
માર્કેટમાં આજે રેકોર્ડ બ્રેક તેજી જોવા મળી, જેના કારણે સેન્સેક્સ-નિફ્ટી નવી ઊંચાઈએ બંધ થયા છે. નિફ્ટી બેન્ક, મિડકેપ નવી ઊંચાઈએ બંધ થયા. બેન્કિંગ, પીએસઈ, ઓટો શેરોમાં ખરીદી જોવા મળી, જ્યારે એનર્જી, મેટલ શેરોમાં જોરદાર ઉછાળો હતો. આઈટી, રિયલ્ટી, એફએમસીજી, ફાર્મા શેર્સ પર દબાણ જોવા મળ્યું.
અદાણી એન્ટરપ્રાઈઝ, અદાણી પોર્ટ્સ, પાવર ગ્રીડ કોર્પોરેશન, એનટીપીસી અને આઈસીઆઈસીઆઈ બેંક નિફ્ટીમાં ટોપ ગેઈનર્સ હતા. જ્યારે LTIMindtree, HCL Technologies, Divis Labs, HUL અને Bajaj Auto નિફ્ટીના ટોપ લુઝર હતા.
સેક્ટોરલ ફ્રન્ટ પર નજર કરીએ તો પાવર ઇન્ડેક્સ 6 ટકાના વધારા સાથે બંધ રહ્યો હતો. જ્યારે ઓઈલ એન્ડ ગેસ અને બેન્ક ઈન્ડેક્સ 1 ટકા વધ્યા હતા, જ્યારે આઈટી અને રિયલ્ટી ઈન્ડેક્સ 0.5 ટકા ઘટ્યા હતા. દરમિયાન બીએસઈના મિડ અને સ્મોલકેપ ઈન્ડેક્સમાં વધારો જોવા મળ્યો હતો.
ટ્રેડિંગના અંતે સેન્સેક્સ 431.02 પોઈન્ટ અથવા 0.63 ટકાના વધારા સાથે 69,296.14 પર બંધ રહ્યો હતો. નિફ્ટી 168.30 પોઈન્ટ અથવા 0.81 ટકાના વધારા સાથે 20855.10 પર બંધ રહ્યો હતો.
મંગળવારના રોજ સવારના વેપારમાં BSE લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. 2.4 લાખ કરોડ વધીને રૂ. 345.88 લાખ કરોડ થયું હતું, જે સોમવારે રૂ. 343.48 લાખ કરોડ હતું. સેન્સેક્સ કંપનીઓમાં અદાણી એન્ટરપ્રાઇઝિસ અને અદાણી પોર્ટ્સના શેર અનુક્રમે 4.40 ટકા અને 4.37 ટકા વધ્યા હતા. બીપીસીએલ, એક્સિસ બેંક, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા અને એસબીઆઈના શેરમાં પણ વધારો થયો હતો. બોમ્બે સ્ટોક એક્સચેન્જના 30 શેરોમાંથી 20 ઉંચકાયા હતા. જ્યારે નિફ્ટીના 50 શેરોમાંથી 37 શેરોમાં ઉછાળો નોંધાયો હતો. છ ટ્રેડિંગ સેશનમાં રોકાણકારોની સંપત્તિમાં રૂ. 17.16 લાખ કરોડનો વધારો થયો છે.
અદાણી એનર્જી સોલ્યુશન્સ ગઈકાલના ₹902.2 થી 20% વધુ ₹1084.6 પર ટ્રેડિંગ કરે છે, ઉલ્લેખની છે કે શેરમાં આજે અપર સર્કિટ લાગી છે.
બ્રોડર માર્કેટની વાત કરીએ તો BSE મિડકેપ ઈન્ડેક્સ 0.54 ટકા અને સ્મોલકેપ ઈન્ડેક્સ 0.50 ટકા વધ્યા છે. BSE પર લિસ્ટેડ તમામ કંપનીઓનું સંયુક્ત માર્કેટ વેલ્યુએશન 29 નવેમ્બરે પ્રથમ વખત $4 ટ્રિલિયન એટલે કે રૂ. 334.72 ટ્રિલિયન સુધી પહોંચ્યું હતું.