Petrol Diesel Price Today: ક્રૂડના ભાવ વધારા ઉપર લાગી બ્રેક, જાણો તમારા શહેરના 1 લીટર ઇંધણના આજના ભાવ

|

Dec 10, 2021 | 8:01 AM

ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 95.35 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે પેટ્રોલની કિંમત 89.33 રૂપિયા પ્રતિ લીટર છે.

Petrol Diesel Price Today: ક્રૂડના ભાવ વધારા ઉપર લાગી બ્રેક, જાણો તમારા શહેરના 1 લીટર ઇંધણના આજના ભાવ
Petrol and diesel Price today

Follow us on

Petrol Diesel Price Today:દેશની મોટી ઓઈલ કંપનીઓ IOCL, BPCL અને HPCLએ શુક્રવાર 10 ડિસેમ્બર માટે પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ જાહેર કર્યા છે. આજે પણ ઈંધણના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. આજે સતત 37મો દિવસ છે જ્યારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. તમને જણાવી દઈએ કે આંતરરાષ્ટ્રીય બજારોમાં સતત કેટલાય દિવસોના ઉછાળા બાદ ફરી એકવાર કાચા તેલની કિંમતોમાં નરમાશ જોવા મળી રહી છે.

ક્રૂડ ઓઈલના ભાવ વધારા ઉપર લાગી બ્રેક
આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની કિંમત ફરી એકવાર પ્રતિ બેરલ 70 ડોલરની આસપાસ પહોંચી ગઈ છે. oilprice.com મુજબ WTI ક્રૂડની કિંમત 72 ડોલર થી ઘટીને 70 ડોલર સુધી પહોંચી છે. બ્રેન્ટ ક્રૂડની કિંમત 76 થી ઘટીને 74 ડોલર પર આવી ગઈ છે. તમને જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા જ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની કિંમત પ્રતિ બેરલ 70 ડોલરની નીચે પહોંચી ગઈ હતી. પરંતુ જલદી જ ભાવમાં ઉછાળો આવવા લાગ્યો હતો. થોડા દિવસો સુધી તેની ગતિ જાળવી રાખી પરંતુ, કિંમતો ફરી એકવાર સુસ્ત જોવા મળી રહી છે.

દરરોજ સવારે 6 વાગ્યે રેટ બદલાય છે
તમને જણાવી દઈએ કે પેટ્રોલ અને ડીઝલના ભાવ દરરોજ સવારે છ વાગ્યે બદલાય છે. નવા દરો સવારે 6 વાગ્યાથી લાગુ થશે. પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં એક્સાઈઝ ડ્યુટી, ડીલર કમિશન અને અન્ય વસ્તુઓ ઉમેર્યા બાદ તેની કિંમત લગભગ બમણી થઈ જાય છે.

આજનું રાશિફળ તારીખ : 18-12-2024
સંજુ સેમસનને ટીમમાંથી બહાર કરવામાં આવ્યો
પાકિસ્તાનમાં કેટલા છે હિન્દુ મંદિરો, કોણ રાખે છે તેની સંભાળ ?
ગુજરાતી સિંગર કૈરવી બુચે ડોક્ટર સાથે લગ્ન કર્યા, જુઓ ફોટો
Plant Tips : જાણો છોડને ક્યું ખાતર ક્યારે અને કેટલા દિવસમાં આપવું જોઈએ ?
રોડ પર બનાવવામાં આવેલા સફેદ અને પીળા પટ્ટા શું સૂચવે છે?

