ભારતમાં તહેવારોની સિઝન શરૂ થતાં જ લોકોએ ખરીદી શરૂ કરી દેતા હોય છે. લોકો દશેરાથી લઈને દિવાળીની આસપાસ કાર ખરીદવાનું ખાસ પસંદ કરતા હોય છે. ત્યારે તમે પણ જો નવી કાર ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો, તો આ લેખ તમારા માટે ઉપયોગી છે. કારણ કે આજે અમે તમને જણાવીશું કે જો તમે નવી કાર ક્યાંથી ખરીદશો તો ફાયદો થશે. જો તમે મારુતિ XL6 કાર મધ્યપ્રદેશ કરતાં ગુજરાતમાંથી ખરીદશો તો ફાયદો થશે.
જો તમે મધ્યપ્રદેશમાં રહો છો અને મારુતિ XL6 કાર ખરીદવના પ્લાન બનાવી રહ્યા છો, તો તમારા માટે આ કાર તમારા પાડોશી રાજ્ય ગુજરાતમાંથી ખરીદવી ફાયદાકારક છે. કારણ કે ગુજરાતમાં આ કાર મધ્યપ્રદેશની સરખામણીએ રૂપિયા 60 હજાર સસ્તી મળી રહી છે.
મારુતિ XL6 કાર મધ્યપ્રદેશની સરખામણીએ ગુજરાતમાં સસ્તી મળી રહી છે. આ માટે અમે ચેક કર્યું તો જાણવા મળ્યું કે મારુતિ XL6 કારના બેઝ મોડલની ગુજરાતના ભરૂચમાં ઓન રોડ પ્રાઇસ 12.91 લાખ રુપિયા છે, તો મધ્યપ્રદેશના રતલામમાં આજ કારની પ્રાઇસ 13.27 લાખ રૂપિયા છે. તેથી જો તમે મારુતિ XL6 કાર મધ્યપ્રદેશ કરતાં ગુજરાતમાંથી ખરીદશો તો તમને રૂ.36 હજારનો ફાયદો થશે.
આ પણ વાંચો ચીપ કાર ડીલ: હ્યુન્ડાઇ ગ્રાન્ડ i10 કાર રાજસ્થાન કરતાં ગુજરાતમાં છે સસ્તી, જાણો કેટલી છે કિંમત
આ જ રીતે જો તમે મારુતિ XL6 કારના ટોપ મોડલને પણ ગુજરાતમાંથી ખરીદશો તો ફાયદો થશે. મારુતિ XL6 કારના ટોપ મોડલની મધ્યપ્રદેશના રતલામમાં ઓન રોડ પ્રાઇસ 17.11 લાખ રૂપિયા છે. તો ગુજરાતના ભરૂચમાં આ મોડલ 16.51 લાખ રુપિયામાં મળી રહ્યું છે, તેથી જો તમે મારુતિ XL6 કાર મધ્યપ્રદેશ કરતાં ગુજરાતમાંથી ખરીદશો તો તમને રૂ.60 હજારનો ફાયદો થશે.
ઓટોમોબાઈલ્સના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 9:47 pm, Sat, 11 November 23