Petrol Diesel Price Today : આગામી વર્ષમાં ક્રૂડ ઓઈલના ભાવ 100 ડોલર સુધી પહોંચવાનું અનુમાન, જાણો આજે શું છે 1 લીટર પેટ્રોલ – ડીઝલની કિંમત

|

Dec 27, 2021 | 8:06 AM

ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 95.35 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે પેટ્રોલની કિંમત 89.33 રૂપિયા પ્રતિ લીટર છે.

Petrol Diesel Price Today : આગામી વર્ષમાં ક્રૂડ ઓઈલના ભાવ 100 ડોલર સુધી પહોંચવાનું અનુમાન, જાણો આજે શું છે 1 લીટર પેટ્રોલ - ડીઝલની કિંમત
Petrol Diesel Price Today

Follow us on

Petrol Diesel Price Today : આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં વધઘટ વચ્ચે દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ જાહેર કરવામાં આવ્યા છે. સરકારી ઓઈલ કંપનીઓ ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન (IOC), હિન્દુસ્તાન પેટ્રોલિયમ (HPCL) અને ભારત પેટ્રોલિયમ (BPCL) એ આજે સોમવારે પેટ્રોલ અને ડીઝલના નવા દર જાહેર કર્યા છે. ઓઈલ કંપનીઓએ આજે ​​ઈંધણના ભાવમાં કોઈ ફેરફાર કર્યો નથી. રાજધાની દિલ્હીમાં આજે પેટ્રોલની કિંમત 95.41 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમત 86.67 રૂપિયા પ્રતિ લીટર છે. આંતરરાષ્ટ્રીય બજારમાં આજે ક્રૂડ ઓઈલની કિંમતોમાં વધઘટ યથાવત રહી છે. WTI ક્રૂડના ભાવ 0.72 ટકા ઘટીને પ્રતિ બેરલ 73.26 ડોલર પર ટ્રેડ કરી રહ્યાં છે. જોકે, બ્રેન્ટ ક્રૂડની કિંમત 0.41 ટકા વધીને 76.45 ડોલર પ્રતિ બેરલ થઈ ગઈ છે.

દરરોજ સવારે 6 વાગ્યે નવા રેટ જાહેર થાય છે
ઓઈલ કંપનીઓ છેલ્લા 15 દિવસના આંતરરાષ્ટ્રીય બજારમાં બેન્ચમાર્ક ઈંધણની સરેરાશ કિંમત અને વિદેશી વિનિમય દરોના આધારે દરરોજ પેટ્રોલ અને ડીઝલના રેટ જાહેર કરે છે. ઈન્ડિયન ઓઈલ જેવી ઓઈલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા પેટ્રોલ અને ડીઝલના ભાવોની દૈનિક ધોરણે સમીક્ષા કરવામાં આવે છે અને કોઈપણ સુધારાને સવારે 6 વાગ્યાથી અમલમાં મૂકવામાં આવે છે.

2022માં ક્રૂડ 100 ડોલરને પાર કરી શકે છે
મોર્ગન સ્ટેનલીએ અનુમાન આપ્યા છે કે ક્રૂડ ઓઈલમાં વધુ વધારાની અપેક્ષા છે અને વર્ષ 2022માં બ્રેન્ટ ક્રૂડ પ્રતિ બેરલ 90 ડોલરના સ્તરને પાર કરશે, મોર્ગન સ્ટેનલીના જણાવ્યા અનુસાર ક્રૂડ ઓઈલની માંગમાં સતત વધારો થઈ રહ્યો છે. પરંતુ માંગ પ્રમાણે ઉત્પાદન વધશે તેવા કોઈ સંકેત નથી તેથી તેલમી કિંમતોમાં વધારો ચાલુ રહેવાની પૂરેપૂરી શક્યતા છે. ગોલ્ડમેને પણ આવો જ અંદાજ જારી કર્યો છે જો કે તેનો અંદાજ આના કરતા પણ ઘણો વધારે હતો. ગોલ્ડમેનના જણાવ્યા અનુસાર વર્ષ 2022માં ક્રૂડ ઓઈલની માંગ નવા રેકોર્ડ સ્તરે પહોંચી શકે છે જેના કારણે બ્રેન્ટના ભાવ પ્રતિ બેરલ ૧૦૦ ડોલરને પાર કરી જશે.

