આ મહિને પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઉછાળો આવવાની સંભાવના વચ્ચે આજે (સોમવાર), માર્ચ 7, 2022ના રોજ રાષ્ટ્રીય બજારમાં તેલના ભાવ સ્થિર છે. નિષ્ણાંતોનું અનુમાન છે કે ક્રૂડ ઓઈલના ભાવમાં (Crude Oil Price) વધારાને કારણે હવે પેટ્રોલ અને ડીઝલના ભાવ વધુ સમય સુધી સ્થિર નહીં રહે. ઉત્તર પ્રદેશ સહિત દેશના પાંચ રાજ્યોમાં ચાલી રહેલી વિધાનસભાની ચૂંટણી બાદ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ધરખમ વધારો થઈ શકે છે. જણાવી દઈએ કે, ભારતીય બજારમાં દિવાળી એટલે કે નવેમ્બર 2021થી સ્થિર રહેલા પેટ્રોલ અને ડીઝલના ભાવ પર યુક્રેન અને રશિયા વચ્ચેના તણાવ દરમિયાન આકાશને આંબી રહેલા ક્રુડ ઓઈલના ભાવની અસર થઈ શકે છે. યુક્રેન અને રશિયામાં યુદ્ધની સ્થિતિ વચ્ચે, આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવ 130 અમેરિકી ડોલરને પાર કરી ગયા છે.
ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 95.35 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે પેટ્રોલની કિંમત 89.33 રૂપિયા પ્રતિ લીટર છે. દેશમાં સૌથી મોંઘુ ઇંધણ રાજસ્થાન શ્રીગંગાનગર માંછે જ્યાં પેટ્રોલ 116.34 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 100.53 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે.
City | Petrol | Diesel |
Ahmedabad | 95.13 | 89.12 |
Rajkot | 94.89 | 88.89 |
Surat | 94.98 | 88.99 |
Vadodara | 94.78 | 88.76 |
આંતરરાષ્ટ્રીય સ્તરે કાચા તેલના ભાવમાં જબરદસ્ત વધારો થવા છતાં સ્થાનિક બજારમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. ભારતીય પેટ્રોલિયમ માર્કેટિંગ કંપની ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (IOCL) ના નવીનતમ અપડેટ અનુસાર, દેશની રાજધાની દિલ્હીમાં 7 માર્ચ 2022 ના રોજ પણ, પેટ્રોલ 95.41 રૂપિયા પ્રતિ લિટર જ્યારે ડીઝલ 86.67 રૂપિયા પ્રતિ લિટર પર યથાવત છે. તમને જણાવી દઈએ કે ગયા વર્ષે નવેમ્બરની શરૂઆતમાં જ્યારે પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં વધારો અટકાવવામાં આવ્યો હતો, ત્યારે ક્રૂડ ઓઈલની સરેરાશ કિંમત પ્રતિ બેરલ 81.5 ડોલર હતી.
પેટ્રોલ-ડીઝલના છૂટક ભાવમાં દરરોજ સુધારો કરવામાં આવે છે અને તે પછી નવા ભાવ સવારે 6 વાગ્યે બહાર પાડવામાં આવે છે. તમે ઘરે બેઠા SMS દ્વારા જ તમારા નજીકના પેટ્રોલ પંપ પર પેટ્રોલ-ડીઝલની કિંમત જાણી શકો છો. ઇન્ડિયન ઓઇલ ગ્રાહકો RSP સાથે સિટી કોડ દાખલ કરીને તેમના મોબાઇલ પરથી 9224992249 પર સંદેશ મોકલો. તમને ઇન્ડિયન ઓઇલ (IOCL) ની સત્તાવાર વેબસાઇટ પર સિટી કોડ મળશે. મેસેજ મોકલ્યા બાદ તમને પેટ્રોલ અને ડીઝલની નવીનતમ કિંમત મોકલવામાં આવશે. એ જ રીતે બીપીસીએલ(BPCL) ગ્રાહકો તેમના મોબાઇલ પરથી આરએસપી લખીને 9223112222 પર એસએમએસ મોકલી શકે છે. HPCL ના ગ્રાહકો HPPrice અને 9222201122 લખીને SMS મોકલી શકે છે.
આ પણ વાંચો : આ સરકારી યોજનામાં મળી રહ્યું છે સૌથી વધુ વ્યાજ, ટેક્સમાં છૂટનો પણ મળશે લાભ
Published On - 9:54 am, Mon, 7 March 22