Airtel, Vodafone ની હાલત ખરાબ કર્યા પછી શું Jio હવે Flipkart અને Amazonની પણ બગાડશે દશા અને શું ઓનલાઈન માર્કેટમાં લાવશે ક્રાંતિ ?

|

Feb 08, 2019 | 3:59 PM

થોડાં સમય પહેલાં જ રિલાયન્સ ઈન્સટ્રીના ચેરમેન મુકેશ અંબાણીએ ઓનલાઈન રિટેલ માર્કેટમાં ઉતરવાની જાહેરાત કરી છે. જે સાથે જ ફિલ્પકાર્ટ અને એમેઝોન જેવી ઈ કોમર્સ કંપનીઓની મુશ્કેલી વધી જવાની શક્યતા રહેલી છે. બંને કંપનીઓ ભારતમાં ઓનલાઈન માર્કેટમાં સૌથી મોટું નામ છે. જેમાં હવે રિલાયન્સ મેદાનમાં આવતાં ત્રણ પાંખીય સ્પર્ધા થઈ શકે છે. તાજેતરમાં ઓનલાઈન બજારમાં […]

Airtel, Vodafone ની હાલત ખરાબ કર્યા પછી શું Jio હવે Flipkart અને  Amazonની પણ બગાડશે દશા અને શું ઓનલાઈન માર્કેટમાં લાવશે ક્રાંતિ ?

Follow us on

થોડાં સમય પહેલાં જ રિલાયન્સ ઈન્સટ્રીના ચેરમેન મુકેશ અંબાણીએ ઓનલાઈન રિટેલ માર્કેટમાં ઉતરવાની જાહેરાત કરી છે. જે સાથે જ ફિલ્પકાર્ટ અને એમેઝોન જેવી ઈ કોમર્સ કંપનીઓની મુશ્કેલી વધી જવાની શક્યતા રહેલી છે. બંને કંપનીઓ ભારતમાં ઓનલાઈન માર્કેટમાં સૌથી મોટું નામ છે. જેમાં હવે રિલાયન્સ મેદાનમાં આવતાં ત્રણ પાંખીય સ્પર્ધા થઈ શકે છે.

તાજેતરમાં ઓનલાઈન બજારમાં ઘરમાં વપરાશમાં આવતી નાનામાં નાની વસ્તુઓથી લઈ ટીવી-ફ્રીઝ સુધીની ચીજ વસ્તુઓ મળી રહી છે. ત્યારે તેનું બજાર દિન-પ્રતિદિન વધી રહ્યું છે. જેમાં હાલ ઈ-કોમર્સ માર્કેટમાં એમેઝોન અને ફિલ્પકાર્ટ જેવી મોટી કંપનીઓ સાથે સાથે સ્નેપડીલ, પેટીએમ મોલ જેવી કંપનીઓ પણ સ્પર્ધામાં છે.

ક્યાંની છે બંને કંપનીઓ ? 

હાલ બજારમાં રહેલી એમેઝોન અમેરિકન કંપની છે, જ દુનિયાની સૌથી મોટી કંપનીઓમાં સ્થાન ધરાવે છે. ત્યારે ફિલ્પકાર્ટ અત્યાર સુધી ભારતની જ કંપની હતી પરંતુ અમેરિકન કંપની વોલમાર્ટે તેને ખરીદી લેતાં હવે તે પણ વિદેશી કંપની બની ગઈ છે. જે સિવાયની સ્નેપડીલ અને પેટીએમ મોલ જેવી કંપનીઓ ભારતીય ઉદ્યોગકારોની રહેલી છે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

સરકારે શું કર્યા નિયમમાં ફેરફાર

હાલમાં મોદી સરકારે 1 ફેબ્રુઆરીથી ઓનલાઈન શોપિંગ કંપનીઓના નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે. જેનો માલિકાનો હક વિદેશી કંપનીઓ પાસે હશે તે કંપનીઓ પોતાની વેબસાઈટ પરથી પોતાની વસ્તુઓ માત્ર 25 ટકા વસ્તુઓ વેચી શકશે. બાકીની વસ્તુઓ તેમને બીજી કંપનીઓને વેચવાની રહેશે. આ કંપનીઓ એક્સક્લૂસિલ સેલ પણ કરી શકશે નહીં. જેનાથી એમેઝોન અને ફિલ્પકાર્ટને નુકસાન થશે જ્યારે તેની સામે સ્વદેશી કંપની રિલાયન્સને મોટો ફાયદો થઈ શકે છે.

તમને શું થશે લાભ 

જો કે આ તમામ વચ્ચે ગ્રાહકોને મોટો લાભ થવાનો જ છે કારણ કે, જે વિદેશ કંપનીઓ ભારે ડિસ્કાઉન્ટ આપી રહી છે તે રિલાયન્સ સામે ટકી રહેવા માટે વધુ ડિસ્કાઉન્ટ આપવાનો પ્રયત્ન કરશે જેથી અંતિમ લાભ ગ્રાહકોને જ મળવાનો છે. પરંતુ બીજી તરફ રિટેલ માર્કેટના વેપારીઓ તેને વિરોધ કરી રહ્યા છે. જો કે સરકારે તેના માટે જ ખાસ નિયમોમાં ફેરફાર કર્યા છે.

અંબાણી કેમ આવ્યા આ બજારમાં ?

તાજેતરમાં વાઈબ્રન્ટ ગુજરાત સમિટ-2019માં મુકેશ અંબાણીએ વડાપ્રધાન મોદી સામે પોતાની યોજના જાહેર કરી હતી. જેમાં તેમણે ગુજરાતના 12 લાખ નાના દુકાનદારોને લાભ પહોંચાડવાની વાત કરી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ જિયો અને રિલાયન્સ રિટેલ સાથે મળીને નવા ઓનલાઈન શોપિંગ પ્લેટફોર્મ પર કામ કરશે, જેનાથી દેશના 28 કરોડ જિયો ગ્રાહકોને સીધા જોડવામાં આવશે.

મુકેશ અંબાણીની અલીબાબા ચાલ 

રસપ્રદ વાત એ છે કે, મુકેશ અંબાણી ચીનની કંપની અલીબાબાની રણનીતિ પર કામ કરી રહ્યા છે. જે ઓનલાઈન ટૂ ઓફલાઈન બિઝનેસ મોડલ પર કામ કરે છે. રિલાયન્સ પણ એ રીતે જ સામાનની ઓનલાઈન બુકીંગ લેશે અને તેનું વેચાણ ઓફલાઈન કરવામાં આવશે. જેના માધ્યમથી નાના શહેરોમાં રિલાયન્સ સરળતાથી વેપાર કરી શકશે. જે આગામી સમયમાં ભારતમાં નવી ઓનલાઈન બજારમાં ક્રાંતિ લાવી શકે છે.

 

[yop_poll id=1223]

Next Article