Petrol Diesel Price Today : આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રૂડ ઓઈલના ભાવમાં સતત વધારા વચ્ચે 20 જાન્યુઆરી, ગુરુવારે ભારતમાં પેટ્રોલ અને ડીઝલની નવી કિંમતો જાહેર કરવામાં આવી છે. જણાવી દઈએ કે આજે પણ દેશભરમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં કોઈ ફેરફાર થયો નથી. દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ 78 દિવસથી સ્થિર છે. એટલે કે દેશમાં ઈંધણના ભાવમાં કોઈપણ પ્રકારની વધઘટ થયાને 78 દિવસ થઈ ગયા છે. બીજી તરફ આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. બુધવાર, 19 જાન્યુઆરીએ કાચા તેલની કિંમત 89 ડૉલર પર પહોંચી ગઈ હતી, પરંતુ આજે, ગુરુવાર, 20 જાન્યુઆરીએ કાચા તેલના ભાવમાં થોડી મંદી જોવા મળી છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતોમાં જોરદાર વધારો જોવા મળી રહ્યો છે. ક્રૂડ ઓઈલની કિંમત જે ડિસેમ્બર 2021ના પહેલા સપ્તાહમાં 69 ડોલર પર પહોંચી ગઈ હતી તે જાન્યુઆરી 2022ના ત્રીજા સપ્તાહમાં 20 ડોલર વધીને 89 ડોલર થઈ ગઈ હતી.જોકે, ગુરુવારે ક્રૂડ ઓઈલના ભાવમાં થોડી મંદી જોવા મળી રહી છે. હા, બુધવારની સરખામણીએ ગુરુવારે ક્રૂડ ઓઈલની કિંમતો ધીમી પડી રહી છે. oilprice.com અનુસાર, WTI ક્રૂડની કિંમત ગુરુવારે 0.53 ટકા ઘટીને 86.50 ડૉલર થઈ ગઈ છે. બુધવારે તે 87.04 ડોલર પર પહોંચ્યો હતો. બીજી તરફ, બ્રેન્ટ ક્રૂડના ભાવ આજે 0.62 ટકા ઘટીને 87.95 ડોલર થયા છે. બુધવારે બ્રેન્ટ ક્રૂડનો ભાવ 88.99 ડોલર પર પહોંચ્યો હતો.
ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 95.35 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે પેટ્રોલની કિંમત 89.33 રૂપિયા પ્રતિ લીટર છે. દેશમાં સૌથી મોંઘુ ઇંધણ રાજસ્થાન શ્રીગંગાનગર માંછે જ્યાં પેટ્રોલ 116.34 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 100.53 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે.
City | Petrol | Diesel |
Ahmedabad | 95.13 | 89.12 |
Rajkot | 94.89 | 88.89 |
Surat | 94.98 | 88.99 |
Vadodara | 94.78 | 88.76 |
પેટ્રોલ-ડીઝલના છૂટક ભાવમાં દરરોજ સુધારો કરવામાં આવે છે અને તે પછી નવા ભાવ સવારે 6 વાગ્યે બહાર પાડવામાં આવે છે. તમે ઘરે બેઠા SMS દ્વારા જ તમારા નજીકના પેટ્રોલ પંપ પર પેટ્રોલ-ડીઝલની કિંમત જાણી શકો છો. ઇન્ડિયન ઓઇલ ગ્રાહકો RSP સાથે સિટી કોડ દાખલ કરીને તેમના મોબાઇલ પરથી 9224992249 પર સંદેશ મોકલો. તમને ઇન્ડિયન ઓઇલ (IOCL) ની સત્તાવાર વેબસાઇટ પર સિટી કોડ મળશે. મેસેજ મોકલ્યા બાદ તમને પેટ્રોલ અને ડીઝલની નવીનતમ કિંમત મોકલવામાં આવશે. એ જ રીતે બીપીસીએલ(BPCL) ગ્રાહકો તેમના મોબાઇલ પરથી આરએસપી લખીને 9223112222 પર એસએમએસ મોકલી શકે છે. HPCL ના ગ્રાહકો HPPrice અને 9222201122 લખીને SMS મોકલી શકે છે.
આ પણ વાંચો : Paytm All Time Low : 1000 રૂપિયાથી પણ નીચે પટકાયો સ્ટોક, જાણો શું છે નિષ્ણાતોનો અભિપ્રાય
આ પણ વાંચો : આધારને લઈને મોટા સમાચાર, ખુલ્લા બજારમાંથી પ્રિન્ટ કરાવેલા Aadhaar Smart Card માન્ય નહી, UIDAIએ આપી મહત્વની જાણકારી