ચીપ કાર ડીલ : મારુતિ જિમ્ની કારને રાજસ્થાન કરતાં ગુજરાતમાંથી ખરીદશો તો થશે ફાયદો

નવી કાર ખરીદતા પહેલા લોકોના મનમાં તેની કિંમતને લઈને સવાલો ઉભા થતા હોય છે. ત્યારે આજે અમે તમને જણાવીશું કે જો તમે નવી કાર ખરીદવા માંગતા હોવ તો, તે ક્યાંથી ખરીદવાથી ફાયદો થશે. જો તમે મારુતિ જિમ્ની કાર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આ કાર તમને રાજસ્થાન કરતાં ગુજરાતમાં સસ્તી મળશે.

ચીપ કાર ડીલ : મારુતિ જિમ્ની કારને રાજસ્થાન કરતાં ગુજરાતમાંથી ખરીદશો તો થશે ફાયદો
Maruti Jimny
Image Credit source: Maruti
| Updated on: Oct 31, 2023 | 9:08 PM

કોઈ પોતાના શોખ માટે તો કોઈ પોતાની જરૂરિયાત માટે કારની ખરીદી કરતા હોય છે. આજના સમયમાં મોંઘવારીના કારણે કારની કિંમતોમાં પણ વધારો થયો છે. ત્યારે નવી કાર ખરીદતા પહેલા લોકોના મનમાં તેની કિંમતને લઈને સવાલો ઉભા થતા હોય છે. ત્યારે આજે અમે તમને જણાવીશું કે જો તમે નવી કાર ખરીદવા માંગતા હોવ તો, તે ક્યાંથી ખરીદવાથી ફાયદો થશે. જો તમે મારુતિ જિમ્ની કાર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આ કાર તમને રાજસ્થાન કરતાં ગુજરાતમાં સસ્તી મળશે.

જો તમે રાજસ્થાનમાં રહો છો અને મારુતિ જિમ્ની કાર ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો, તો આ કાર તમારા પડોશી રાજ્ય ગુજરાતમાંથી ખરીદવી ફાયદાકારક છે. કારણ કે મારુતિ જિમ્ની કારને રાજસ્થાન કરતા ગુજરાતમાંથી ખરીદવાથી તમને આ કાર પર રુપિયા 70 હજાર સુધીનો ફાયદો થશે.

મારુતિ જિમ્નીના બેઝ મોડલને ગુજરાતમાં ખરીદવાથી થશે રૂ.70 હજારનો ફાયદો

જો તમે મારુતિ જિમ્ની કાર ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો, તો તમને આ કાર રાજસ્થાનની સરખામણીએ ગુજરાતમાં સસ્તી મળી રહી છે. આ માટે અમે ચેક કર્યું તો જાણવા મળ્યું કે મારુતિ જિમ્ની (પેટ્રોલ)ના બેઝ મોડલની ગુજરાતના મહેસાણામાં ઓન રોડ પ્રાઇસ 14.21 લાખ રુપિયા છે, તો રાજસ્થાનના ઉદયપુરમાં આજ કારની કિંમત 14.91 લાખ રૂપિયા છે. તેથી જો તમે મારુતિ જિમ્નીનું બેઝ મોડલ રાજસ્થાન કરતાં ગુજરાતમાંથી ખરીદશો તો તમને રૂ.70 હજારનો ફાયદો થશે.

મારુતિ જિમ્નીના બેઝ મોડલની ગુજરાતના મહેસાણામાં ઓન રોડ પ્રાઇસ

મારુતિ જિમ્નીના બેઝ મોડલની રાજસ્થાનના ઉદયપુરમાં ઓન રોડ પ્રાઇસ

આ પણ વાંચો ચીપ કાર ડીલ : જો તમે હ્યુન્ડાઇ કોના ઇલેક્ટ્રિક કાર મધ્યપ્રદેશ કરતાં ગુજરાતમાંથી ખરીદશો તો થશે ફાયદો

મારુતિ જિમ્નીના ટોપ મોડલને ક્યાંથી ખરીદવાથી થશે ફાયદો

મારુતિ જિમ્નીના (પેટ્રોલ) ટોપ મોડલની વાત કરીએ તો રાજસ્થાનના ઉદયપુરમાં ઓન રોડ પ્રાઇસ 17.35 લાખ રૂપિયા છે. તો ગુજરાતના મહેસાણામાં પણ મારુતિ જિમ્નીનું ટોપ મોડલની ઓન રોડ પ્રાઈસ 17.35 લાખ રૂપિયા છે. તેથી મારુતિ જિમ્નીનું ટોપ મોડલની કિંમત રાજસ્થાન અને ગુજરાતમાં એક સમાન છે, પરંતુ જો તમે મારુતિ જિમ્નીના બેઝ મોડલને ગુજરાતમાંથી ખરીદશો તો ચોક્કસ ફાયદો થશે.

ઓટોમોબાઈલ્સના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 8:55 pm, Tue, 31 October 23