Petrol Diesel Price Today : દેશવાસીઓની ઇંધણના ભાવમાં ઘટાડાની આશા 80 માં દિવસે પણ ઠગારી નીવડી

|

Jan 24, 2022 | 8:30 AM

ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 95.35 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે પેટ્રોલની કિંમત 89.33 રૂપિયા પ્રતિ લીટર છે.

Petrol Diesel Price Today : દેશવાસીઓની ઇંધણના ભાવમાં ઘટાડાની આશા  80 માં દિવસે પણ ઠગારી નીવડી
Petrol Diesel Price Today

Follow us on

IOCL એ આજે સપ્તાહના પ્રથમ દિવસે સોમવારે પેટ્રોલ અને ડીઝલના નવા રેટ (Petrol Diesel Price Today)જાહેર કર્યા છે. પેટ્રોલ અને ડીઝલ સસ્તા થયાને 80 દિવસ વીતી ગયા છે. આજે પણ ભાવમાં ઘટાડો થયો નથી. ઉલ્લેખનીય છે કે છેલ્લે 4 નવેમ્બર, 2021 ના રોજ વાહનના ઈંધણના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો હતો.

તે સમયે કેન્દ્ર સરકારે પેટ્રોલ પર 5 રૂપિયા અને ડીઝલ પર 10 રૂપિયા પ્રતિ લીટર એક્સાઇઝ ડ્યુટી ઘટાડી હતી. આ ઘટાડા બાદ ઘણા શહેરોમાં પેટ્રોલ 100 રૂપિયા પ્રતિ લીટર કરતા સસ્તું થઈ ગયું હતું. જોકે આ સમયગાળા દરમિયાન આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં સતત વધઘટ થતી રહી છે. ક્રૂડ ઓઈલના ભાવ નીચલા સ્તરે 69 ડોલર પ્રતિ બેરલ અને ઉપલા સ્તરે 85 ડોલર સુધી નોંધાયા છે.દેશની રાજધાની દિલ્હીમાં આજે પેટ્રોલ 95.41 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 86.67 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે.

 

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

દેશના ચાર મહાનગરોમાં પેટ્રોલ ડીઝલની કિંમત

  •  દિલ્હીમાં પેટ્રોલ રૂ. 95.41 અને ડીઝલ રૂ. 86.67 પ્રતિ લીટર
  •  મુંબઈમાં પેટ્રોલ રૂ. 109.98 અને ડીઝલ રૂ. 94.14 પ્રતિ લીટર
  •  ચેન્નાઈ પેટ્રોલ રૂ. 101.40 અને ડીઝલ રૂ. 91.43 પ્રતિ લીટર
  •  કોલકાતા પેટ્રોલ રૂ. 104.67 અને ડીઝલ રૂ. 89.79 પ્રતિ લીટર

ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 95.35 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે પેટ્રોલની કિંમત 89.33 રૂપિયા પ્રતિ લીટર છે. દેશમાં સૌથી મોંઘુ ઇંધણ રાજસ્થાન શ્રીગંગાનગર માંછે જ્યાં પેટ્રોલ 116.34 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 100.53 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે.

 

ગુજરાતના ચાર મહાનગરોમાં પેટ્રોલ – ડીઝલના  રેટ આ મુજબ છે

City Petrol Diesel
Ahmedabad 95.13 89.12
Rajkot 94.89 88.89
Surat 94.98 88.99
Vadodara 94.78 88.76

 

દેશના મુખ્ય શહેરમાં પેટ્રોલ – ડીઝલના લેટેસ્ટ ભાવ જાણવા અહીં ક્લિક કરો

આ રીતે જાણો તમારા શહેરમાં પેટ્રોલ-ડીઝલની કિંમત

પેટ્રોલ-ડીઝલના છૂટક ભાવમાં દરરોજ સુધારો કરવામાં આવે છે અને તે પછી નવા ભાવ સવારે 6 વાગ્યે બહાર પાડવામાં આવે છે. તમે ઘરે બેઠા SMS દ્વારા જ તમારા નજીકના પેટ્રોલ પંપ પર પેટ્રોલ-ડીઝલની કિંમત જાણી શકો છો. ઇન્ડિયન ઓઇલ ગ્રાહકો RSP સાથે સિટી કોડ દાખલ કરીને તેમના મોબાઇલ પરથી 9224992249 પર સંદેશ મોકલો. તમને ઇન્ડિયન ઓઇલ (IOCL) ની સત્તાવાર વેબસાઇટ પર સિટી કોડ મળશે. મેસેજ મોકલ્યા બાદ તમને પેટ્રોલ અને ડીઝલની નવીનતમ કિંમત મોકલવામાં આવશે. એ જ રીતે બીપીસીએલ(BPCL) ગ્રાહકો તેમના મોબાઇલ પરથી આરએસપી લખીને 9223112222 પર એસએમએસ મોકલી શકે છે. HPCL ના ગ્રાહકો HPPrice અને 9222201122 લખીને SMS મોકલી શકે છે.

 

આ પણ વાંચો : CBDT દ્વારા કરમુક્તિના લાભ પરત ખેંચાયા, ULIPમાં 2.5 લાખથી વધુના પ્રીમિયમ પર નહિ મળે ટેક્સમાં છૂટ

 

આ પણ વાંચો :  SENSEX ની TOP 10 કંપનીઓના માર્કેટ કેપમાં 2.53 લાખ કરોડ રૂપિયાનો ઘટાડો, કરો એક નજર બજારની સ્થિતિ ઉપર

Published On - 8:27 am, Mon, 24 January 22

Next Article