40 AM

ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 95.35 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે ડીઝલની કિંમત 89.33 રૂપિયા પ્રતિ લીટર છે.

Petrol-Diesel Price Today : ક્રુડના ભાવમાં ભડકો, જાણો તમારા શહેરમાં પેટ્રોલ - ડીઝલના લેટેસ્ટ રેટ
Petrol-Diesel Price Today

Follow us on

Petrol-Diesel Price Today : રશિયા-યુક્રેન યુદ્ધ (Russia-Ukraine War) વચ્ચે ક્રૂડનો ભાવ 140 ડોલર પ્રતિ બેરલ (Crude Price Today) સુધી પહોંચી ગયો છે. ત્યારે ભારતની સરકારી ઓઈલ કંપનીઓએ આજે બુધવારે અનેક પેટ્રોલ-ડીઝલના દરોમાં ફેરફાર કર્યો નથી. દિલ્હી-મુંબઈ જેવા મહાનગરોમાં આજે પણ તેલના ભાવમાં સ્થિર છે. તેલ કંપનીઓએ લગભગ ચાર મહિનાથી પેટ્રોલ-ડીઝલના ભાવમાં યથાવત રાખ્યા છે. મુંબઈમાં પેટ્રોલની કિંમત 110 રૂપિયા પ્રતિ લિટરની આસપાસ છે. વૈશ્વિક બજારમાં બ્રેન્ટ ક્રૂડની કિંમત વધીને 140 ડોલર પ્રતિ બેરલ થઈ ગઈ છે. દરમિયાન ઇન્ટરનેશનલ એનર્જી એજન્સી (IEA) એ વિશ્વમાં ઉર્જા સંકટ વધવાની ચેતવણી આપી છે.

દરરોજ સવારે 6 વાગ્યે નવા દરો બહાર પાડવામાં આવે છે.

દરરોજ 6 વાગે પેટ્રોલ અને ડીઝલના ભાવ બદલાય છે. પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં એક્સાઈઝ ડ્યુટી, ડીલર કમિશન, વેટ અને અન્ય વસ્તુઓ ઉમેર્યા બાદ નવા દરો સવારે 6 વાગ્યાથી અમલમાં આવે છે, ત્યારે તેની કિંમત મૂળ કિંમત કરતા લગભગ બમણી થઈ જાય છે.

દેશના ચાર મહાનગરોમાં પેટ્રોલ ડીઝલની કિંમત

  1. દિલ્હીમાં પેટ્રોલ રૂ. 95.41 અને ડીઝલ રૂ. 86.67 પ્રતિ લીટર.
  2. મુંબઈમાં પેટ્રોલ રૂ. 109.98 અને ડીઝલ રૂ. 94.14 પ્રતિ લીટર
  3. ચેન્નાઈ પેટ્રોલ રૂ. 101.40 અને ડીઝલ રૂ. 91.43 પ્રતિ લીટર.
  4. કોલકાતા પેટ્રોલ રૂ. 104.67 અને ડીઝલ રૂ. 89.79 પ્રતિ લીટર

ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 95.35 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે પેટ્રોલની કિંમત 89.33 રૂપિયા પ્રતિ લીટર છે. દેશમાં સૌથી મોંઘુ ઇંધણ રાજસ્થાન શ્રીગંગાનગર માંછે જ્યાં પેટ્રોલ 116.34 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 100.53 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે.

ખરતા વાળથી છુટકારો મેળવવા માટે રોજ એક વાર પીવો આ જ્યુસ
કથાકાર જયા કિશોરી પોતાની બેગમાં કઈ વસ્તુઓ રાખે છે? જાતે ખોલ્યું રહસ્ય
ઉનાળામાં ઘરે બનાવો કાચી કેરીની મીઠી ચટણી, જાણી લો સિક્રેટ રેસીપી
કેટરિનાએ પતિ વિકીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી, જુઓ ફોટો
લિફ્ટમાં ફસાઈ જાવ તો ભૂલથી પણ ન કરતા આ કામ
આજનું રાશિફળ તારીખ 17-05-2024

ગુજરાતના ચાર મહાનગરોમાં પેટ્રોલ – ડીઝલના રેટ આ મુજબ છે

City Petrol Diesel
Ahmedabad 95.13 89.12
Rajkot 94.89 88.89
Surat 94.98 88.99
Vadodara 94.78 88.76

આ રીતે જાણો તમારા શહેરમાં પેટ્રોલ-ડીઝલની કિંમત

પેટ્રોલ-ડીઝલના છૂટક ભાવમાં દરરોજ સુધારો કરવામાં આવે છે અને તે પછી નવા ભાવ સવારે 6 વાગ્યે બહાર પાડવામાં આવે છે. તમે ઘરે બેઠા SMS દ્વારા જ તમારા નજીકના પેટ્રોલ પંપ પર પેટ્રોલ-ડીઝલની કિંમત જાણી શકો છો. ઇન્ડિયન ઓઇલ ગ્રાહકો RSP સાથે સિટી કોડ દાખલ કરીને તેમના મોબાઇલ પરથી 9224992249 પર સંદેશ મોકલો. તમને ઇન્ડિયન ઓઇલ (IOCL) ની સત્તાવાર વેબસાઇટ પર સિટી કોડ મળશે. મેસેજ મોકલ્યા બાદ તમને પેટ્રોલ અને ડીઝલની નવીનતમ કિંમત મોકલવામાં આવશે. એ જ રીતે બીપીસીએલ(BPCL) ગ્રાહકો તેમના મોબાઇલ પરથી આરએસપી લખીને 9223112222 પર એસએમએસ મોકલી શકે છે. HPCL ના ગ્રાહકો HPPrice અને 9222201122 લખીને SMS મોકલી શકે છે.

 

 

આ પણ વાંચો :  Provident Fund Alert! 1 એપ્રિલથી નિયમોમાં થશે મોટો ફેરફાર, જાણો 5 મહત્વની બાબતો

Published On - 9:28 am, Tue, 8 March 22

Next Article