Petrol Diesel Price : સરકારી ઓઈલ કંપની ઈન્ડિયન ઓઈલ (IOCL) એ આજે પેટ્રોલ ડીઝલ માટે નવા રેટ જાહેર કર્યા છે. આજે પણ ઈંધણની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. છેલ્લા બે મહિના ઉપરાંતથી કિંમતોમાં કોઈ ફેરફાર થયો નથી.
બજારના નિષ્ણાતોએ આશા વ્યક્ત કરી હતી કે ઈંધણના ભાવમાં વધુ ઘટાડો થઈ શકે છે જોકે સસ્તા પેટ્રોલ અને ડીઝલ માટે રાહ જોવાનો સમયગાળો વધતો જઈ રહ્યો છે. નવા દર મુજબ આજે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પેટ્રોલનો ભાવ રૂ. 95.41 પ્રતિ લિટર. ડીઝલ 86.67 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યું છે.
નવા વર્ષમાં ક્રૂડ(Crude Oil)ના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ગયા અઠવાડિયે બ્રેન્ટ ક્રૂડ 5 ટકાથી વધુ વધીને લગભગ 82 ડોલર પ્રતિ બેરલ થયું હતું. આના મુખ્ય કારણો પુરવઠાની સમસ્યાઓ હતી. જોકે રાહતની વાત એ છે કે OPEC અને તેના સહયોગી દેશો ફેબ્રુઆરીથી એટલે કે આવતા મહિને ક્રૂડ ઓઈલનું ઉત્પાદન વધારવા માટે સંમત થયા છે. તેનાથી ભાવ મોરચે રાહત મળવાની અપેક્ષા છે.
ગુજરાતમાં(Petrol-Diesel Price Today in Gujarat) ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 95.35 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે પેટ્રોલની કિંમત 89.33 રૂપિયા પ્રતિ લીટર છે. દેશમાં સૌથી મોંઘુ ઇંધણ રાજસ્થાન શ્રીગંગાનગર માંછે જ્યાં પેટ્રોલ 116.34 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 100.53 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે.
City | Petrol | Diesel |
Ahmedabad | 95.13 | 89.12 |
Rajkot | 94.89 | 88.89 |
Surat | 94.98 | 88.99 |
Vadodara | 94.78 | 88.76 |
પેટ્રોલ-ડીઝલના છૂટક ભાવમાં દરરોજ સુધારો કરવામાં આવે છે અને તે પછી નવા ભાવ સવારે 6 વાગ્યે બહાર પાડવામાં આવે છે. તમે ઘરે બેઠા SMS દ્વારા જ તમારા નજીકના પેટ્રોલ પંપ પર પેટ્રોલ-ડીઝલની કિંમત જાણી શકો છો. ઇન્ડિયન ઓઇલ ગ્રાહકો RSP સાથે સિટી કોડ દાખલ કરીને તેમના મોબાઇલ પરથી 9224992249 પર સંદેશ મોકલો. તમને ઇન્ડિયન ઓઇલ (IOCL) ની સત્તાવાર વેબસાઇટ પર સિટી કોડ મળશે. મેસેજ મોકલ્યા બાદ તમને પેટ્રોલ અને ડીઝલની નવીનતમ કિંમત મોકલવામાં આવશે. એ જ રીતે બીપીસીએલ(BPCL) ગ્રાહકો તેમના મોબાઇલ પરથી આરએસપી લખીને 9223112222 પર એસએમએસ મોકલી શકે છે. HPCL ના ગ્રાહકો HPPrice અને 9222201122 લખીને SMS મોકલી શકે છે.
આ પણ વાંચો : રાહતના સમાચાર : ઓપેક દેશોની આ પહેલથી ટૂંક સમયમાં ક્રૂડ ઓઈલના ભાવ આસમાનથી જમીન પર ઉતરશે
આ પણ વાંચો : Sovereign Gold Bond: આજથી 5 દિવસ મળશે સસ્તા ભાવે શુદ્ધ સોનું , જાણો કિંમત અને ખરીદીની રીત?