Petrol Diesel Price Today :ક્રૂડ ઓઈલના ભાવમાં સતત બીજા દિવસે ઉછાળો, શું મોંઘા થશે પેટ્રોલ – ડીઝલ? જાણો આજનો ભાવ

|

Dec 25, 2021 | 7:57 AM

ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 95.35 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે પેટ્રોલની કિંમત 89.33 રૂપિયા પ્રતિ લીટર છે.

Petrol Diesel Price Today :ક્રૂડ ઓઈલના ભાવમાં સતત બીજા દિવસે ઉછાળો, શું મોંઘા થશે પેટ્રોલ - ડીઝલ? જાણો આજનો ભાવ
Petrol-Diesel Price Today

Follow us on

Petrol Diesel Price Today : દેશની મુખ્ય સરકારી ઓઈલ કંપનીઓએ 25 ડિસેમ્બર શનિવાર માટે પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ જાહેર કર્યા છે. જણાવી દઈએ કે આજે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયાને આજે 52 દિવસ થઈ ગયા છે. બીજી તરફ આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રૂડ ઓઈલના ભાવમાં વધઘટનો સિલસિલો યથાવત છે. બજારોમાં ક્યારેક ક્રૂડ ઓઈલમાં અચાનક તેજી તો ક્યારેક નરમાશ જોવા મળી રહી છે.

ક્રૂડ ઓઈલના ભાવમાં સતત વધઘટ થઈ રહી છે
આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં વધઘટનો સિલસિલો યથાવત છે. શુક્રવાર બાદ શનિવારે પણ કાચા તેલની કિંમતમાં વધારો જોવા મળી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની કિંમત 75 ડોલર પ્રતિ બેરલની નજીક પહોંચી ગઈ છે. આજે WTI ક્રૂડની કિંમત 73.79 ડોલર છે જે શુક્રવારના સમાન રેટ યથાવત છે. બીજી તરફ બ્રેન્ટ ક્રૂડના ભાવમાં વધારો જોવા મળ્યો છે. બ્રેન્ટ ક્રૂડની કિંમત ગઈકાલે 75.58 ડોલર સામે શુક્રવારે 76.14 ડોલર પર પહોંચી ગઈ છે.

 

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

દેશના ચાર મહાનગરોમાં પેટ્રોલ ડીઝલની કિંમત

  •  દિલ્હીમાં પેટ્રોલ રૂ. 95.41 અને ડીઝલ રૂ. 86.67 પ્રતિ લીટર
  •  મુંબઈમાં પેટ્રોલ રૂ. 109.98 અને ડીઝલ રૂ. 94.14 પ્રતિ લીટર
  •  ચેન્નાઈ પેટ્રોલ રૂ. 101.40 અને ડીઝલ રૂ. 91.43 પ્રતિ લીટર
  •  કોલકાતા પેટ્રોલ રૂ. 104.67 અને ડીઝલ રૂ. 89.79 પ્રતિ લીટર

ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 95.35 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે પેટ્રોલની કિંમત 89.33 રૂપિયા પ્રતિ લીટર છે. દેશમાં સૌથી મોંઘુ ઇંધણ રાજસ્થાન શ્રીગંગાનગર માંછે જ્યાં પેટ્રોલ 116.34 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 100.53 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે.

 

ગુજરાતના ચાર મહાનગરોમાં પેટ્રોલ – ડીઝલના  રેટ આ મુજબ છે

City Petrol Diesel
Ahmedabad 95.13 89.12
Rajkot 94.89 88.89
Surat 94.98 88.99
Vadodara 94.78 88.76

 

દેશના મુખ્ય શહેરમાં પેટ્રોલ – ડીઝલના લેટેસ્ટ ભાવ જાણવા અહીં ક્લિક કરો

 

આ રીતે જાણો તમારા શહેરમાં પેટ્રોલ-ડીઝલની કિંમત
પેટ્રોલ-ડીઝલના છૂટક ભાવમાં દરરોજ સુધારો કરવામાં આવે છે અને તે પછી નવા ભાવ સવારે 6 વાગ્યે બહાર પાડવામાં આવે છે. તમે ઘરે બેઠા SMS દ્વારા જ તમારા નજીકના પેટ્રોલ પંપ પર પેટ્રોલ-ડીઝલની કિંમત જાણી શકો છો. ઇન્ડિયન ઓઇલ ગ્રાહકો RSP સાથે સિટી કોડ દાખલ કરીને તેમના મોબાઇલ પરથી 9224992249 પર સંદેશ મોકલો. તમને ઇન્ડિયન ઓઇલ (IOCL) ની સત્તાવાર વેબસાઇટ પર સિટી કોડ મળશે. મેસેજ મોકલ્યા બાદ તમને પેટ્રોલ અને ડીઝલની નવીનતમ કિંમત મોકલવામાં આવશે. એ જ રીતે બીપીસીએલ(BPCL) ગ્રાહકો તેમના મોબાઇલ પરથી આરએસપી લખીને 9223112222 પર એસએમએસ મોકલી શકે છે. HPCL ના ગ્રાહકો HPPrice અને 9222201122 લખીને SMS મોકલી શકે છે.

 

આ પણ વાંચો :  શું વીમા કંપનીઓને પણ કોરોનાની ત્રીજી લહેરનો ભય? એક વર્ષ માં બીજી વાર મોંઘો થશે ઇન્શ્યોરન્સ

 

આ પણ વાંચો :  Second Hand Vehicle ના વેચાણમાં થઇ રહ્યો છે નોંધપાત્ર વધારો, જાણો શું છે કારણ?

Published On - 7:56 am, Sat, 25 December 21

Next Article