Petrol Diesel Price Today : ક્રૂડ ઓઈલની કિંમતમાં ઉછાળા વચ્ચે જાણો આજના પેટ્રોલ – ડીઝલના ભાવ

|

Jan 11, 2022 | 8:56 AM

ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 95.35 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે પેટ્રોલની કિંમત 89.33 રૂપિયા પ્રતિ લીટર છે.

Petrol Diesel Price Today : ક્રૂડ ઓઈલની કિંમતમાં ઉછાળા વચ્ચે જાણો આજના પેટ્રોલ - ડીઝલના ભાવ
Petrol Diesel Price Today

Follow us on

આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રૂડ ઓઈલની કિંમતો વધી રહી છે. ફરી એકવાર ઉછાળાના પગલે ક્રૂડ ઓઈલની કિંમત 81 ડોલર પ્રતિ બેરલને પાર પહોંચી ગઈ છે. મંગળવારના વેપારમાં બ્રેન્ટ ક્રૂડ 0.31 ટકા વધીને 81.12 ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગયું છે. WTI ક્રૂડ 0.43 ટકા વધીને 78.57 ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગયું છે. ક્રૂડ ઓઈલના ભાવમાં તેજી વચ્ચે દેશમાં પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ જાહેર કરવામાં આવ્યા છે. સરકારી ઓઈલ કંપનીઓએ આજે 11 જાન્યુઆરી મંગળવાર માટે પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કર્યો નથી.

ઉલ્લેખનીય છે કે દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 69 દિવસમાં કોઈ ફેરફાર થયો નથી. સરકારે ગયા વર્ષે દિવાળી દરમિયાન પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઈઝ ડ્યૂટીમાં રૂ. 5 અને 10નો ઘટાડો કર્યો હતો. આ પછી તેલના ભાવમાં ઘટાડો નોંધાયો હતો.

 

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

દેશના ચાર મહાનગરોમાં પેટ્રોલ ડીઝલની કિંમત

  •  દિલ્હીમાં પેટ્રોલ રૂ. 95.41 અને ડીઝલ રૂ. 86.67 પ્રતિ લીટર
  •  મુંબઈમાં પેટ્રોલ રૂ. 109.98 અને ડીઝલ રૂ. 94.14 પ્રતિ લીટર
  •  ચેન્નાઈ પેટ્રોલ રૂ. 101.40 અને ડીઝલ રૂ. 91.43 પ્રતિ લીટર
  •  કોલકાતા પેટ્રોલ રૂ. 104.67 અને ડીઝલ રૂ. 89.79 પ્રતિ લીટર

ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 95.35 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે પેટ્રોલની કિંમત 89.33 રૂપિયા પ્રતિ લીટર છે. દેશમાં સૌથી મોંઘુ ઇંધણ રાજસ્થાન શ્રીગંગાનગર માંછે જ્યાં પેટ્રોલ 116.34 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 100.53 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે.

ગુજરાતના ચાર મહાનગરોમાં પેટ્રોલ – ડીઝલના  રેટ આ મુજબ છે

City Petrol Diesel
Ahmedabad 95.13 89.12
Rajkot 94.89 88.89
Surat 94.98 88.99
Vadodara 94.78 88.76

 

દેશના મુખ્ય શહેરમાં પેટ્રોલ – ડીઝલના લેટેસ્ટ ભાવ જાણવા અહીં ક્લિક કરો

આ રીતે જાણો તમારા શહેરમાં પેટ્રોલ-ડીઝલની કિંમત

પેટ્રોલ-ડીઝલના છૂટક ભાવમાં દરરોજ સુધારો કરવામાં આવે છે અને તે પછી નવા ભાવ સવારે 6 વાગ્યે બહાર પાડવામાં આવે છે. તમે ઘરે બેઠા SMS દ્વારા જ તમારા નજીકના પેટ્રોલ પંપ પર પેટ્રોલ-ડીઝલની કિંમત જાણી શકો છો. ઇન્ડિયન ઓઇલ ગ્રાહકો RSP સાથે સિટી કોડ દાખલ કરીને તેમના મોબાઇલ પરથી 9224992249 પર સંદેશ મોકલો. તમને ઇન્ડિયન ઓઇલ (IOCL) ની સત્તાવાર વેબસાઇટ પર સિટી કોડ મળશે. મેસેજ મોકલ્યા બાદ તમને પેટ્રોલ અને ડીઝલની નવીનતમ કિંમત મોકલવામાં આવશે. એ જ રીતે બીપીસીએલ(BPCL) ગ્રાહકો તેમના મોબાઇલ પરથી આરએસપી લખીને 9223112222 પર એસએમએસ મોકલી શકે છે. HPCL ના ગ્રાહકો HPPrice અને 9222201122 લખીને SMS મોકલી શકે છે.

 

આ પણ વાંચો :  સપ્ટેમ્બર ક્વાર્ટરમાં 3 કરોડથી વધુ નોકરીઓનું સર્જન થયું, ગુજરાત સહીત આ 3 રાજ્યમાં સ્થિતિમાં ઝડપી સુધારો

 

આ પણ વાંચો : Bank Strike : બેંક કર્મચારીઓ 23 અને 24 ફેબ્રુઆરીએ ફરી હડતાળ ઉપર ઉતરશે, જાણો કેમ?

Next Article