Petrol-Diesel Price Today : ક્રૂડ 100 ડોલર નીચે સરક્યું! શું દેશમાં પેટ્રોલ ડીઝલ સસ્તું થશે?

|

Mar 16, 2022 | 8:34 AM

ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 95.35 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે ડીઝલની કિંમત 89.33 રૂપિયા પ્રતિ લીટર છે.

Petrol-Diesel Price Today : ક્રૂડ 100 ડોલર નીચે સરક્યું! શું દેશમાં પેટ્રોલ ડીઝલ સસ્તું થશે?
Petrol-Diesel Price Today

Follow us on

સરકારી ઓઈલ કંપનીઓએ આજે બુધવારે પેટ્રોલ અને ડીઝલના નવા દર(Petrol-Diesel Price Today) જાહેર કર્યા છે. આજે પણ દિલ્હી-મુંબઈ અને અમદાવાદ જેવા દેશના મહાનગરોમાં કોઈ ફેરફાર થયો નથી પરંતુ ઘણા નાના શહેરોમાં તેલના ભાવ બદલાયા છે.સરકારી ઓઈલ કંપનીઓએ આજે લખનૌ, જયપુર, પટના જેવા રાજ્યોની રાજધાનીઓમાં તેલના ભાવમાં ફેરફાર કર્યો છે. લખનૌ, ગુરુગ્રામ અને જયપુરમાં જ્યાં પેટ્રોલ મોંઘુ થઈ ગયું છે તો પટનામાં ગઈકાલની સરખામણીએ ઘણું સસ્તું દેખાઈ રહ્યું છે. ઓઈલ કંપનીઓએ લગભગ ચાર મહિનાથી મહાનગરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કર્યો નથી. આમ છતાં મુંબઈમાં સૌથી મોંઘુ પેટ્રોલ 110 રૂપિયા પ્રતિ લીટરની આસપાસ વેચાઈ રહ્યું છે.

તેલની કિંમતમાં 40 ડોલર પ્રતિ બેરલનો ઘટાડો

આંતરરાષ્ટ્રીય બજારમાં એક સપ્તાહ દરમિયાન તેલની કિંમત લગભગ 40 ડોલર પ્રતિ બેરલ ઘટી છે. 7 માર્ચે બ્રેન્ટ ક્રૂડ પ્રતિ બેરલ 139 ડોલરના સ્તરે હતું. હાલમાં આ 100 ડોલર પ્રતિ બેરલથી નીચે છે. તેલના ભાવમાં ઘટાડો એ ભારત માટે સારા સમાચાર છે કારણ કે તેનાથી વિશ્વના ત્રીજા સૌથી મોટા તેલ આયાતકારનું આયાત બિલ ઘટશે.

ઉદ્યોગના સૂત્રોએ જણાવ્યું હતું કે આનાથી સરકારી ઓઇલ કંપનીઓ પર માર્જિનનું દબાણ પણ ઘટશે. ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન (IOC), ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (BPCL) અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (HPCL) એ 131 દિવસ સુધી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કર્યો નથી. ક્રૂડની કિંમતમાં 60 ટકાથી વધુનો ઉછાળો હોવા છતાં આ જોવા મળ્યું છે.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

દેશના ચાર મહાનગરોમાં પેટ્રોલ ડીઝલની કિંમત

  • દિલ્હીમાં પેટ્રોલ રૂ. 95.41 અને ડીઝલ રૂ. 86.67 પ્રતિ લીટર
  • મુંબઈમાં પેટ્રોલ રૂ. 109.98 અને ડીઝલ રૂ. 94.14 પ્રતિ લીટર
  • ચેન્નાઈ પેટ્રોલ રૂ. 101.40 અને ડીઝલ રૂ. 91.43 પ્રતિ લીટર
  • કોલકાતા પેટ્રોલ રૂ. 104.67 અને ડીઝલ રૂ. 89.79 પ્રતિ લીટર

ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 95.35 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે ડીઝલની કિંમત 89.33 રૂપિયા પ્રતિ લીટર છે. દેશમાં સૌથી મોંઘુ ઇંધણ રાજસ્થાન શ્રીગંગાનગર માંછે જ્યાં પેટ્રોલ 116.34 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 100.53 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે.

ગુજરાતના ચાર મહાનગરોમાં પેટ્રોલ – ડીઝલના રેટ આ મુજબ છે

City Petrol Diesel
Ahmedabad 95.13 89.12
Rajkot 94.89 88.89
Surat 94.98 88.99
Vadodara 94.78 88.76

 

દેશના મુખ્ય શહેરમાં પેટ્રોલ – ડીઝલના લેટેસ્ટ ભાવ જાણવા અહીં ક્લિક કરો

 

આ રીતે જાણો તમારા શહેરમાં પેટ્રોલ-ડીઝલની કિંમત

પેટ્રોલ-ડીઝલના છૂટક ભાવમાં દરરોજ સુધારો કરવામાં આવે છે અને તે પછી નવા ભાવ સવારે 6 વાગ્યે બહાર પાડવામાં આવે છે. તમે ઘરે બેઠા SMS દ્વારા જ તમારા નજીકના પેટ્રોલ પંપ પર પેટ્રોલ-ડીઝલની કિંમત જાણી શકો છો. ઇન્ડિયન ઓઇલ ગ્રાહકો RSP સાથે સિટી કોડ દાખલ કરીને તેમના મોબાઇલ પરથી 9224992249 પર સંદેશ મોકલો. તમને ઇન્ડિયન ઓઇલ (IOCL) ની સત્તાવાર વેબસાઇટ પર સિટી કોડ મળશે. મેસેજ મોકલ્યા બાદ તમને પેટ્રોલ અને ડીઝલની નવીનતમ કિંમત મોકલવામાં આવશે. એ જ રીતે બીપીસીએલ(BPCL) ગ્રાહકો તેમના મોબાઇલ પરથી આરએસપી લખીને 9223112222 પર એસએમએસ મોકલી શકે છે. HPCL ના ગ્રાહકો HPPrice અને 9222201122 લખીને SMS મોકલી શકે છે.

 

 

આ પણ વાંચો : આજે કેબિનેટની બેઠકમાં કેન્દ્રીય કર્મચારીઓના DAમાં 3 ટકા વધારાના નિર્ણય ઉપર લાગી શકે છે મંજૂરીની મહોર, PM મોદીની અધ્યક્ષતામાં મળશે બેઠક

આ પણ વાંચો : 31મી માર્ચ પહેલા Demat Account માં આ માહિતી દાખલ કરો નહીંતર નહિ કરી શકો સ્ટોક ટ્રેડિંગ

Next Article