Petrol Diesel Price Today :સરકારી ઓઈલ કંપનીઓ (IOCL) એ સોમવારે પેટ્રોલ ડીઝલના નવા દર જાહેર કર્યા છે. આજે પણ ભાવમાં કોઈ વધારો થયો નથી. ગયા મહિને પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો થયા બાદ આ મહિને ભાવ સ્થિર રહ્યા છે. આજે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પેટ્રોલની કિંમત 103.97 રૂપિયા પ્રતિ લીટર છે, જ્યારે ડીઝલ 86.67 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યું છે.
ભારતે માંગ કરી છે કે OPEC અને તેના સહયોગી દેશોએ 5 મિલિયન બેરલની વધારાની ક્ષમતા સાથે તેલ બજારમાં લાવવું જોઈએ જેથી કિંમતો પર અંકુશ લાવી શકાય. 2021માં આંતરરાષ્ટ્રીય ક્રૂડના ભાવમાં 60 ટકાનો વધારો થયો છે. આયાત કરતા દેશોને પોષણક્ષમ ભાવે ઇંધણ પૂરું પાડવાની જવાબદારી આ દેશોની છે. કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરીએ સાઉદી અરેબિયા, યુએઈ, કુવૈત અને રશિયાના પેટ્રોલિયમ મંત્રીઓ સાથે પણ મુલાકાત કરી હતી.
દેશના ચાર મહાનગરોમાં પેટ્રોલ ડીઝલની કિંમત
ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 95.35 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે પેટ્રોલની કિંમત 89.33 રૂપિયા પ્રતિ લીટર છે. દેશમાં સૌથી મોંઘુ ઇંધણ રાજસ્થાન શ્રીગંગાનગર માંછે જ્યાં પેટ્રોલ 116.34 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 100.53 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે.
ગુજરાતના ચાર મહાનગરોમાં પેટ્રોલ – ડીઝલના રેટ આ મુજબ છે
City | Petrol | Diesel |
Ahmedabad | 95.13 | 89.12 |
Rajkot | 94.89 | 88.89 |
Surat | 94.98 | 88.99 |
Vadodara | 94.78 | 88.76 |
દેશના મુખ્ય શહેરમાં પેટ્રોલ – ડીઝલના લેટેસ્ટ ભાવ જાણવા અહીં ક્લિક કરો
આ રીતે જાણો તમારા શહેરમાં પેટ્રોલ-ડીઝલની કિંમત
પેટ્રોલ-ડીઝલના છૂટક ભાવમાં દરરોજ સુધારો કરવામાં આવે છે અને તે પછી નવા ભાવ સવારે 6 વાગ્યે બહાર પાડવામાં આવે છે. તમે ઘરે બેઠા SMS દ્વારા જ તમારા નજીકના પેટ્રોલ પંપ પર પેટ્રોલ-ડીઝલની કિંમત જાણી શકો છો. ઇન્ડિયન ઓઇલ ગ્રાહકો RSP સાથે સિટી કોડ દાખલ કરીને તેમના મોબાઇલ પરથી 9224992249 પર સંદેશ મોકલો. તમને ઇન્ડિયન ઓઇલ (IOCL) ની સત્તાવાર વેબસાઇટ પર સિટી કોડ મળશે. મેસેજ મોકલ્યા બાદ તમને પેટ્રોલ અને ડીઝલની નવીનતમ કિંમત મોકલવામાં આવશે. એ જ રીતે બીપીસીએલ(BPCL) ગ્રાહકો તેમના મોબાઇલ પરથી આરએસપી લખીને 9223112222 પર એસએમએસ મોકલી શકે છે. HPCL ના ગ્રાહકો HPPrice અને 9222201122 લખીને SMS મોકલી શકે છે.
આ પણ વાંચો : Tarsons IPO Allotment Status: આ રીતે જાણો તમારા ખાતામાં શેર જમા થશે કે પૈસા? કેવું છે કંપનીનું GMP?
આ પણ વાંચો : Share Market : ગત સપ્તાહે 2% તૂટ્યા બાદ ચાલુ સપ્તાહે કેવી રહેશે બજારની ચાલ? જાણો નિષ્ણાતોનો અભિપ્રાય