Gold Price Today :આજે સોનાના ભાવમાં થોડો વધારો જોવા મળી રહ્યો છે. આજે સોમવારે MCX પર સોનાના વાયદાની કિંમત 48172 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર જોવા મળી છે. બીજી તરફ ચાંદી 0.30 ટકા વધીને 61,335 પ્રતિ કિલોગ્રામ પર જોવા મળી રહી છે.
ભાવ વધવા છતાં સોનું હજુ પણ તેની રેકોર્ડ ઊંચાઈથી સસ્તું ચાલી રહ્યું છે. લગ્નસરાની સિઝન હોવા છતાં સોનામાં વધુ વેગ જોવા મળ્યો નથી. રવિવારે બુલિયન માર્કેટમાં 22 કેરેટ સોનાનો ભાવ 46,780 રૂપિયા પ્રતિ દસ ગ્રામ અને ચાંદીનો ભાવ 61,200 રૂપિયા પ્રતિ કિલો હતો.
રેકોર્ડ કિંમત કરતા લગભગ 8500 રૂપિયા સસ્તી છે
ગયા વર્ષે ઓગસ્ટ મહિનામાં સોનાની કિંમત અત્યાર સુધીના સૌથી ઊંચા દરે પહોંચી ગઈ હતી. ઓગસ્ટ 2020માં બુલિયન માર્કેટમાં સોનાની કિંમત 55,400 રૂપિયા પ્રતિ દસ ગ્રામ હતી. જો આજના ભાવને સોનાના ઓલ ટાઈમ હાઈ રેટ સાથે સરખાવીએ તો સોનું તેની રેકોર્ડ કિંમતથી લગભગ 8500 રૂપિયા સસ્તું થઈ ગયું છે.
22 અને 24 કેરેટ વચ્ચે શું તફાવત છે
24 કેરેટ સોનું 99.9% શુદ્ધ છે અને 22 કેરેટ લગભગ 91% શુદ્ધ છે. 22 કેરેટ સોનામાં તાંબુ, ચાંદી, ઝીંક જેવી 9% અન્ય ધાતુઓનું મિશ્રણ કરીને જ્વેલરી તૈયાર કરવામાં આવે છે. જ્યારે 24 કેરેટ સોનું વૈભવી છે પરંતુ તેના ઘરેણાં બનાવી શકાતા નથી. તેથી જ મોટાભાગના દુકાનદારો 22 કેરેટમાં સોનું વેચે છે.
MCX GOLD 48191.00 +27.00 (0.06%) – 11:00 વાગે
ગુજરાતમાં 10 ગ્રામ સોનાના ભાવ આ મુજબ છે
AHMEDABAD 999 49623
RAJKOT 999 49644
(સોર્સ : આરવ બુલિયન)
દેશના ચાર મહાનગરોમાં 10 ગ્રામ સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે
CHENNAI 49400
MUMBAI 47770
DELHI 51570
KOLKATA 49970
(સોર્સ : ગુડરિટર્ન્સ)
દેશના અન્ય મહાનગરોમાં 10 ગ્રામ સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે
BANGLORE 49220
HYDRABAD 49220
PUNE 49570
JAYPUR 49570
PATNA 49570
NAGPUR 47770
(સોર્સ : ગુડરિટર્ન્સ)
વિશ્વના દેશોમાં સોનાના ભાવ ઉપર કરો એક નજર
DUBAI 44388
AMERICA 43400
AUSTRALIA 43396
CHINA 43398
(સોર્સ : ગોલ્ડપ્રાઇસઇન્ડિયા)
આ રીતે તમે સોનાની શુદ્ધતા ચકાસી શકો છો
તમને જણાવી દઈએ કે હવે જો તમે સોનાની શુદ્ધતા તપાસવી હોય તો આ માટે સરકાર દ્વારા એક એપ બનાવવામાં આવી છે. ‘BIS કેર એપ’ દ્વારા ગ્રાહકો સોનાની શુદ્ધતા ચકાસી શકે છે. આ એપ દ્વારા, તમે માત્ર સોનાની શુદ્ધતા ચકાસી શકતા નથી પણ તમે તેનાથી સંબંધિત કોઈપણ ફરિયાદ પણ કરી શકો છો.
મિસ્ડ કોલ દ્વારા સોનાનો રેટ જાણો
તમને જણાવી દઈએ કે તમે ઘરે બેઠા આ દર સરળતાથી જાણી શકો છો. આ માટે તમારે માત્ર આ નંબર 8955664433 પર મિસ્ડ કોલ આપવો પડશે અને તમારા ફોન પર એક મેસેજ આવશે જેમાં તમે લેટેસ્ટ રેટ ચેક કરી શકો છો.
આ પણ વાંચો : ટુંક સમયમાં ભારતમા સોનાની માંગનો 10 વર્ષનો રેકોર્ડ તુટશે, જાણો કેટલુ ખરીદાય છે સોનુ
આ પણ વાંચો : Tega Industries IPO: NSE પર 67% પ્રીમિયમ સાથે રૂપિયા 760 પર લિસ્ટ થયો શેર, રોકાણકારોને મળ્યો સારો લાભ