Petrol-Diesel Price Today : ક્રુડની કિંમતોમાં લાગી આગ, ભારતીયોએ ઇંધણની કિંમતોમાં ચિંતાજનક સ્તરના વધારા માટે તૈયાર રહેવું પડશે

|

Mar 03, 2022 | 8:16 AM

ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 95.35 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે પેટ્રોલની કિંમત 89.33 રૂપિયા પ્રતિ લીટર છે.

Petrol-Diesel Price Today : ક્રુડની કિંમતોમાં લાગી આગ, ભારતીયોએ ઇંધણની કિંમતોમાં ચિંતાજનક સ્તરના વધારા માટે તૈયાર રહેવું પડશે
Petrol Diesel Price Today

Follow us on

રશિયા-યુક્રેન યુદ્ધ (Russia-Ukraine War)ના કારણે ક્રૂડ ઓઈલ(Crude Oil Price Today)ના ભાવ આસમાને પહોંચી રહ્યા છે. આઠ વર્ષમાં પ્રથમ વખત ક્રૂડ 115 ડોલર પ્રતિ બેરલ પર પહોંચ્યું છે જોકે આ વચ્ચે દેશવાસીઓ માટે રાહતના સમાચાર એ છે કે ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ(Petrol-Diesel Price Today)માં ફેરફાર થયો નથી. સરકારી તેલ કંપનીઓએ તેલના ભાવ સ્થિર રાખ્યા છે. દિલ્હી, મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતા અને અમદાવાદ જેવા મહાનગરોમાં લગભગ ચાર મહિનાથી પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. મુંબઈમાં પેટ્રોલની કિંમત 110 રૂપિયા પ્રતિ લિટરની આસપાસ છે. નિષ્ણાંતોનું મંતવ્ય છે કે 7 માર્ચથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થવાની સંભાવના છે.

 ક્રૂડ ઓઈલ મોંઘુ થશે

ક્રૂડ ઓઈલના ભાવમાં આગ લાગી છે. 2022માં ક્રૂડ ઓઈલના ભાવમાં 40 ટકાથી વધુનો વધારો થયો છે. છેલ્લા બે મહિનાથી ક્રૂડ ઓઈલની કિંમતો સતત વધી રહી છે. 1 ડિસેમ્બર 2021ના રોજ ક્રૂડ ઓઈલની કિંમત 68.87 ડોલર પ્રતિ બેરલ હતી. જે હવે 115 ડોલર પ્રતિ બેરલની આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે.

દેશમાં પેટ્રોલ કે ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર નથી

જો કે દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. 4 નવેમ્બર 2021 પછી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. જ્યારે ક્રૂડ ઓઈલના ભાવ આસમાને પહોંચ્યા છે. વાસ્તવમાં દેશના પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ રહી છે અને તેના પરિણામો 10 માર્ચે આવશે. માનવામાં આવી રહ્યું છે કે ચૂંટણીમાં નુકસાનના ભયના કારણે ઓઈલ કંપનીઓ પેટ્રોલના ભાવમાં કોઈ ફેરફાર કરી રહી નથી અને ક્રૂડ ઓઈલના ભાવમાં જોરદાર વધારા છતાં સરકારના દબાણ હેઠળ ઇંધણના ભાવ સ્થિર રખાયા છે પરંતુ 7 માર્ચથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થવાની સંભાવના છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

દેશના ચાર મહાનગરોમાં પેટ્રોલ ડીઝલની કિંમત

  • દિલ્હીમાં પેટ્રોલ રૂ. 95.41 અને ડીઝલ રૂ. 86.67 પ્રતિ લીટર
  • મુંબઈમાં પેટ્રોલ રૂ. 109.98 અને ડીઝલ રૂ. 94.14 પ્રતિ લીટર
  • ચેન્નાઈ પેટ્રોલ રૂ. 101.40 અને ડીઝલ રૂ. 91.43 પ્રતિ લીટર
  • કોલકાતા પેટ્રોલ રૂ. 104.67 અને ડીઝલ રૂ. 89.79 પ્રતિ લીટર

ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 95.35 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે પેટ્રોલની કિંમત 89.33 રૂપિયા પ્રતિ લીટર છે. દેશમાં સૌથી મોંઘુ ઇંધણ રાજસ્થાન શ્રીગંગાનગર માંછે જ્યાં પેટ્રોલ 116.34 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 100.53 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે.

ગુજરાતના ચાર મહાનગરોમાં પેટ્રોલ – ડીઝલના રેટ આ મુજબ છે

City Petrol Diesel
Ahmedabad 95.13 89.12
Rajkot 94.89 88.89
Surat 94.98 88.99
Vadodara 94.78 88.76

 

દેશના મુખ્ય શહેરમાં પેટ્રોલ – ડીઝલના લેટેસ્ટ ભાવ જાણવા અહીં ક્લિક કરો

આ રીતે જાણો તમારા શહેરમાં પેટ્રોલ-ડીઝલની કિંમત

પેટ્રોલ-ડીઝલના છૂટક ભાવમાં દરરોજ સુધારો કરવામાં આવે છે અને તે પછી નવા ભાવ સવારે 6 વાગ્યે બહાર પાડવામાં આવે છે. તમે ઘરે બેઠા SMS દ્વારા જ તમારા નજીકના પેટ્રોલ પંપ પર પેટ્રોલ-ડીઝલની કિંમત જાણી શકો છો. ઇન્ડિયન ઓઇલ ગ્રાહકો RSP સાથે સિટી કોડ દાખલ કરીને તેમના મોબાઇલ પરથી 9224992249 પર સંદેશ મોકલો. તમને ઇન્ડિયન ઓઇલ (IOCL) ની સત્તાવાર વેબસાઇટ પર સિટી કોડ મળશે. મેસેજ મોકલ્યા બાદ તમને પેટ્રોલ અને ડીઝલની નવીનતમ કિંમત મોકલવામાં આવશે. એ જ રીતે બીપીસીએલ(BPCL) ગ્રાહકો તેમના મોબાઇલ પરથી આરએસપી લખીને 9223112222 પર એસએમએસ મોકલી શકે છે. HPCL ના ગ્રાહકો HPPrice અને 9222201122 લખીને SMS મોકલી શકે છે.

આ પણ વાંચો : હવે ટ્રેનમાં લગેજ મોકલવો વધુ સરળ અને સુરક્ષિત બન્યો, PMS સિસ્ટમ લાગુ કરાઈ, જાણો ફાયદા

 

આ પણ વાંચો : હવે ઘરે બેઠા બેંકોની અસુવિધાની કરી શકાશે ફરિયાદ, સ્ટેટ્સ પણ પણ ટ્રેક થશે

Published On - 8:15 am, Thu, 3 March 22

Next Article