ચીપ કાર ડીલ : સિટ્રોન C3 કારને મહારાષ્ટ્ર કરતાં ગુજરાતમાંથી ખરીદશો તો થશે ફાયદો

|

Nov 13, 2023 | 10:35 AM

જો તમે મહારાષ્ટ્રમાં રહો છો અને સિટ્રોન C3 કાર ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો, તો તમારા માટે આ કાર ગુજરાતમાંથી ખરીદવી ફાયદાકારક છે. કારણ કે મહારાષ્ટ્ર કરતા ગુજરાતમાંથી સિટ્રોન C3 કાર ખરીદવાથી તમને રુપિયા 45 હજાર સુધીનો ફાયદો થશે.

ચીપ કાર ડીલ : સિટ્રોન C3 કારને મહારાષ્ટ્ર કરતાં ગુજરાતમાંથી ખરીદશો તો થશે ફાયદો
Citroen C3

Follow us on

દરેક વ્યક્તિને પોતાના પરિવાર માટે કાર ખરીદવી એક સપનું હોય છે, જેને પુરું કરવા માટે તે પોતાની કમાણીના અમુક ભાગની બચત કરતો હોય છે. પરંતુ મોંઘવારીના કારણે કારની કિંમતોમાં પણ વધારો થયો છે, ત્યારે મધ્યમ વર્ગના લોકો માટે કાર ખરીદવી મુશ્કેલ બની ગયું છે. તેથી આજે અમે તમને જણાવીશું કે જો તમે તમારા બજેટમાં કાર ક્યાંથી ખરીદશો તો ફાયદો થશે. જો તમે સિટ્રોન C3 કાર ખરીદવા માંગો છો, તો આ કાર મહારાષ્ટ્ર કરતાં ગુજરાતમાં સસ્તી છે.

જો તમે મહારાષ્ટ્રમાં રહો છો અને સિટ્રોન C3 કાર ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો, તો તમારા માટે આ કાર ગુજરાતમાંથી ખરીદવી ફાયદાકારક છે. કારણ કે મહારાષ્ટ્ર કરતા ગુજરાતમાંથી સિટ્રોન C3 કાર ખરીદવાથી તમને રુપિયા 45 હજાર સુધીનો ફાયદો થશે.

સિટ્રોન C3ના બેઝ મોડલને ગુજરાતમાં ખરીદવાથી થશે રૂ.31 હજારનો ફાયદો

જો તમે સિટ્રોન C3 કાર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમને આ કાર મહારાષ્ટ્રની સરખામણીએ ગુજરાતમાં સસ્તી મળી રહી છે. આ માટે અમે ચેક કર્યું તો જાણવા મળ્યું કે સિટ્રોન C3 (પેટ્રોલ)ના બેઝ મોડલની ગુજરાતના સુરતમાં ઓન રોડ પ્રાઇસ 6.88 લાખ રુપિયા છે, તો મહારાષ્ટ્રના પુણેમાં આજ કારની પ્રાઇસ 7.19 લાખ રૂપિયા છે. તેથી જો તમે સિટ્રોન C3નું બેઝ મોડલ મહારાષ્ટ્ર કરતાં ગુજરાતમાંથી ખરીદશો તો તમને રૂ.31 હજારનો ફાયદો થશે.

અભિનેત્રીએ 1 કરોડ રૂપિયાની લક્ઝરી કાર ખરીદી, જુઓ ફોટો
રતન ટાટા પાસે હતી આ 5 મોંઘી વસ્તુઓ, આટલી છે તેની કિંમત !
ભારતની 7 પ્રખ્યાત 'રમ', જે આખી દુનિયાના લોકોની છે ફેવરિટ
શિયાળામાં કાળા તલ ખાવાથી થાય છે અઢળક લાભ
Popcorn : પોપકોર્નના ફાયદા છે ગજબ! પણ આ રીતે ખાશો તો થઈ શકે છે નુકસાન
આજનું રાશિફળ તારીખ : 22-12-2024

સિટ્રોન C3ના બેઝ મોડલની ગુજરાતના સુરતમાં ઓન રોડ પ્રાઇસ

સિટ્રોન C3ના બેઝ મોડલની મહારાષ્ટ્રના પુણેમાં ઓન રોડ પ્રાઇસ

આ પણ વાંચો ચીપ કાર ડીલ: મારુતિ XL6 કાર મધ્યપ્રદેશ કરતાં ગુજરાતમાંથી ખરીદશો તો થશે ફાયદો

સિટ્રોન C3ના ટોપ મોડલને કયાંથી ખરીદવાથી થશે ફાયદો

સિટ્રોન C3ના (પેટ્રોલ) ટોપ મોડલની વાત કરીએ તો ગુજરાતના સુરતમાં ઓન રોડ પ્રાઇસ 9.77 લાખ રૂપિયા છે. તો મહારાષ્ટ્રના પુણેમાં સિટ્રોન C3નું ટોપ મોડલ 10.22 લાખ રૂપિયામાં મળી રહ્યું છે. તેથી જો તમે સિટ્રોન C3નું ટોપ મોડલ પણ મહારાષ્ટ્ર કરતાં ગુજરાતમાંથી ખરીદશો તો રૂ.45 હજારનો ફાયદો થશે.

ઓટોમોબાઈલ્સના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article