Petrol Diesel Price Today : ક્રૂડની કિંમત 80 ડોલરને પાર પહોંચી,શું પેટ્રોલ – ડીઝલની કિંમત ઉપર પડશે અસર? જાણો આજની કિંમત

|

Jan 06, 2022 | 9:00 AM

ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 95.35 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે પેટ્રોલની કિંમત 89.33 રૂપિયા પ્રતિ લીટર છે.

Petrol Diesel Price Today : ક્રૂડની કિંમત 80 ડોલરને પાર પહોંચી,શું પેટ્રોલ - ડીઝલની કિંમત ઉપર પડશે અસર? જાણો આજની કિંમત
Petrol Pump File Image

Follow us on

Petrol Diesel Price Today : દેશની મુખ્ય ઓઈલ કંપનીઓએ 6 જાન્યુઆરી ગુરુવાર માટે પેટ્રોલ અને ડીઝલની નવી કિંમતો જાહેર કરી છે. આજે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. આ સાથે પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયાને 64 દિવસ થઈ ગયા છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં સતત વધઘટ ચાલુ છે. બુધવારે સુસ્તી હોવા છતાં ક્રૂડ ઓઇલની કિંમત 80 ડૉલર પર પહોંચી ગઈ છે. છેલ્લા ઘણા દિવસોથી ક્રૂડ ઓઈલના ભાવમાં સતત વધઘટ થઈ રહી છે. સતત કેટલાય દિવસોથી તેજી કરી રહેલું ક્રૂડ ઓઈલ અચાનક જ ઘણા દિવસોથી નરમ પડવા લાગ્યું છે.

ક્રૂડ ઓઈલના ભાવ 80 ડોલરને પાર

  • આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની કિંમતોમાં ફરી એકવાર વધ -ઘટ દેખાઈ રહી છે. આજે ગુરૂવારે કાચા તેલની કિંમતોમાં સુસ્તી હોવા છતાં તેની કિંમતો 80 ડોલરને પાર કરી ગઈ છે.
  • ગુરુવારે આંતરરાષ્ટ્રીય બજારોમાં નરમાશ છતાં ક્રૂડ ઓઈલના ભાવ 80 ડોલરને પાર કરી ગયા હતા. માત્ર બે-ત્રણ દિવસ પહેલા સુધી તે 78 ડોલર પ્રતિ બેરલની આસપાસ હતો.
  • આજે WTI ક્રૂડના ભાવ 0.86 ટકા ઘટીને 77.18 ડોલર થયા છે. બીજી તરફ, બ્રેન્ટ ક્રૂડના ભાવ આજે 0.97 ટકા ઘટીને 80.02 ડોલર થયા છે.

 

દેશના ચાર મહાનગરોમાં પેટ્રોલ ડીઝલની કિંમત

  •  દિલ્હીમાં પેટ્રોલ રૂ. 95.41 અને ડીઝલ રૂ. 86.67 પ્રતિ લીટર
  •  મુંબઈમાં પેટ્રોલ રૂ. 109.98 અને ડીઝલ રૂ. 94.14 પ્રતિ લીટર
  •  ચેન્નાઈ પેટ્રોલ રૂ. 101.40 અને ડીઝલ રૂ. 91.43 પ્રતિ લીટર
  •  કોલકાતા પેટ્રોલ રૂ. 104.67 અને ડીઝલ રૂ. 89.79 પ્રતિ લીટર

ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 95.35 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે પેટ્રોલની કિંમત 89.33 રૂપિયા પ્રતિ લીટર છે. દેશમાં સૌથી મોંઘુ ઇંધણ રાજસ્થાન શ્રીગંગાનગર માંછે જ્યાં પેટ્રોલ 116.34 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 100.53 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

 

ગુજરાતના ચાર મહાનગરોમાં પેટ્રોલ – ડીઝલના  રેટ આ મુજબ છે

City Petrol Diesel
Ahmedabad 95.13 89.12
Rajkot 94.89 88.89
Surat 94.98 88.99
Vadodara 94.78 88.76

 

દેશના મુખ્ય શહેરમાં પેટ્રોલ – ડીઝલના લેટેસ્ટ ભાવ જાણવા અહીં ક્લિક કરો

 

આ રીતે જાણો તમારા શહેરમાં પેટ્રોલ-ડીઝલની કિંમત

પેટ્રોલ-ડીઝલના છૂટક ભાવમાં દરરોજ સુધારો કરવામાં આવે છે અને તે પછી નવા ભાવ સવારે 6 વાગ્યે બહાર પાડવામાં આવે છે. તમે ઘરે બેઠા SMS દ્વારા જ તમારા નજીકના પેટ્રોલ પંપ પર પેટ્રોલ-ડીઝલની કિંમત જાણી શકો છો. ઇન્ડિયન ઓઇલ ગ્રાહકો RSP સાથે સિટી કોડ દાખલ કરીને તેમના મોબાઇલ પરથી 9224992249 પર સંદેશ મોકલો. તમને ઇન્ડિયન ઓઇલ (IOCL) ની સત્તાવાર વેબસાઇટ પર સિટી કોડ મળશે. મેસેજ મોકલ્યા બાદ તમને પેટ્રોલ અને ડીઝલની નવીનતમ કિંમત મોકલવામાં આવશે. એ જ રીતે બીપીસીએલ(BPCL) ગ્રાહકો તેમના મોબાઇલ પરથી આરએસપી લખીને 9223112222 પર એસએમએસ મોકલી શકે છે. HPCL ના ગ્રાહકો HPPrice અને 9222201122 લખીને SMS મોકલી શકે છે.

 

આ પણ વાંચો : Share Market : શેરબજારની તેજી વચ્ચે આજે આ શેર્સ કરાવી શકે છે લાભ, જાણો વિગતવાર

 

આ પણ વાંચો : આવકવેરા વિભાગે 1 એપ્રિલ 2021 થી 3 જાન્યુઆરી 2022 સુધીમાં 1.48 કરોડ કરદાતાઓને 1,50,407 કરોડ રૂપિયા રિફંડ આપ્યું, જાણો તમારું સ્ટેટ્સ

Next Article