 

દેશના ચાર મહાનગરોમાં પેટ્રોલ ડીઝલની કિંમત

  •  દિલ્હીમાં પેટ્રોલ રૂ. 95.41 અને ડીઝલ રૂ. 86.67 પ્રતિ લીટર
  •  મુંબઈમાં પેટ્રોલ રૂ. 109.98 અને ડીઝલ રૂ. 94.14 પ્રતિ લીટર
  •  ચેન્નાઈ પેટ્રોલ રૂ. 101.40 અને ડીઝલ રૂ. 91.43 પ્રતિ લીટર
  •  કોલકાતા પેટ્રોલ રૂ. 104.67 અને ડીઝલ રૂ. 89.79 પ્રતિ લીટર

ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 95.35 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે પેટ્રોલની કિંમત 89.33 રૂપિયા પ્રતિ લીટર છે. દેશમાં સૌથી મોંઘુ ઇંધણ રાજસ્થાન શ્રીગંગાનગર માંછે જ્યાં પેટ્રોલ 116.34 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 100.53 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે.

 

ગુજરાતના ચાર મહાનગરોમાં પેટ્રોલ – ડીઝલના  રેટ આ મુજબ છે

City Petrol Diesel
Ahmedabad 95.13 89.12
Rajkot 94.89 88.89
Surat 94.98 88.99
Vadodara 94.78 88.76

 

દેશના મુખ્ય શહેરમાં પેટ્રોલ – ડીઝલના લેટેસ્ટ ભાવ જાણવા અહીં ક્લિક કરો

 

આ રીતે જાણો તમારા શહેરમાં પેટ્રોલ-ડીઝલની કિંમત
પેટ્રોલ-ડીઝલના છૂટક ભાવમાં દરરોજ સુધારો કરવામાં આવે છે અને તે પછી નવા ભાવ સવારે 6 વાગ્યે બહાર પાડવામાં આવે છે. તમે ઘરે બેઠા SMS દ્વારા જ તમારા નજીકના પેટ્રોલ પંપ પર પેટ્રોલ-ડીઝલની કિંમત જાણી શકો છો. ઇન્ડિયન ઓઇલ ગ્રાહકો RSP સાથે સિટી કોડ દાખલ કરીને તેમના મોબાઇલ પરથી 9224992249 પર સંદેશ મોકલો. તમને ઇન્ડિયન ઓઇલ (IOCL) ની સત્તાવાર વેબસાઇટ પર સિટી કોડ મળશે. મેસેજ મોકલ્યા બાદ તમને પેટ્રોલ અને ડીઝલની નવીનતમ કિંમત મોકલવામાં આવશે. એ જ રીતે બીપીસીએલ(BPCL) ગ્રાહકો તેમના મોબાઇલ પરથી આરએસપી લખીને 9223112222 પર એસએમએસ મોકલી શકે છે. HPCL ના ગ્રાહકો HPPrice અને 9222201122 લખીને SMS મોકલી શકે છે.

ફ્યુલ પર ટેક્સ
પેટ્રોલના લિટર દીઠ રૂ. 1.40 બેઝિક એક્સાઇઝ ડ્યુટી, રૂ. 11 વધારાની એક્સાઇઝ ડ્યુટી, રૂ. 13 રોડ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેસ, અને રૂ. 2.5 કૃષિ અને વિકાસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેસ તરીકે વસૂલવામાં આવે છે. ટેક્સની સંપૂર્ણ રકમ રૂ. 27.90 છે જ્યારે ડીઝલ માટે રૂ 1.80 બેઝિક એક્સાઇઝ ડ્યુટી, રૂ. 8 વિશેષ એક્સાઇઝ ડ્યુટી, રૂ. 8 રોડ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેસ, રૂ. 4 કૃષિ અને વિકાસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેસ મળી કુલ રૂ. 21.80 ટેક્સ વસૂલાય છે.

 

આ પણ વાંચો :  PAN – Aadhaar linking : પાન અને આધારને લિંક કરવાની છેલ્લી તારીખ નજીક આવી રહી છે, આ રીતે ઘરેબેઠા લિંકિંગની પ્રક્રિયા પૂર્ણ કરો

 

આ પણ વાંચો : SBI આપી રહી છે PERSONAL LOAN ઉપર વિશેષ ડિસ્કાઉન્ટ! માત્ર 4 ક્લિકથી ખાતામાં આવી જશે પૈસા

Published On - 8:00 am, Fri, 10 December 21

Next Article