Campus Activewear IPO: બધાની નજર લિસ્ટિંગ પર, ચાલો જાણીએ કે GMP તરફથી કેવા મળી રહ્યા છે સંકેત

|

May 08, 2022 | 11:34 PM

બજારના નિષ્ણાતોના મતે ગ્રે માર્કેટમાં કેમ્પસ એક્ટિવવેરના IPOની GMP રૂ. 60 છે, જે ગઈ સાંજે તેના રૂ. 45ના GMP કરતાં રૂ. 15 વધુ છે. માર્કેટ એક્સપર્ટ્સનું કહેવું છે કે સેકન્ડરી માર્કેટમાં ભારે વેચવાલી છતાં આ આખા સપ્તાહે કેમ્પસ એક્ટિવવેરના શેરમાં ગ્રે માર્કેટમાં તેજી રહી છે.

Campus Activewear IPO: બધાની નજર લિસ્ટિંગ પર, ચાલો જાણીએ કે GMP તરફથી કેવા મળી રહ્યા છે સંકેત
Campus Activewear IPO

Follow us on

કેમ્પસ એક્ટિવવેર IPO: શેર ફાળવણીની જાહેરાત પછી બજારના નિષ્ણાતો અને સહભાગીઓની નજર કેમ્પસ એક્ટિવવેર IPOની લિસ્ટિંગ તારીખની આતુરતાથી રાહ જોઈ રહી છે. BSE વેબસાઈટ પર ઉપલબ્ધ માહિતી અનુસાર કેમ્પસ એક્ટિવવેર IPOની લિસ્ટિંગ તારીખ કન્ફર્મ થઈ ગઈ છે. BSE અને NSE પર આ સ્ટોકનું લિસ્ટિંગ આવતી કોલે એટલે કે 9મી મે 2022ના રોજ થશે. આ IPOમાં સફળ બિડર્સ હવે એ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે કે આ સ્ટોકનું લિસ્ટિંગ કયા પ્રીમિયમ પર કરી શકાય. આનો ખ્યાલ મેળવવા માટે ગ્રે માર્કેટને એક સરસ રીત માનવામાં આવે છે.

ગ્રે માર્કેટ રૂ. 1400 કરોડના આ પબ્લિક ઈશ્યુનું પોઝિટિવ લિસ્ટિંગ સૂચવે છે. બજારના નિષ્ણાતોના મતે આજે ગ્રે માર્કેટમાં કેમ્પસ એક્ટિવવેરના શેર રૂ. 60ના પ્રીમિયમ પર મળી રહ્યા છે. બજારના નિષ્ણાતોના મતે ગ્રે માર્કેટમાં કેમ્પસ એક્ટિવવેરના IPOની GMP રૂ. 60 છે, જે ગઈ સાંજે તેના રૂ. 45ના GMP કરતાં રૂ. 15 વધુ છે. માર્કેટ એક્સપર્ટ્સનું કહેવું છે કે સેકન્ડરી માર્કેટમાં ભારે વેચવાલી છતાં આ આખા સપ્તાહે કેમ્પસ એક્ટિવવેરના શેરમાં ગ્રે માર્કેટમાં તેજી રહી છે. જોકે ગ્રે માર્કેટમાં આ સ્ટોકનું પ્રીમિયમ રૂ. 92થી ઘટીને રૂ. 60 પર આવી ગયું છે. આમ છતાં, બજારના નિષ્ણાતોનું કહેવું છે કે કેમ્પસ એક્ટિવવેરના શેર પર ગ્રે માર્કેટનું તેજીનું સેન્ટિમેન્ટ આ શેરનું મજબૂત લિસ્ટિંગ સૂચવે છે.

મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો

GMPનો અર્થ શું છે?

વિશ્લેષકો કહે છે કે ગ્રે માર્કેટ પ્રીમિયમનો અર્થ એવો થઈ શકે છે કે શેરનું લિસ્ટિંગ ઈશ્યૂ પ્રાઈસ કરતાં ઘણું વધારે છે. કેમ કે કેમ્પસ એક્ટિવવેર IPO GMP 60 રૂ.ના પ્રીમિયમ પર છે. આનો અર્થ એ થયો કે ગ્રે માર્કેટ કેમ્પસ એક્ટિવવેર IPO લગભગ ₹352 (₹292 + ₹60)માં લિસ્ટ થવાની અપેક્ષા રાખે છે. જે રૂ. 278-292ની પ્રાઈસ બેન્ડથી લગભગ 20 ટકા વધારે છે. જો કે શેરબજારના નિષ્ણાતો કહે છે કે GMP બિનસત્તાવાર ડેટા છે અને તેને કંપનીની નાણાકીય બાબતો સાથે કોઈ લેવાદેવા નથી. આના પર આંધળો વિશ્વાસ કરી શકાય નહીં. તેથી, રોકાણકારોએ કંપનીની બેલેન્સ શીટ જોવી જોઈએ જે નક્કર ચિત્ર રજૂ કરે છે.

Next Article