Petrol-Diesel Price Today : ક્રૂડ 110 ડોલરની સપાટીએ પહોંચ્યું, જાણો તમારા શહેરમાં પેટ્રોલ – ડીઝલના લેટેસ્ટ રેટ

|

Mar 02, 2022 | 9:20 AM

ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 95.35 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે પેટ્રોલની કિંમત 89.33 રૂપિયા પ્રતિ લીટર છે.

Petrol-Diesel Price Today : ક્રૂડ 110 ડોલરની સપાટીએ પહોંચ્યું, જાણો તમારા શહેરમાં પેટ્રોલ - ડીઝલના લેટેસ્ટ રેટ
Petrol-Diesel Price Today

Follow us on

Petrol-Diesel Price Today : રશિયા-યુક્રેન યુદ્ધ (Russia-Ukraine War)વચ્ચે ક્રૂડનો ભાવ 110 ડોલર પ્રતિ બેરલ(Crude Price Today)સુધી પહોંચી ગયો છે. ભારતની સરકારી ઓઈલ કંપનીઓએ આજે બુધવારે અનેક પેટ્રોલ-ડીઝલના દરોમાં ફેરફાર કર્યો નથી. દિલ્હી-મુંબઈ જેવા મહાનગરોમાં આજે પણ તેલના ભાવમાં સ્થિર છે. તેલ કંપનીઓએ લગભગ ચાર મહિનાથી પેટ્રોલ-ડીઝલના ભાવમાં યથાવત રાખ્યા છે. મુંબઈમાં પેટ્રોલની કિંમત 110 રૂપિયા પ્રતિ લિટરની આસપાસ છે.

વૈશ્વિક બજારમાં બ્રેન્ટ ક્રૂડની કિંમત વધીને 110 ડોલર પ્રતિ બેરલ થઈ ગઈ છે. દરમિયાન ઇન્ટરનેશનલ એનર્જી એજન્સી (IEA) એ વિશ્વમાં ઉર્જા સંકટ વધવાની ચેતવણી આપી છે.

નિષ્ણાતોએ અગાઉ ક્રૂડ ઓઈલના ભાવમાં  વધારો થવાની આશંકા વ્યક્ત કરી હતી. બુધવારે સવારે બ્રેન્ટ ક્રૂડ 5 ટકાથી વધુ વધીને 110.54 ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગયું છે. ડબલ્યુટીઆઈ પણ 5 ટકાથી વધુ વધીને 108 ડોલર પ્રતિ બેરલ થઈ ગયો.

20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો

દરરોજ સવારે 6 વાગ્યે નવા દરો બહાર પાડવામાં આવે છે.

દરરોજ 6 વાગે પેટ્રોલ અને ડીઝલના ભાવ બદલાય છે. પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં એક્સાઈઝ ડ્યુટી, ડીલર કમિશન, વેટ અને અન્ય વસ્તુઓ ઉમેર્યા બાદ નવા દરો સવારે 6 વાગ્યાથી અમલમાં આવે છે, તેની કિંમત મૂળ કિંમત કરતા લગભગ બમણી થઈ જાય છે.

દેશના ચાર મહાનગરોમાં પેટ્રોલ ડીઝલની કિંમત

  • દિલ્હીમાં પેટ્રોલ રૂ. 95.41 અને ડીઝલ રૂ. 86.67 પ્રતિ લીટર
  • મુંબઈમાં પેટ્રોલ રૂ. 109.98 અને ડીઝલ રૂ. 94.14 પ્રતિ લીટર
  • ચેન્નાઈ પેટ્રોલ રૂ. 101.40 અને ડીઝલ રૂ. 91.43 પ્રતિ લીટર
  • કોલકાતા પેટ્રોલ રૂ. 104.67 અને ડીઝલ રૂ. 89.79 પ્રતિ લીટર

ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 95.35 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે પેટ્રોલની કિંમત 89.33 રૂપિયા પ્રતિ લીટર છે. દેશમાં સૌથી મોંઘુ ઇંધણ રાજસ્થાન શ્રીગંગાનગર માંછે જ્યાં પેટ્રોલ 116.34 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 100.53 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે.

ગુજરાતના ચાર મહાનગરોમાં પેટ્રોલ – ડીઝલના રેટ આ મુજબ છે

City Petrol Diesel
Ahmedabad 95.13 89.12
Rajkot 94.89 88.89
Surat 94.98 88.99
Vadodara 94.78 88.76

દેશના મુખ્ય શહેરમાં પેટ્રોલ – ડીઝલના લેટેસ્ટ ભાવ જાણવા અહીં ક્લિક કરો

આ રીતે જાણો તમારા શહેરમાં પેટ્રોલ-ડીઝલની કિંમત

પેટ્રોલ-ડીઝલના છૂટક ભાવમાં દરરોજ સુધારો કરવામાં આવે છે અને તે પછી નવા ભાવ સવારે 6 વાગ્યે બહાર પાડવામાં આવે છે. તમે ઘરે બેઠા SMS દ્વારા જ તમારા નજીકના પેટ્રોલ પંપ પર પેટ્રોલ-ડીઝલની કિંમત જાણી શકો છો. ઇન્ડિયન ઓઇલ ગ્રાહકો RSP સાથે સિટી કોડ દાખલ કરીને તેમના મોબાઇલ પરથી 9224992249 પર સંદેશ મોકલો. તમને ઇન્ડિયન ઓઇલ (IOCL) ની સત્તાવાર વેબસાઇટ પર સિટી કોડ મળશે. મેસેજ મોકલ્યા બાદ તમને પેટ્રોલ અને ડીઝલની નવીનતમ કિંમત મોકલવામાં આવશે. એ જ રીતે બીપીસીએલ(BPCL) ગ્રાહકો તેમના મોબાઇલ પરથી આરએસપી લખીને 9223112222 પર એસએમએસ મોકલી શકે છે. HPCL ના ગ્રાહકો HPPrice અને 9222201122 લખીને SMS મોકલી શકે છે.

આ પણ વાંચો : શેરબજારમાં ઉતાર – ચઢાવ છતાં નવા રોકાણકારોની સંખ્યામાં થઇ રહ્યો છે વધારો, 3 મહિનામાં 1 કરોડ નવા Demat Account ખુલ્યા

 

આ પણ વાંચો : ધનિકોની સંખ્યા મામલે ભારત વિશ્વના TOP -3 દેશોમાં સામેલ, દેશમાં 145 અબજોપતિ વસવાટ કરે છે

Published On - 8:16 am, Wed, 2 March 22

Next Article