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

 

દેશના ચાર મહાનગરોમાં પેટ્રોલ ડીઝલની કિંમત

  •  દિલ્હીમાં પેટ્રોલ રૂ. 95.41 અને ડીઝલ રૂ. 86.67 પ્રતિ લીટર
  •  મુંબઈમાં પેટ્રોલ રૂ. 109.98 અને ડીઝલ રૂ. 94.14 પ્રતિ લીટર
  •  ચેન્નાઈ પેટ્રોલ રૂ. 101.40 અને ડીઝલ રૂ. 91.43 પ્રતિ લીટર
  •  કોલકાતા પેટ્રોલ રૂ. 104.67 અને ડીઝલ રૂ. 89.79 પ્રતિ લીટર

ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 95.35 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે પેટ્રોલની કિંમત 89.33 રૂપિયા પ્રતિ લીટર છે. દેશમાં સૌથી મોંઘુ ઇંધણ રાજસ્થાન શ્રીગંગાનગર માંછે જ્યાં પેટ્રોલ 116.34 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 100.53 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે.

 

ગુજરાતના ચાર મહાનગરોમાં પેટ્રોલ – ડીઝલના  રેટ આ મુજબ છે

City Petrol Diesel
Ahmedabad 95.13 89.12
Rajkot 94.89 88.89
Surat 94.98 88.99
Vadodara 94.78 88.76

 

દેશના મુખ્ય શહેરમાં પેટ્રોલ – ડીઝલના લેટેસ્ટ ભાવ જાણવા અહીં ક્લિક કરો

 

આ રીતે જાણો તમારા શહેરમાં પેટ્રોલ-ડીઝલની કિંમત
પેટ્રોલ-ડીઝલના છૂટક ભાવમાં દરરોજ સુધારો કરવામાં આવે છે અને તે પછી નવા ભાવ સવારે 6 વાગ્યે બહાર પાડવામાં આવે છે. તમે ઘરે બેઠા SMS દ્વારા જ તમારા નજીકના પેટ્રોલ પંપ પર પેટ્રોલ-ડીઝલની કિંમત જાણી શકો છો. ઇન્ડિયન ઓઇલ ગ્રાહકો RSP સાથે સિટી કોડ દાખલ કરીને તેમના મોબાઇલ પરથી 9224992249 પર સંદેશ મોકલો. તમને ઇન્ડિયન ઓઇલ (IOCL) ની સત્તાવાર વેબસાઇટ પર સિટી કોડ મળશે. મેસેજ મોકલ્યા બાદ તમને પેટ્રોલ અને ડીઝલની નવીનતમ કિંમત મોકલવામાં આવશે. એ જ રીતે બીપીસીએલ(BPCL) ગ્રાહકો તેમના મોબાઇલ પરથી આરએસપી લખીને 9223112222 પર એસએમએસ મોકલી શકે છે. HPCL ના ગ્રાહકો HPPrice અને 9222201122 લખીને SMS મોકલી શકે છે.

 

આ પણ વાંચો :  ITR Filing : FY 2020-21 માટે 4.43 કરોડ IT રિટર્ન ફાઈલ થયા, વહેલી તકે આ સરળ સ્ટેપ્સ અનુસરી તમારું રિટર્ન ફાઈલ કરો

 

આ પણ વાંચો :  આ કંપનીએ તેના કર્મચારીઓને આપી ચીમકી! Cryptocurrency નું રોકાણ જાહેર કરો નહીંતર પેનલ્ટી માટે તૈયાર રહો, જાણો શું છે મામલો

Next Article