Petrol-Diesel Price Today : આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઇલના ભાવ સતત વધી રહ્યા છે. સતત ૪ દિવસ ઇંધણના ભાવમાં વધારો ઝીકાય બાદ આજે 29 સપ્ટેમ્બરે સ્થાનિક બજારમાં પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવથી આમ આદમીને રાહત મળી છે. દેશની સૌથી મોટી સરકારી કંપની IOCL એ બુધવારે કિંમતોમાં વધારો કર્યો નથી. કંપનીની વેબસાઇટ પર આપવામાં આવેલા રેટ અનુસાર દિલ્હીમાં પેટ્રોલની કિંમત 101.39 રૂપિયા છે જ્યારે ડીઝલની કિંમત 89.57 રૂપિયા પ્રતિ લીટર છે. મુંબઈમાં પેટ્રોલની કિંમત 107.47 રૂપિયા અને ડીઝલની કિંમત 97.21 રૂપિયા પ્રતિ લીટર છે. કોલકાતામાં પેટ્રોલની કિંમત 101.87 રૂપિયા છે જ્યારે ડીઝલની કિંમત 92.67 રૂપિયા પ્રતિ લીટર છે. તે જ સમયે, ચેન્નઈમાં પેટ્રોલ 99.15 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 94.17 રૂપિયા પ્રતિ લિટર છે.
વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલ મોંઘુ કેમ થઈ રહ્યું છે?
ન્યૂઝ એજન્સી રોઇટર્સના જણાવ્યા અનુસાર આંતરરાષ્ટ્રીય સ્તરે બ્રેન્ટ ક્રૂડની કિંમત 80 ડોલર પ્રતિ બેરલને પાર કરી ગઇ છે. ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો થવાનું મુખ્ય કારણ માંગમાં વધારો છે. આ વર્ષે અત્યાર સુધી ક્રૂડ ઓઇલના ભાવમાં 100 ટકાનો વધારો થયો છે. નવેમ્બર 2020 માં ક્રૂડ ઓઇલની કિંમત 40 ડોલર પ્રતિ બેરલ હતી. જે હવે 80 ડોલર પ્રતિ બેરલ છે.
ગુડ રીટર્નસ વેબસાઈટ અનુસાર ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) અમદાવાદમાં એક લીટર ડીઝલ 96.53 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે પેટ્રોલની કિંમત 98.25 રૂપિયા પ્રતિ લીટર છે.
દેશના ચાર મહાનગરોમાં પેટ્રોલ – ડીઝલના લેટેસ્ટ રેટ આ મુજબ છે
City | Petrol | Diesel |
Delhi | 101.39 | 89.57 |
Mumbai | 107.47 | 97.21 |
Chennai | 99.15 | 94.17 |
Kolkata | 101.87 | 92.67 |
દેશના મુખ્ય શહેરમાં પેટ્રોલ – ડીઝલના લેટેસ્ટ ભાવ જાણવા અહીં ક્લિક કરો
કઇ રીતે નક્કી થાય છે ઇંધણના નવા રેટ?
પેટ્રોલ અને ડીઝલના ભાવમાં દરરોજ સવારે 6 વાગ્યે ફેરફાર થાય છે. નવા દર સવારે 6 વાગ્યાથી લાગુ પડે છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક્સાઈઝ ડ્યુટી, ડીલર કમિશન અને અન્ય ખર્ચ ઉમેર્યા પછી તેની કિંમત લગભગ બમણી થઈ જાય છે. વિદેશી મુદ્રા દરની સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ ના આધારે પેટ્રોલ અને ડીઝલના ભાવ બદલાય છે.
તમારા શહેરમાં પેટ્રોલ-ડીઝલની કિંમત આ રીતે જાણો
પેટ્રોલ-ડીઝલના છૂટક ભાવમાં દરરોજ સુધારો કરવામાં આવે છે અને તે પછી નવા ભાવ સવારે 6 વાગ્યે બહાર પાડવામાં આવે છે. તમે ઘરે બેઠા SMS દ્વારા જ તમારા નજીકના પેટ્રોલ પંપ પર પેટ્રોલ-ડીઝલની કિંમત જાણી શકો છો. ઇન્ડિયન ઓઇલ ગ્રાહકો RSP સાથે સિટી કોડ દાખલ કરીને તેમના મોબાઇલ પરથી 9224992249 પર સંદેશ મોકલો. તમને ઇન્ડિયન ઓઇલ (IOCL) ની સત્તાવાર વેબસાઇટ પર સિટી કોડ મળશે. મેસેજ મોકલ્યા બાદ તમને પેટ્રોલ અને ડીઝલની નવીનતમ કિંમત મોકલવામાં આવશે. એ જ રીતે બીપીસીએલ(BPCL) ગ્રાહકો તેમના મોબાઇલ પરથી આરએસપી લખીને 9223112222 પર એસએમએસ મોકલી શકે છે. HPCL ના ગ્રાહકો HPPrice અને 9222201122 લખીને SMS મોકલી શકે છે. છૂટક ઇંધણના ભાવ નવા રેકોર્ડ સ્તરે પહોંચી ગયા છે. એ શહેરોની સંખ્યા સતત વધી રહી છે જ્યાં પેટ્રોલ 100 રૂપિયા પ્રતિ લિટરથી વધુ કિંમતે વેચાય છે.
આ પણ વાંચો : INDIA POST ATM CHARGES : 1 ઓક્ટોબરથી ATM કાર્ડ પર ચાર્જમાં ફેરફાર થશે, જાણો નવા રેટ
આ પણ વાંચો : IPO : આ કંપની 3 દિવસ માટે આપી રહી છે રોકાણ માટેની તક, જાણો કંપની અને તેની યોજનાઓ વિશે વિગતવાર