ભારતમાં ઇલેક્ટ્રિક વાહનો અપનાવવા માટે સરકાર અને કાર કંપનીઓ પ્રોત્સાહન આપી રહી છે. આ જ કારણ છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં ઇલેક્ટ્રિક વાહનોના વેચાણમાં ભારે વધારો થયો છે. પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતોને કારણે લોકો ઇલેક્ટ્રિક વાહનો તરફ વળવા લાગ્યા છે. પેટ્રોલ કારની સરખામણીમાં ઇલેક્ટ્રિક કારની રનિંગ કોસ્ટ ઓછી છે. જો કે, પેટ્રોલ અને ઇલેક્ટ્રિક કાર બંનેના પોતપોતાના ફાયદા અને નુકસાન પણ છે.
જો તમે પણ કાર ખરીદવાનું વિચારી રહ્યા છો, પરંતુ તમારે પેટ્રોલ કાર ખરીદવી કે ઇલેક્ટ્રિક તે અંગે મૂંઝવણ છે, તો આજે અમે તમારી સમસ્યાનું સમાધાન આપવાનો પ્રયત્ન કરીશું. આજે અમે તમને જણાવીશું કે, એક વર્ષમાં પેટ્રોલ અને ઇલેક્ટ્રિક કાર ચલાવવામાં કેટલો ખર્ચ આવે છે. આનાથી તમે સારી રીતે સમજી શકશો કે તમારે કઈ કાર ખરીદવી જોઈએ.
આ માટે અમે ટાટા Tata Nexonનું ઉદાહરણ લઈ રહ્યા છીએ કારણ કે આ કાર પેટ્રોલ અને ઇલેક્ટ્રિક બંનેમાં ઉપલબ્ધ છે. Tata Nexon પેટ્રોલની ગુજરાતમાં એક્સ શોરૂમ કિંમત 8.10 લાખ રૂપિયાથી શરૂ થાય છે. જ્યારે તેના ઇલેક્ટ્રિક વર્ઝનની કિંમત 14.74 લાખ રૂપિયાથી શરૂ થાય છે.
જો આપણે ખર્ચના આંકડા જોઈએ તો પેટ્રોલ કારની સરખામણીમાં ઇલેક્ટ્રિક કાર ચલાવવાનો ખર્ચ ઘણો ઓછો છે. ઈલેક્ટ્રિક કારનો વાર્ષિક ખર્ચ 8 હજાર થાય છે, જ્યારે પેટ્રોલ કારનો વાર્ષિક ખર્ચ 38 હજાર થાય છે.
તમને જણાવી દઈએ કે કંપની Tata Nexon EVની બેટરી પર 8 વર્ષની વોરંટી આપે છે. જો બેટરી 8 વર્ષ પછી ખરાબ થઈ જાય તો નવી બેટરીની કિંમત લગભગ 7 લાખ રૂપિયા છે. કાર જૂની થતાં તેની કિંમત પણ ઘટી જાય છે. 4 થી 5 વર્ષ પછી કારની કિંમત 45-50% ઘટી જાય છે.
શરૂઆતમાં ઇલેક્ટ્રિક કાર ખરીદવી થોડી મુશ્કેલ હોઈ શકે છે, કારણ કે તે હજી થોડી મોંઘી છે. પરંતુ તેને ચલાવવાનો ખર્ચ ઘણો ઓછો છે. ભારતમાં ચાર્જિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર હજી પણ તેના પ્રારંભિક તબક્કામાં છે, પરંતુ તે પર્યાવરણને અનુકૂળ હોવાને કારણે તેને સંપૂર્ણ સમર્થન આપવામાં આવી રહ્યું છે.