Crude Oil Import of India: ઓપેક દેશોએ ધર્મેન્દ્ર પ્રધાનની વાત ના સાંભળી, તો ભારતે ક્રૂડ ઓઇલ માટે શોધી લીધું નવું સ્થાન

|

Mar 25, 2021 | 11:45 AM

Crude Oil Import of India: પેટ્રોલિયમ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને ઓપેક દેશોને ક્રૂડ તેલનું ઉત્પાદન વધારવા કહ્યું હતું. પરંતુ તેમની આ વાત ના માનતા હવે ભારતે એક નવું ઠેકાણું મેળવી લીધું છે.

Crude Oil Import of India: ઓપેક દેશોએ ધર્મેન્દ્ર પ્રધાનની વાત ના સાંભળી, તો ભારતે ક્રૂડ ઓઇલ માટે શોધી લીધું નવું સ્થાન
Crude Oil Import of India

Follow us on

Crude Oil Import of India: તાજેતરમાં ભારતે ઓપેક દેશોને સુચન આપ્યું હતું કે તેઓ તેમનું ક્રૂડ ઓઇલ ઉત્પાદન વધારે, જેથી પેટ્રોલ અને ડીઝલના ભાવ પર નિયંત્રિત કરી શકાય. જો કે ઓપેક દેશોએ ભારતની આ સલાહની અવગણના કરી હતી, ત્યારબાદ ભારતે તેલની જરૂરિયાતોને પહોંચી વળવા એક નવું ઠેકાણું મેળવી લીધું છે. આ મહિને ગુયાનાના તેલ ઉત્પાદકો પાસેથી ક્રૂડની પ્રથમ બેચ ભારત આવી રહી છે. જે Trafigura ટ્રેડિંગ કંપની દ્વારા લાવવામાં આવી રહી છે. ભારત તેની લગભગ 80 ટકા જેટલી તેલની જરૂરિયાત મધ્ય પૂર્વથી આયાત કરે છે.

ભારત વિશ્વનો ત્રીજો સૌથી મોટો તેલ આયાત કરનાર અને ગ્રાહક દેશ છે. આટલું જ નહીં હવે ભારતમાં પ્રથમ વખત તેલ ગુયાનાથી આવશે. એક સૂત્રના જણાવ્યા અનુસાર ગુયાના આ તેલનો કાર્ગો એચપીસીએલ-મિત્તલ એનર્જી લિમિટેડ દ્વારા ખરીદવામાં આવ્યો હતો. જે સરકારની માલિકીની હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન અને સ્ટીલ ટાયકૂન એલએન મિત્તલનું સંયુક્ત વેન્ચર છે. એચપીસીએલ-મિત્તલ એનર્જી લિમિટેડ દ્વારા પંજાબના બઠિંડા દરરોજ 2,26,000 બેરલને શુદ્ધ કરવામાં આવે છે.

ભારતમાં તેલની આયાતમાં ઓપેકનો હિસ્સો એપ્રિલ 2020 થી જાન્યુઆરી 2021 સુધી નોંધપાત્ર રીથે ઘટ્યો થયો છે. હાલમાં રિફાઇનરી કંપનીઓ ગુયાનથી ક્રૂડની આયાત કરવાની તેમજ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન અને રશિયા વચ્ચે ઓઇલ સપ્લાય કરારના નવીકરણ કરવાની યોજના બનાવી રહી છે. તેમજ આ જ મહિનામાં ઓપેક પ્લસ દેશોએ નિર્ણય લીધો હતો કે ક્રૂડ તેલના ઉત્પાદનમાં ઘટાડાને એપ્રિલના અંત સુધી ચાલુ રાખવામાં આવશે.

સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર
રેલવેની ટિકિટ પર લખેલા આ કોડ્સ જણાવશે કે વેઇટિંગ લિસ્ટ કન્ફર્મ થશે કે નહીં, જાણો
બાળકોને You Tube ચલાવવા માટે આપી રહ્યા છો ફોન? પહેલા સેટિંગ કરી દો
આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો

થોડા સમય પહેલા ડીઝલ અને પેટ્રોલના વધતા ભાવો પર પેટ્રોલિયમ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને ઓપેક દેશોને ક્રૂડ તેલનું ઉત્પાદન વધારવા કહ્યું હતું. જેથી કિંમતો પર કાબૂ આવી શકે. જો કે, ઓપેક દેશોએ તેમની સલાહ સાંભળી ન હતી. તેનાથી ઉલટું સાઉદી અરેબિયાએ એમ પણ કહ્યું હતું કે ભારતે હવે સસ્તા ક્રૂડતેલનો જે ભંડાર કરેલો છે તેનો ઉપયોગ કરવો જોઈએ. આ બાદ પેટ્રોલિયમ મંત્રાલયે રિફાઈનરીઓને ક્રૂડ તેલ માટે માત્ર મધ્ય પૂર્વ પર નિર્ભર નહીં રહીને તેલના અન્ય સ્રોત શોધવા પણ કહ્યું હતું. આ દિશામાં ભારત હવે આગળ વધી રહ્યું છે અને આ મહિને ગુયાનાના તેલ ઉત્પાદકો પાસેથી ક્રૂડની પ્રથમ બેચ ભારત આવી રહી છે

Next Article