Petrol Diesel Price Today : આંતરરાષ્ટ્રીય બજારમાં ફરી ક્રૂડના ભાવમાં ભડકો, શું તમારા વાહનનું ઇંધણ મોંઘુ થશે? જાણો આજના રેટ

|

Mar 19, 2022 | 8:39 AM

ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 95.35 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે પેટ્રોલની કિંમત 89.33 રૂપિયા પ્રતિ લીટર છે.

Petrol Diesel Price Today : આંતરરાષ્ટ્રીય બજારમાં ફરી ક્રૂડના ભાવમાં ભડકો, શું તમારા વાહનનું ઇંધણ મોંઘુ થશે? જાણો આજના રેટ
Petrol Diesel Price Today

Follow us on

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ (Russia Ukraine War) વચ્ચે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલ (Crude Oil)ના ભાવમાં સતત વધઘટ થઈ રહી છે. 19 માર્ચ શનિવારના રોજ ફરીથી ક્રૂડ ઓઇલની કિંમતો વધી રહી છે. આજે આંતરરાષ્ટ્રીય બજારમાં તેલની કિંમત 1.21 ટકા વધીને 108 ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગઈ છે. આ સાથે ભારતની અગ્રણી ઓઈલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલની નવી કિંમતો (Petrol Diesel Price Today) જાહેર કરી છે. દેશની રાજધાની દિલ્હી સહીત મુંબઈ અને મદાવાદમાં આજે પણ પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી.

કેન્દ્ર સરકારે ટેક્સમાં ઘટાડો કર્યાની જાહેરાત કર્યા બાદ 4 નવેમ્બરથી દિલ્હીમાં પેટ્રોલના ભાવ ઘટીને 104 રૂપિયા પ્રતિ લિટર થઈ ગયા હતા. કેન્દ્ર સરકાર દ્વારા ટેક્સ ઘટાડા બાદ દિલ્હી સરકારે પણ પેટ્રોલ-ડીઝલ પર લાગતા ટેક્સમાં ઘટાડો કરવાની જાહેરાત કરી હતી, જે બાદ 2 ડિસેમ્બર 2021થી દિલ્હીમાં પેટ્રોલની કિંમત 95.41 રૂપિયા પ્રતિ લિટર થઈ ગઈ હતી. 2 ડિસેમ્બર, 2021 થી દિલ્હીમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. જો કે દેશના 5 રાજ્યોમાં ચૂંટણી પૂર્ણ થયા બાદ દેશના ઘણા શહેરોમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં ફેરફાર જોવા મળ્યો છે.

બીજી તરફ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં વધઘટ જોવા મળી રહી છે. 19 માર્ચ શનિવારના રોજ આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઈલના ભાવ વધીને 107.9 ડોલર પ્રતિ બેરલ થઈ ગયા હતા. આજે WTI ક્રૂડની કિંમત વધીને 104.7 ડોલર થઈ ગઈ છે. તો બ્રેન્ટ ક્રૂડની કિંમત વધીને 107.9 ડોલર થઈ ગઈ છે. WTI ક્રૂડ અને બ્રેન્ટ ક્રૂડ કાચા તેલના બે અલગ-અલગ વર્ગ છે. જ્યાં WTI ક્રૂડ જાડું છે તો બ્રેન્ટ ક્રૂડ પાતળું છે.

આજનું રાશિફળ તારીખ : 16-05-2024
ઉનાળામાં દરરોજ સૂકું નાળિયેર ખાવાના છે ચમત્કારિક ફાયદા, જાણો
પાકિસ્તાનની એ ઈમારતો જ્યાં આજે પણ લખ્યું છે ભારતનું નામ
શું તમારી પાસે છે PM મોદીનો મોબાઈલ નંબર?
ઘરના બારી દરવાજા બનાવવા બેસ્ટ લાકડું કયું? અહીં જુઓ લિસ્ટ
Axis Bank માંથી 3 વર્ષ માટે 3 લાખ રૂપિયાની લોન પર વ્યાજ કેટલું હશે?

દેશના ચાર મહાનગરોમાં પેટ્રોલ ડીઝલની કિંમત

  • દિલ્હીમાં પેટ્રોલ રૂ. 95.41 અને ડીઝલ રૂ. 86.67 પ્રતિ લીટર
  • મુંબઈમાં પેટ્રોલ રૂ. 109.98 અને ડીઝલ રૂ. 94.14 પ્રતિ લીટર
  • ચેન્નાઈ પેટ્રોલ રૂ. 101.40 અને ડીઝલ રૂ. 91.43 પ્રતિ લીટર
  • કોલકાતા પેટ્રોલ રૂ. 104.67 અને ડીઝલ રૂ. 89.79 પ્રતિ લીટર

ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 95.35 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે પેટ્રોલની કિંમત 89.33 રૂપિયા પ્રતિ લીટર છે. દેશમાં સૌથી મોંઘુ ઇંધણ રાજસ્થાન શ્રીગંગાનગર માંછે જ્યાં પેટ્રોલ 116.34 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 100.53 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે.

ગુજરાતના ચાર મહાનગરોમાં પેટ્રોલ – ડીઝલના રેટ આ મુજબ છે

City Petrol Diesel
Ahmedabad 95.13 89.12
Rajkot 94.89 88.89
Surat 94.98 88.99
Vadodara 94.78 88.76

દેશના મુખ્ય શહેરમાં પેટ્રોલ – ડીઝલના લેટેસ્ટ ભાવ જાણવા અહીં ક્લિક કરો

આ રીતે જાણો તમારા શહેરમાં પેટ્રોલ-ડીઝલની કિંમત

પેટ્રોલ-ડીઝલના છૂટક ભાવમાં દરરોજ સુધારો કરવામાં આવે છે અને તે પછી નવા ભાવ સવારે 6 વાગ્યે બહાર પાડવામાં આવે છે. તમે ઘરે બેઠા SMS દ્વારા જ તમારા નજીકના પેટ્રોલ પંપ પર પેટ્રોલ-ડીઝલની કિંમત જાણી શકો છો. ઇન્ડિયન ઓઇલ ગ્રાહકો RSP સાથે સિટી કોડ દાખલ કરીને તેમના મોબાઇલ પરથી 9224992249 પર સંદેશ મોકલો. તમને ઇન્ડિયન ઓઇલ (IOCL) ની સત્તાવાર વેબસાઇટ પર સિટી કોડ મળશે. મેસેજ મોકલ્યા બાદ તમને પેટ્રોલ અને ડીઝલની નવીનતમ કિંમત મોકલવામાં આવશે. એ જ રીતે બીપીસીએલ(BPCL) ગ્રાહકો તેમના મોબાઇલ પરથી આરએસપી લખીને 9223112222 પર એસએમએસ મોકલી શકે છે. HPCL ના ગ્રાહકો HPPrice અને 9222201122 લખીને SMS મોકલી શકે છે.

આ પણ વાંચો : માત્ર 3 વર્ષની અવધિમાં જોરદાર રિટર્ન આપનાર આ Debt Mutual Funds રોકાણ માટેની ઉત્તમ તક, જાણો વિગતવાર

આ પણ વાંચો :  Home Loan : ઓછા EMIના ચક્કરમાં દેવાના બોજ તળે ન દબાશો, સમજો સસ્તી લોનનું ગણિત

Next Article