ભાજપના હિન્દુત્વ મુદ્દા પર ભારે પડશે કોંગ્રેસનો પ્રિયંકા વાડ્રાનો હિન્દુવાદી ચહેરો, બોટ યાત્રા બાદ હવે ટ્રેનમાં અયોધ્યા પહોંચશે

લોકસભા ચૂંટણી 2019થી પહેલાં કોંગ્રેસ મહાસચિવ અને પૂર્વ ઉત્તર પ્રદેશની પ્રભારી પ્રિયંકા વાડ્રા યૂપીમાં પાર્ટી માટે રાજકીય જમીન તૈયાર કરવામાં લાગી છે. જેના માટે મતદાતાઓથી સંપર્ક કરવા માટે પ્રયાગરાજથી વારાણસી વચ્ચે બોટ યાત્રા બાદ હવે પ્રિયંકા વાડ્રા ફરીથી યૂપીના ત્રણ દિવસીય પ્રવાસ કરશે. પ્રિયંકા ગાંધી 27, 28 અને 29 માર્ચ આ ત્રણ દિવસીય યૂપીના પ્રવાસે […]

ભાજપના હિન્દુત્વ મુદ્દા પર ભારે પડશે કોંગ્રેસનો પ્રિયંકા વાડ્રાનો હિન્દુવાદી ચહેરો, બોટ યાત્રા બાદ હવે ટ્રેનમાં અયોધ્યા પહોંચશે
| Updated on: Mar 25, 2019 | 4:26 AM

લોકસભા ચૂંટણી 2019થી પહેલાં કોંગ્રેસ મહાસચિવ અને પૂર્વ ઉત્તર પ્રદેશની પ્રભારી પ્રિયંકા વાડ્રા યૂપીમાં પાર્ટી માટે રાજકીય જમીન તૈયાર કરવામાં લાગી છે. જેના માટે મતદાતાઓથી સંપર્ક કરવા માટે પ્રયાગરાજથી વારાણસી વચ્ચે બોટ યાત્રા બાદ હવે પ્રિયંકા વાડ્રા ફરીથી યૂપીના ત્રણ દિવસીય પ્રવાસ કરશે.

પ્રિયંકા ગાંધી 27, 28 અને 29 માર્ચ આ ત્રણ દિવસીય યૂપીના પ્રવાસે જશે. તે દરમિયાન પહેલા દિવસે પ્રિયંકા ગાંધી 27 માર્ચે દિલ્હીથી અયોધ્યા વચ્ચે ટ્રેન યાત્રા કરશે. એટલું જ નહીં અયોધ્યામાં રોડ શો કરશે. જોકે, હજુ સુધી તે સ્પષ્ટ થયું નથી કે તેઓ પવિત્ર શહેરના કોઇ ધાર્મિક સ્થળ પર જશે કે નહીં. ઉત્તર પ્રદેશ કોંગ્રેસ સમિતિના સચિવ રાજેન્દ્ર પ્રતાપ સિંહે જણાવ્યું હતું કે, પ્રિયંકા વાડ્રા દિલ્હીથી કૈફિયત એક્સપ્રેસ દ્વારા અયોધ્યા માટે રવાના થશે. ટ્રેન સવારે 5 કલાક 30 મિનિટ પર ત્યાં પહોંચવાની આશા છે.

આ પણ વાંચો : કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને અમેઠી બાદ વાયનાડ માંથી પણ મોટો પડકાર આપશે ભાજપ, આ નેતાને ઉતારી કોંગ્રેસની મુશ્કેલી વધારવામાં આવશે

ભાજપના સૌથી મોટા ટાર્ગેટ સમાન હિન્દુઓના મુદ્દા પર એક પછી એક ભાજપને ઘેરવાનો પ્રયત્ન કરી રહ્યું છે. અગાઉ વારણસીમાં પણ કાશી વિશ્વનાથ મંદિરમાં પહોંચી પ્રિયંકા વાડ્રાએ વિરોધીઓને ચોંકાવી દીધા હતા. જ્યારે હવે અયોધ્યા ટ્રેનમાં પહોંચવું પણ નવો રાજકીય મહોલ ઉભો કરી શકે છે.

પોતાના પ્રવાસમાં પ્રિયંકા સ્થાનીય લોકોથી મળશે અને અયોધ્યામાં બે જનસભાઓને પણ સંબોધન કરશે. તેઓ એક સ્થાનિક સ્કૂલમાં બાળકોને પણ મળશે. આ ત્રણ દિવસમાં તેઓ મધ્ય યૂપીમાં કોંગ્રેસ માટે માહોલ બનાવશે. અયોધ્યાથી ઉન્નાવ સુધીના પ્રવાસ વચ્ચે સમય કાઢી તેઓ રાયબરેલી અને અમેઠી પણ જશે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]