Budget 2023 Tax Slabs: 7 લાખ રૂપિયાની આવક પર કોઇ ટેક્સ નહીં, સરકારની મોટી રાહત

|

Feb 01, 2023 | 1:22 PM

Budget 2023 Income Tax Rates: સંસદમાં કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણે પોતાનું 5મું બજેટ રજૂ કર્યું. તેમણે કહ્યું કે આ બજેટ જરૂરિયાત મંદો માટેનું બજેટ છે. તો બજેટમાં સાત પ્રાથમિકતા રાખવામાં આવી છે.

Budget 2023 Tax Slabs: 7 લાખ રૂપિયાની આવક પર કોઇ ટેક્સ નહીં, સરકારની મોટી રાહત
Budget 2023 important announcements on Income Tax Slabs and New Income Tax Rates for all including senior citizens

Follow us on

નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે ‘અમૃતકાલનું આ પહેલું બજેટ’ રજુ કર્યું હતું. બજેટમાં મધ્યમ વર્ગ માટે શું થશે? કરદાતાઓને કોઈ ભેટ મળી કે નહીં? નાણામંત્રી નિર્મલા સીતારમણ ગરીબો, ખેડૂતો અને મહિલાઓ માટે શું આપ્યું, ટેક્સ સ્લેબને લઇને નાણા પ્રધાને શું જાહેરાત કરી ? છેલ્લે નાણા મંત્રી નિર્મલા સીતારમણે બજેટ સત્ર 2020-21માં ટેક્સ સ્લેબમાં મોટા ફેરફારો કર્યા હતા. નાણાપ્રધાને જાહેરાત કરી હતી કે એક વર્ષમાં 2.5 લાખ રૂપિયાની કમાણી કરનારાઓએ કોઈ ટેક્સ ચૂકવવો પડશે નહીં. કોરોના માહામારીને કારણે ગયા  વર્ષે ટેક્સ સ્લેબમાં કોઇ બદલાવ કરવામાં આવ્યો હતો.

નાણામંત્રી નિર્મલા સીતારમણે ટેક્સને લઈને મોટી જાહેરાત કરી છે. હવે 7 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક સુધી કોઈ ટેક્સ ચૂકવવો પડશે નહીં. હવે આ મર્યાદા 5 લાખ રૂપિયા હતી.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
  • સ્ટાન્ડર્ડ ડિડક્શન 50 હજાર રૂપિયાથી વધારીને 52000 હજાર રૂપિયા કરવામાં આવ્યું છે.

વર્ષ 2023-2024 માં  ટેક્સ બદલાવ

3 લાખ રૂપિયાથી 6 લાખ રૂપિયાની કમાણી પર 5%
6 લાખ રૂપિયાથી 9 લાખ રૂપિયાની કમાણી પર 10%

9 લાખ રૂપિયાથી 12 લાખ રૂપિયાની કમાણી પર 15%
12 લાખ રૂપિયાથી 15 લાખ રૂપિયાની કમાણી પર 20%
15 લાખ રૂપિયા અને તેથી વધુની કમાણી પર 30%

બજેટમાં ટેક્સ સ્લેબની સંખ્યા છથી ઘટાડીને પાંચ કરવામાં આવી છે.

વર્ષ 2020-2021 માં થયો હતો ટેક્સમાં ફેરફાર

2.5 લાખ રૂપિયાથી 5 લાખ રૂપિયાની કમાણી પર 5%
5 લાખ રૂપિયાથી 7.5 લાખ રૂપિયાની કમાણી પર 10%
7.5 લાખ રૂપિયાથી 10 લાખ રૂપિયાની કમાણી પર 15%
10 લાખ રૂપિયાથી 12.5 લાખ રૂપિયાની કમાણી પર 20%
12.5 લાખ રૂપિયાથી 15 લાખ રૂપિયાની કમાણી પર 25%
15 લાખ રૂપિયા અને તેથી વધુની કમાણી પર 30%

Published On - 12:22 pm, Wed, 1 February 23

Next Article