ધનતેરસ 2023 : ધનતેરસના દિવસે કરો નમકનો આ ચમત્કારીક ઉપાય, ધનની દેવી લક્ષ્મી થશે મહેરબાન

ધનતેરસ 2023 : 10 નવેમ્બર, શુક્રવાર એટલે કે આજે ધનતેરસનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. આ દિવસે લોકો સોના, ચાંદી અને ઘરેણાં ખરીદે છે. પરંતુ શું તમે જાણો છો કે આ બધી વસ્તુઓ સિવાય મીઠું ખરીદવું પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. ચાલો જાણીએ શા માટે મીઠું ખરીદવું શુભ માનવામાં આવે છે.

ધનતેરસ 2023 : ધનતેરસના દિવસે કરો નમકનો આ ચમત્કારીક ઉપાય, ધનની દેવી લક્ષ્મી થશે મહેરબાન
Dhanteras 2023
| Updated on: Nov 10, 2023 | 12:58 PM

ધનતેરસ પર ધનના દેવતા કુબેર અને માતા લક્ષ્મી તથા ગણેશની પૂજા કરવામાં આવે છે, દિવાળીનો પ્રકાશનો તહેવાર છે, આ દિવસે ભગવાન રામ, રાવણનો વધ કરી વિભીષણનો રાજ્યાભિષેક કરી અયોધ્યા પાછા ભર્યા હતા. ત્યારથી ઉજાસના આ પર્વને દિવાળી કહેવામાં આવે છે. ધનતેરસથી શરૂ થતો આ તહેવાર લાભ પાચમ સુધી ચાલે છે. આજે એટલે કે 10-11-2023 અને શુક્રવારે ધનતેરસ છે, માન્યતા છે કે ધનતેરસના દિવસે વિવિધ વસ્તુ ખરીદવી શુભ માનવામાં આવે છે, આજે અમે તમને જણાવીશું કે ધનતેરસના દિવસે શું ખરીદવું જોઇએ, જેનાથી તમારા ઘરમાં ધનલક્ષ્મીનો હમેશા વાસ રહે.

શા માટે નકમ ખરીદવું શુભ માનવામાં આવે છે

સદીઓથી એવી પરંપરા રહી છે કે આ દિવસે સોનું, ગોમતી ચક્ર, પિત્તળ અને સાવરણી ખરીદવામાં આવે છે. સોનું માતા લક્ષ્મીની પ્રિય ધાતું છે, ઉપરાંત માતા લક્ષ્મી સમુદ્ર મંથનથી આવતર્યા હોવાથી દરીયા માંથી પ્રાપ્ત થતી વસ્તુ જેમ કે મીઠું , ગોમતી ચક્ર ખરીદવા શુભ માનવામાં આવે છે. આ દિવસે નમક ખરીદવું શુભ માનવામાં આવે છે, કારણકે નમકનો નકારાત્મકા દુર કરવા માટે ઉપયાગમાં લેવામાં આવે છે, ધન તેરસના નમક ખરીદવાથી ઘરમાં નકારાત્મકતા દુર થાય છે અને સુખ સમૃધ્ધિનો ઘરમાં વાસ થાય છે.

મીઠાનું દાન

તમને જણાવી દઈએ કે મીઠું ખરીદવાની સાથે ધનતેરસના દિવસે મીઠું દાન કરવું પણ શુભ માનવામાં આવે છે. પરંતુ ધ્યાનમાં રાખો કે તમારે કોઈને મીઠું ઉધાર આપવાનું નથી.

રસોડામાં મીઠું રાખો

ધનતેરસના દિવસે મીઠું ખરીદો અને તેને લાલ કપડામાં બાંધીને રસોડામાં એવી જગ્યાએ રાખો જ્યાં કોઈ તેને જોઈ ન શકે. તમે આખા વર્ષ માટે એક જ જગ્યાએ એ પોટલી રાખો. એવું કહેવાય છે કે તમારે મીઠું ખરીદવું જોઈએ અને એ જ મીઠાનો ઉપયોગ ધનતેરસ પર રસોઇ બનાવતી વખતે કરવો જોઇએ. કહેવાય છે કે આવું કરવાથી ઘરમાં સમૃધ્ધિ આવે છે.

આ સાથે ધનતેરસ પર મીઠાના પાણીથી સ્નાન કરવું પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેનાથી તમામ શારીરિક સમસ્યાઓથી રાહત મળે છે.

નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.