રાજ્યવાસીઓને વરસાદથી હજુ નહીં મળે રાહત, આગામી બે દિવસ પડશે છૂટો છવાયો વરસાદ
રાજ્યવાસીઓને વરસાદથી હજુ રાહત મળવાના કોઈ એંધાણ નથી. હજુ મેઘરાજા વિદાય લેવાના જરાય મૂડમાં જણાતા નથી. રાજ્યમાં આગામી બે દિવસ ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ પડવાની સંભાવના છે.
રાજ્યવાસીઓને વરસાદથી હજુ એમ રાહત નહીં મળે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી બે દિવસ છૂટો છવાયો વરસાદ રહેશે. જેમા ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસશે. આવનારા બે દિવસ રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસી શકે છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. અન્ય જિલ્લાઓમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે. અરબી સમુદ્રમાં લો પ્રેશર એક્ટિવ થતા ગુજરાતમાં વરસાદી વાતાવરણ રહેશે.
અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાનું અનુમાન છે. હાલ દિવાળીનો માહોલ છે અને પૂરજોશમાં તહેવારની સિઝન ચાલી રહી છે ત્યારે અરબી સમુદ્રમાં લો પ્રેશર એરિયા બની રહ્યો છે અને આગામી 12 કલાક દરિયાકાંઠાના વિસ્તારોમાં તેની મુવમેન્ટ જોવા મળશે. નોર્થ ઈસ્ટર્ન ટુ ઈસ્ટર્ન વિન્ડ પેટર્ન બની રહી છે. તેની અસર ગુજરાતમાં પણ જોવા મળશે. ઉત્તર પૂર્વથી પૂર્વ પવનની દિશા બની રહી છે.