
ડિસેમ્બર મહિનાના અંતિમ દિવસે એટલે કે 31મી તારીખે, દેવ ગુરૂ માર્ગી થવા જઇ રહ્યા છે,ગુરૂ મેષ રાશિમાં માર્ગી થઇ રહ્યા છે. તેમની આ માર્ગી અવસ્થા કેટલીક રાશિઓને અસર કરશે, અને સકારાત્મક પરિણામ આપશે, જ્યોતિષમાં ગુરૂને અત્યાધિક શુભ ગ્રહ ગણવામાં આવે છે, અને હવે તે જ્યારે ફરી માર્ગી થઇ રહ્યા છે, ત્યારે ઘણા અટકેલા કામ ફરી બને તેવી શક્યતા છે, આવી સ્થિતિમાં, ગુરુ ઘણા લોકોને બધી સમસ્યાઓ અને અવરોધોથી મુક્ત કરી શકે છે. તેની સાથે નાણા સંબંધિત લેવડ-દેવડ અને આધ્યાત્મિકતા તરફ ઝુકાવ રહેશે. જાણો કઈ રાશિના જાતકોને મળશે વિશેષ લાભ…
મેષ રાશિમાં,ગુરૂ દેવ માર્ગી થઇ રહ્યા છે. આવી સ્થિતિમાં મેષ રાશિના લોકોને વિશેષ લાભ મળી શકે છે. જીવનમાં ઘણી બધી મૂંઝવણો દૂર થઈ શકે છે. ભાગ્ય તમારો સંપૂર્ણ સાથ આપશે. આધ્યાત્મિકતા તરફ ઝુકાવ વધશે. તેનાથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ દૂર થઈ શકે છે. પણ જરા પણ બેદરકાર ન રહો. વિદ્યાર્થીઓ માટે દેવ ગુરૂની આ માર્ગી અવસ્થા ફાયદાકારક સાબિત થઈ શકે છે. તમને ઉચ્ચ શિક્ષણનો અભ્યાસ કરવાની તક મળી શકે છે. લગ્નજીવનમાં ચાલી રહેલી સમસ્યાઓનો અંત આવી શકે છે. આ સાથે તમને તમારા પિતા અને ગુરુનો સંપૂર્ણ સહયોગ મળશે.
મેષ રાશિમાં માર્ગી થઇને આ રાશિમાં ગુરૂદેવ બારમાં ભાવમાં સંચરણ કરી રહ્યા છે.આવી સ્થિતિમાં આ રાશિના લોકોને વિદેશી કંપનીઓથી લાભ મળી શકે છે.જોકે બારમાં ભાવને વ્યયભાવ પણ કેહવામાં આવે છે એટલે નાણાનો વ્યય ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું. મકાન કે મિલકત ખરીદવાનું સપનું પૂરું થઈ શકે છે. પરિવારો વચ્ચેના સંબંધો મજબૂત બનશે અને લાંબા સમયથી ચાલતા ઝઘડાનો અંત આવી શકે છે. આ સાથે ઉચ્ચ શિક્ષણનો અભ્યાસ કરવાની તક પણ મળશે.
મેષ રાશિમાં ગુરુ માર્ગી થશે અને આ રાશિના નવમા ભાવમાં રહેશે. આવી સ્થિતિમાં આ રાશિના લોકોને ભાગ્યનો પૂરો સાથ મળશે. જો તમે અનિશ્ચિતતાઓ સાથે સંઘર્ષ કરી રહ્યા છો, તો તમે હવે તેનાથી રાહત મેળવી શકો છો. બાળકોના ભણતરને લગતી સમસ્યાઓનો અંત આવી શકે છે. સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ દૂર થઈ શકે છે. આ સાથે આધ્યાત્મિકતા તરફ ઝોક વધશે. આ સાથે તમે ધાર્મિક કાર્યક્રમોમાં ભાગ લઈ શકો છો. તમારા ત્રીજા ઘરમાં સાતમી દૃષ્ટિ તમને આત્મવિશ્વાસ અને હિંમતવાન બનાવશે.
(અહીં આપેલી માહિતી જ્યોતિષીય મૂલ્યાંકન પર આધારિત છે અને TV9 તેનાથી સંબંધિત કોઈ દાવો કરતું નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને તે અહીં રજૂ કરવામાં આવ્યું છે.)
Published On - 11:44 am, Sat, 30 December 23