આપણે કેમ કરીએ છીએ તુલસી અને પીપળાનું પૂજન? જાણો આપણા ધાર્મિક કાર્યનું વૈજ્ઞાનિક કારણ

|

Jan 09, 2023 | 3:39 PM

આપણા ધાર્મિક કાર્યનો વૈજ્ઞાનિક આધાર પણ છે. આપણે ઘરમાં તુલસીનો ક્યારો રાખતા હોઈએ છીએ. નિત્ય તેને જળ ર્પણ કરીએ છીએ તો સાથે પીપળાનું પૂજન પણ આપણે કરીએ છીએ.

આપણે કેમ કરીએ છીએ તુલસી અને પીપળાનું પૂજન? જાણો આપણા ધાર્મિક કાર્યનું વૈજ્ઞાનિક કારણ
Pipala Pujan (symbolic image)

Follow us on

સનાતન સંસ્કૃતિમાં આપણી કેટલીયે આદત એવી છે કે જે આજે આપણી પરંપરા (PARAMPARA) કે રિવાજ બની ગઈ છે. કેટલાય કાર્યો કે જે આપણે પેઢીઓથી કરતાં આવીએ છીએ. જેમકે કોઈને નમસ્કાર કરવા, તિલક કરવું, સ્ત્રીઓનું સિંદૂર લગાવવું, ભૂદેવો કે અન્ય ઋષિઓનું ચોટલી રાખવું, સવારે સૂર્ય દેવને અર્ધ્ય અર્પણ કરવું, કેટલાક ચોક્કસ ઉપવાસ કરવા, વડીલોને ચરણ સ્પર્શ કરવું વગેરે. આ તમામ એવી બાબતો છે કે જે આપણે સહજ જ કરી લેતાં હોઈએ છીએ અથવા તો કોઈ કરે છે તો તેને સહજ જ સ્વીકારી લેતાં હોઈએ છીએ પણ તેની પાછળ રહેલા રહસ્યને કે પછી વૈજ્ઞાનિક કારણોને જાણતા નથી.

ત્યારે આજે આવી જ એક પરંપરા કે પછી આપણી આદતની વાત કરવી છે. આપણે ઘરમાં તુલસીનો ક્યારો રાખતા હોઈએ છીએ. નિત્ય તેને જળ અર્પણ કરતાં હોઈએ છીએ. છોડ સુકાઈ ન જાય તેનું ધ્યાન રાખતા હોઈએ છીએ. સાથે જ પીપળાના પૂજનનો પણ વિશેષ મહિમા છે. લોકો ધાર્મિક ફાયદા પણ તેના ગણાવતા હોય છે. ત્યારે આજે વાત આ બંન્ને છોડના પૂજન પાછળ રહેલા વૈજ્ઞાનિક તર્કની કરવી છે.

કેમ કરવી જોઈએ તુલસીની પૂજા?

આપણે માનીએ છીએ કે તુલસીના છોડના પૂજનથી ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ સ્થિર થાય છે. એટલે લોકો ઘરમાં તુલસીનો છોડ રાખવાનું પસંદ કરતાં હોય છે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

વૈજ્ઞાનિક તર્ક:

તુલસી વ્યક્તિની ઈમ્યૂન સિસ્ટમને મજબૂત કરે છે. એટલે જો ઘરમાં તુલસીનો છોડ ઘરમાં હોય તો અનેક આયુર્વેદિક ઉપચારમાં  તેનો ઉપયોગ થઈ શકે અને ઘરમાંથી તે બીમારીઓને દૂર કરે છે.

કેમ પીપળો છે ફાયદાકારક?

લોકો પીપળાનું પૂજન કરે છે. માન્યતા છે કે પીપળાના પૂજનથી પિતૃઓના આશિષ પ્રાપ્ત થાય છે. પીપળામાં તો સ્વયં શ્રીકૃષ્ણનો વાસ છે. ત્યારે લોકો પીપળાનું પૂજન ખૂબ ભાવથી કરતા હોય છે.

વૈજ્ઞાનિક તર્ક:

પીપળાના પૂજનના અનેક ફાયદા આપણા ધાર્મિક ગ્રંથોમાં છે. પણ શું તમે જાણો છો કે એક પીપળો જ એવું ઝાડ છે કે જે રાત્રે પણ ઓક્સિજન પ્રવાહિત કરે છે.  આમ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ પીપળો ખૂબ લાભદાયક છે.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

આ પણ વાંચો : પૂજા સમયે મંદિરમાં શા માટે વગાડવામાં આવે છે ઘંટ ? જાણો તેનું ધાર્મિક અને વૈજ્ઞાનિક મહત્વ

આ પણ વાંચો : ગણેશજીના 12 નામનું સ્મરણ દૂર કરશે જીવનના તમામ વિધ્નો

Published On - 6:20 am, Fri, 28 January 22

Next Article