Petrol Diesel Price Today : આજે તમારા શહેરમાં 1 લીટર પેટ્રોલ – ડીઝલની કિંમત શું છે? જાણો અહેવાલ દ્વારા

|

Jan 25, 2022 | 8:09 AM

ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 95.35 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે પેટ્રોલની કિંમત 89.33 રૂપિયા પ્રતિ લીટર છે.

Petrol Diesel Price Today : આજે તમારા શહેરમાં 1 લીટર પેટ્રોલ – ડીઝલની કિંમત શું છે? જાણો અહેવાલ દ્વારા
Petrol Diesel Price Today

Follow us on

Petrol Diesel Price Today : દેશની મોટી ઓઈલ કંપનીઓએ 25 જાન્યુઆરી શનિવાર માટે પેટ્રોલ અને ડીઝલની નવી કિંમતો જાહેર કરી છે. તમને જણાવી દઈએ કે આજે પણ દેશભરમાં પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં કોઈ ફેરફાર થયો નથી. આ સાથે દેશમાં ઈંધણના ભાવમાં કોઈ ફેરફાર થયાને 81 દિવસ થઈ ગયા છે. ઉલ્લેખનીય છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં સતત વધઘટ થતી રહે છે. આ દરમિયાન ક્રૂડ ઓઈલની કિંમત 86 ડોલર પ્રતિ બેરલની ઉપર પહોંચી ગઈ છે. જ્યાં એક તરફ ક્રૂડ ઓઈલના ભાવ નિયંત્રણમાંથી બહાર થઈ રહ્યા છે તો બીજી તરફ ભારતમાં ઈંધણની કિંમતો પર તેની કોઈ અસર થઈ રહી નથી.

ક્રૂડના ભાવમાં ઉતાર – ચઢાવ

આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં સતત વધઘટ થઈ રહી છે. જો કે છેલ્લા કેટલાક દિવસોથી ક્રૂડ ઓઈલના ભાવમાં જોરદાર વધારો થઈ રહ્યો છે. આ દરમિયાન આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઈલના ભાવ 86.5 ડોલર પ્રતિ બેરલને પાર પહોંચી ગયા છે. જો કે છેલ્લા મહિનામાં એટલે કે ડિસેમ્બર 2021માં આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની કિંમત ઘટીને 70 ડોલર પ્રતિ બેરલ થઈ ગઈ હતી પરંતુ ત્યારપછી ઓઈલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. ક્રૂડ  ઓઇલમાં આજે  સુસ્તી જોવા મળી છે. ક્રૂડ ઓઈલમાં 2 ટકાનો ઘટાડો થયો હતો પરંતુ તેમાં થોડી રિકવરી જોવા મળી હતી. બ્રેન્ટ હાલમાં 86.5 ડોલરની નજીક ટ્રેડ કરી રહ્યું છે.

 

ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo

દેશના ચાર મહાનગરોમાં પેટ્રોલ ડીઝલની કિંમત

  •  દિલ્હીમાં પેટ્રોલ રૂ. 95.41 અને ડીઝલ રૂ. 86.67 પ્રતિ લીટર
  •  મુંબઈમાં પેટ્રોલ રૂ. 109.98 અને ડીઝલ રૂ. 94.14 પ્રતિ લીટર
  •  ચેન્નાઈ પેટ્રોલ રૂ. 101.40 અને ડીઝલ રૂ. 91.43 પ્રતિ લીટર
  •  કોલકાતા પેટ્રોલ રૂ. 104.67 અને ડીઝલ રૂ. 89.79 પ્રતિ લીટર

ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 95.35 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે પેટ્રોલની કિંમત 89.33 રૂપિયા પ્રતિ લીટર છે. દેશમાં સૌથી મોંઘુ ઇંધણ રાજસ્થાન શ્રીગંગાનગર માંછે જ્યાં પેટ્રોલ 116.34 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 100.53 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે.

ગુજરાતના ચાર મહાનગરોમાં પેટ્રોલ – ડીઝલના  રેટ આ મુજબ છે

City Petrol Diesel
Ahmedabad 95.13 89.12
Rajkot 94.89 88.89
Surat 94.98 88.99
Vadodara 94.78 88.76

 

દેશના મુખ્ય શહેરમાં પેટ્રોલ – ડીઝલના લેટેસ્ટ ભાવ જાણવા અહીં ક્લિક કરો

આ રીતે જાણો તમારા શહેરમાં પેટ્રોલ-ડીઝલની કિંમત

પેટ્રોલ-ડીઝલના છૂટક ભાવમાં દરરોજ સુધારો કરવામાં આવે છે અને તે પછી નવા ભાવ સવારે 6 વાગ્યે બહાર પાડવામાં આવે છે. તમે ઘરે બેઠા SMS દ્વારા જ તમારા નજીકના પેટ્રોલ પંપ પર પેટ્રોલ-ડીઝલની કિંમત જાણી શકો છો. ઇન્ડિયન ઓઇલ ગ્રાહકો RSP સાથે સિટી કોડ દાખલ કરીને તેમના મોબાઇલ પરથી 9224992249 પર સંદેશ મોકલો. તમને ઇન્ડિયન ઓઇલ (IOCL) ની સત્તાવાર વેબસાઇટ પર સિટી કોડ મળશે. મેસેજ મોકલ્યા બાદ તમને પેટ્રોલ અને ડીઝલની નવીનતમ કિંમત મોકલવામાં આવશે. એ જ રીતે બીપીસીએલ(BPCL) ગ્રાહકો તેમના મોબાઇલ પરથી આરએસપી લખીને 9223112222 પર એસએમએસ મોકલી શકે છે. HPCL ના ગ્રાહકો HPPrice અને 9222201122 લખીને SMS મોકલી શકે છે.

 

આ પણ વાંચો :  Bank Holidays in February 2022: ફેબ્રુઆરીમાં 12 દિવસ બેંક રહેશે બંધ, રજાઓની યાદી જાણી લો નહીંતર ધક્કો પડશે

 

આ પણ વાંચો : શેરબજારમાં કડાકાએ આફતમાં અવસરની કહેવત સાર્થક કરી, રોકાણકારોને 800 થી વધુ સ્ટોક સસ્તી કિંમતે ખરીદવાનો મોકો મળ્યો

Next Article