ભૂપેન્દ્ર પટેલ સરકારને આવતી કાલે 2 વર્ષ થશે પૂર્ણ, ‘ગ્યાન’ ગરીબ, યુવા, અન્નદાતા સહિતના કાર્યક્રમ દ્વારા થશે ઉજવણી

| Edited By: | Updated on: Dec 11, 2024 | 4:17 PM

ભૂપેન્દ્ર પટેલ સરકારને આવતી કાલે 2 વર્ષ પૂર્ણ થવા જઇ રહ્યા છે. જેથી આવતીકાલે રાજ્યમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ છે. ‘ગ્યાન’ ગરીબ, યુવા, અન્નદાતા, નારીશક્તિના સમૂચિત વિકાસના કાર્યક્રમો દ્વારા ભૂપેન્દ્ર પટેલ સરકારના બે વર્ષ પૂર્ણ થવાની ઉજવણી કરવામાં આવશે.વિકસિત ભારત @ 2047ના થીમ સાથે આ કાર્યક્રમો યોજવામાં આવશે.

આવતીકાલે એટલે કે 12 ડિસેમ્બરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને મંત્રીમંડળ ‘ગ્યાન’ આધારિત વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સેવા, સંકલ્પ અને સમર્પણના બે વર્ષ પૂર્ણ કરીને તૃતીય વર્ષમાં પદાર્પણ અવસરે તા.12મી ડિસેમ્બર, ગુરૂવારના દિવસનો પ્રારંભ અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા નરોડામાં 300 ચોરસ મીટરમાં નિર્માણ પામેલા શ્રમિક સુવિધા કેન્દ્રના લોકાર્પણ દ્વારા ગરીબ ઉત્થાન કાર્યક્રમથી કરશે.

‘ગ્યાન’ના બીજા મહત્વપૂર્ણ પિલ્લર એવા યુવાઓના ઉજ્જવળ ભવિષ્યની નેમ સાથે સવારે 11 કલાકે ગાંધીનગરના મહાત્મા મંદિરમાં યોજાનારા કાર્યક્રમમાં રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં પસંદગી પામેલા 580 યુવાનોને નિમણૂક પત્રો એનાયત કરવાના છે. ‘અન્નદાતા’ને પ્રોત્સાહન અને પ્રેરણા આપવા ખેડૂત ઉત્પાદક સંગઠનો FPOના સદસ્યો સાથે મુખ્યમંત્રી નિવાસસ્થાને સંવાદ કરશે ખેત પેદાશોના મહત્તમ ઉત્પાદન, વેલ્યુએડિશન, બ્રાન્ડિંગ અને માર્કેટિંગ તેમજ પ્રાકૃતિક ખેતીને વેગ આપવા FPOને આ સંવાદ કાર્યક્રમમાં માર્ગદર્શન આપશે.

મુખ્યમંત્પી ગુરુવારે સાંજે 300 જેટલી મહિલા સ્ટાર્ટઅપ્સ અને ઇનોવેટર્સ સાથે અમદાવાદમાં આઈ-હબ ખાતે યોજનારા એક કાર્યક્રમમાં સંવાદ-વાતચીત કરશે.મહિલા ઉદ્યોગ સાહસિકો સંશોધકોને રાજ્ય સરકાર દ્વારા મળેલા પ્રોત્સાહનને કારણે રાજ્યમાં મહિલા સ્ટાર્ટઅપની સંખ્યામાં ૫૨%નો વધારો થયો છે ત્યારે નારીશક્તિના શક્તિ સામર્થ્યને આ સ્ટાર્ટ અપ ઇનોવેટર્સ સાથેના સંવાદ કાર્યક્રમથી નવી દિશા આપશે.

Published on: Dec 11, 2024 04:17 PM