જો CIBIL સ્કોર ખરાબ હશે તો પણ મળશે લોન, અપનાવવી પડશે આ પદ્ધતિ

જો તમારો CIBIL સ્કોર અથવા ક્રેડિટ સ્કોર સારો નથી,અથવા હજુ સુધી જનરેટ થયો નથી. આવી સ્થિતિમાં તમારે લોન લેવા માટે કેટલીક રીતઓ અપનાવી તમે લોન લઇ શકો છો, કારણ કે બેંક સામાન્ય રીતે CIBIL સ્કોરના આધારે જ લોન મંજૂર કરે છે.

જો CIBIL સ્કોર ખરાબ હશે તો પણ મળશે લોન, અપનાવવી પડશે આ પદ્ધતિ
CIBIL
| Updated on: Dec 21, 2023 | 8:44 AM

જો તમારો સિબિલ સ્કોર અથવા ક્રેડિટ સ્કોર સારો નથી અને તમે લોન લેવા અંગે ચિંતિત છો.તો આ સમાચાર તમારા માટે છે, કારણ કે ખરાબ ક્રેડિટ સ્કોર સાથે પણ તમે સરળતાથી પર્સનલ લોન લઈ શકો છો. અમે આ સમાચારમાં આ વિશે જણાવીશું. સામાન્ય રીતે જો તમારો ક્રેડિટ સ્કોર સારો હોય તો લોન મેળવવામાં કોઈ સમસ્યા નથી. ક્રેડિટ સ્કોર બેંક અથવા નાણાકીય સંસ્થાને ઉધાર લેનારની ક્રેડિટ યોગ્યતાનું મૂલ્યાંકન કરવામાં મદદ કરે છે. પરંતુ ત્રણ વિકલ્પો છે જેની મદદથી તમે ક્રેડિટ સ્કોર વિના લોન લઈ શકો છો.

શું છે વિકલ્પ?

જો સિબિલ સ્કોર ખરાબ હોય તો પર્સનલ લોન મળતી નથી. જોકે, આ યોગ્ય નથી. એવા ઘણા ઉપાય છે, જેનો ઉપયોગ કરીને તમે ખરાબ ક્રેડિટ સ્કોર સાથે પણ સરળતાથી પર્સનલ લોન લઈ શકો છો. તમને જણાવી દઈએ કે ક્રેડિટ સ્કોર 300 થી 900 ની વચ્ચે હોય છે. 750થી ઉપરનો ક્રેડિટ સ્કોર વધુ સારો માનવામાં આવે છે. જો તમારો સિબિલ સ્કોર આનાથી ઓછો છે તો તમને લોન લેવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે. સ્કોર વધારે નિચો હોય તો લોન મળતી નથી.

આ રીત અપનાવો મળશે લોન લેવામાં મદદ

પ્રથમ રસ્તો એ છે કે ખરાબ ક્રેડિટ સ્કોરના કિસ્સામાં,કો-સાઇનર અથવા ગેરંટીની મદદથી લોન મેળવી શકાય છે. જો તમે કો-સાઇનરની મદદથી અરજી કરો છો, તો બેંક તમારા ક્રેડિટ સ્કોરને ધ્યાનમાં લેશે. તેવી જ રીતે, ગેરેન્ટર હોવાના કિસ્સામાં, બેંકનો વિશ્વાસ વધશે કે તમે લોનની ચુકવણીમાં કોઈ અનિયમિતતા કરશો નહીં.

બીજી રીત એ છે કે જો ક્રેડિટ સ્કોર ખરાબ હોય તો પ્રોપર્ટી મોર્ગેજ કરીને પર્સનલ લોન પણ લઈ શકાય છે. તે બાંયધરી આપનારની જેમ જ છે. આમાં, ગેરેંટરને બદલે, તમારે બેંક પાસે કેટલીક સંપત્તિ રાખવી પડશે, જે લોન સાથે જોડાયેલ છે. જો લોન ચૂકવવામાં ન આવે તો, બેંક ગીરો મૂકેલી સંપત્તિ વેચી શકે છે.

ત્રીજા વિકલ્પની વાત કરીએ તો, જો તમે નોકરી કરતા હોવ તો તમારી સેલેરી સ્લિપ બતાવીને બેંકમાંથી લોન લઈ શકો છો. જો તમારી પાસે સારી કંપનીમાં નોકરી છે, તો બેંકો સરળતાથી લોન મંજૂર કરે છે. ધ્યાનમાં રાખો કે આ પદ્ધતિ પૂર્ણ સમયની નોકરી ધરાવતા લોકો માટે સારી રીતે કામ કરે છે.

Follow Us