ITC ખરીદી શકે છે અદાણી ગ્રુપનો મોટો બિઝનેસ! ગ્રુપ 44% હિસ્સો વેચવાની તૈયારીમાં

અદાણી જૂથે તેનો 43.97 ટકા હિસ્સો વેચવાની તૈયારી દર્શાવી છે. ગ્રુપ એનર્જીથી લઈને ઈન્ફ્રાસ્ટ્રક્ચર બિઝનેસ પર ફોકસ વધારવા માંગે છે. જૂથે તેનો હિસ્સો વેચવા અંગે ઘણા રોકાણકારો સાથે વાતચીત પણ કરી છે. બજાર સાથે જોડાયેલ લોકો આ સમગ્ર મામલે સત્તાવાર માહિતીની રાહ જોઈ રહ્યા છે.

ITC ખરીદી શકે છે અદાણી ગ્રુપનો મોટો બિઝનેસ! ગ્રુપ 44% હિસ્સો વેચવાની તૈયારીમાં
| Updated on: Nov 28, 2023 | 10:37 PM

છેલ્લા કેટલાક દિવસોથી એવી ચર્ચા ચાલી રહી છે કે અદાણી ગ્રૂપ ખાદ્ય તેલ વેચતી કંપની અદાણી વ્લિમરમાં પોતાનો હિસ્સો વેચી શકે છે. એક મીડિયા અહેવાલ અનુસાર ITCએ અદાણી ગ્રુપનો હિસ્સો ખરીદવામાં રસ દાખવ્યો છે. કંપનીમાં અદાણી ગ્રુપનો કુલ હિસ્સો 44 ટકા છે. તમને જણાવી દઈએ કે, હજુ સુધી આ મુદ્દે કોઈ સત્તાવાર નિવેદન બહાર આવ્યું નથી.

અહેવાલો અનુસાર, અદાણી જૂથે તેનો 43.97 ટકા હિસ્સો વેચવાની તૈયારી દર્શાવી છે. ગ્રુપ એનર્જીથી લઈને ઈન્ફ્રાસ્ટ્રક્ચર બિઝનેસ પર ફોકસ વધારવા માંગે છે. જૂથે તેનો હિસ્સો વેચવા અંગે ઘણા રોકાણકારો સાથે વાતચીત પણ કરી છે. બજાર સાથે જોડાયેલ લોકો આ સમગ્ર મામલે સત્તાવાર માહિતીની રાહ જોઈ રહ્યા છે.

ITCનું લક્ષ્ય શું છે?

ITC સનફીસ્ટ બિસ્કીટ, આશીર્વાદ અટ્ટા અને યુપ્પી નૂડલ્સ કંપનીની FMCG આવકમાં 83 થી 84 ટકા યોગદાન આપે છે. ITCએ નાણાકીય વર્ષ 2023માં આ ઉત્પાદનો દ્વારા રૂ. 19,123 કરોડની આવક ઊભી કરી હતી. કંપની તેના પોર્ટફોલિયોને વધુ વિસ્તૃત કરવા માંગે છે. ITC લાંબા સમયથી ખાદ્યતેલના બિઝનેસમાં પ્રવેશવા માટે રસ ધરાવતું જણાય છે.

આ પણ વાંચો વોરેન બફેટે Paytam માંથી પોતાનો સંપૂર્ણ હિસ્સો વેચ્યા બાદ જાણો ક્યાં શેરના ભાવમાં થયો ઘટાડો

અદાણી ગ્રૂપ તેનો હિસ્સો વેચવા માટે GQG પાર્ટનર્સ, કતાર ઇન્વેસ્ટમેન્ટ ઓથોરિટી (QIA) સાથે વાતચીત કરી રહ્યું છે. જૂથ તેનો હિસ્સો $2.5 બિલિયનથી $3 બિલિયન (રૂ. 20,000 થી 24,000 કરોડ)માં વેચી શકે છે.

બિઝનેસ સહિતના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો