સુરત વીડિયો : 765 KV વીજ લાઈન નાખવાની કામગીરી સામે ખેડૂતોનું આંદોલન, જમીન સંપાદન કાયદા હેઠળ વીજ લાઈન નાખવા માંગ
સુરત : દક્ષિણ ગુજરાતમાં ફરીએકવાર ધરતીપુત્રો આંદોલનના માર્ગે વળ્યાં છે. સુરતના કામરેજના વલથાન ખાતે ખેડૂતો વિરોધ કરી રહ્યા છે.પાવર ગ્રીડ વીજ લાઈનને લઈને ખેડૂતોએ રેલી કાઢીને સુરત કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા.

સુરત જિલ્લાના અસરગ્રસ્ત ખેડૂતો પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા સામે વિરોધ કરી રહ્યા છે. ખેડૂતોના ખેતરોમાં મંજૂરી વગર ગેરકાયદેસર રીતે વીજ લાઈન નાખવાની કામગીરી કરી હોવાના આક્ષેપ કરી રહ્યા છે. આ ઉપરાંત વીજ લાઈન નાખવાની કામગીરી સામે ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. ખેડૂતોને ધાકધમકી આપી અધિકારીઓ દ્વારા બળજબરી પૂર્વક 765 KVની વીજ લાઈન ઊભી કરવાનો પ્રયાસ કરતા હોવાના આક્ષેપ સાથે વિરોધ નોંધાવ્યો હતો. આ સાથે જમીન સંપાદન કાયદા હેઠળ વીજ લાઈન નાખવા ખેડૂતોએ માગ કરી છે.