સંભાળજો, ગુજરાતમાં આગામી 48 કલાક રહેશે અતિ ભારે, હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી મોટી આગાહી- Video

|

Jul 15, 2024 | 2:23 PM

રાજ્યમાં આગામી 48 કલાક દક્ષિણ ગુજરાત માટે અતિ ભારે રહેશે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદને લઈને આગાહી કરી છે. જેમા દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે. જ્યારે સૌરાષ્ટ્રમાં ભાવનગરમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યુ છે.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર 48 કલાક દક્ષિણ ગુજરાત માટે ભારેથી અતિ ભારે રહેશે. દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. જ્યારે સૌરાષ્ટ્રમાં પણ વરસાદને લઈને રેડ એલર્ટ આપવામાં આવ્યુ છે. સૌરાષ્ટ્રમાં ખાસ કરીને ભાવનગરમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયુ છે. અન્ય જિલ્લાઓની વાત કરીએ તો બોટાદ, રાજકોટ અને સુરેન્દ્રનગરમાં અતિભારે વરસાદ પડવાની આગાહી કરાઈ છે. 19 જૂલાઈ સુધઈમાં રાજ્યના મોટાભાગના વિસ્તારમાં વરસાદની આગાહી કરી છે, જેમા અમદાવાદ, બાવળા સહિતના વિસ્તારોમાં પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે.

નદીઓમાં પૂરને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી કરી છે કે દક્ષિણ ગુજરાતની નદીઓમાં પૂરની શક્યતા રહેશે. જ્યારે સૌરાષ્ટ્રને પણ આગામી બે દિવસ દરમિયાન મેઘરાજા તરબોળ કરશે. દક્ષિણ ગુજરાતમાં તાપી નદી, નર્મદા નદી સહિત સૌરાષ્ટ્રની નદીઓમાં ધસમસતા પૂરની આગાહી કરાઈ છે.

 

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video