Loading video

Patan : રાધનપુરના નાનાપુરા ગામે 2 જૂથ વચ્ચે અથડામણ, 10 લોકો ઈજાગ્રસ્ત, જુઓ Video

author
| Edited By: | Updated on: Dec 27, 2024 | 1:27 PM

રાજ્યમાં અવારનવાર જૂથ અથડામણની ઘટના બનતી હોય છે. ત્યારે ફરી એક વાર પાટણના રાધનપુરના નાનાપુરા ગામે જૂથ અથડામણની ઘટના બની છે. જૂથ અથડામણમાં 10 થી વધુ લોકોમાં ઈજા પહોંચી છે.

રાજ્યમાં અવારનવાર જૂથ અથડામણની ઘટના બનતી હોય છે. ત્યારે ફરી એક વાર પાટણના રાધનપુરના નાનાપુરા ગામે જૂથ અથડામણની ઘટના બની છે. જૂથ અથડામણમાં 10 થી વધુ લોકોમાં ઈજા પહોંચી છે. એક જ કોમના બે જૂથ વચ્ચે જૂથ અથડામણમાં ઈજાગ્રસ્ત થયેલા તમામ લોકોને તાત્કાલિક ધોરણે સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

આ ઘટનાની જાણ થતા જ તાત્કાલિક પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી મામલો શાંત પાડ્યો હતો. જે બાદ નાનપુરા ગામમાં પોલીસનો બંદોબસ્ત ગોઠવાયો હતો. જો કે હજી સુધી કઈ બાબતે 2 જૂથ વચ્ચે અથડામણ થયુ હતુ તેનું કારણ અકબંધ છે.

ગાંધીનગરના દહેગામમાં થયો હતો પથ્થરમારો

બીજી તરફ આ અગાઉ ગાંધીનગરના દહેગામ શહેરમાં પથ્થરમારાની ઘટના સામે આવી હતી. ત્યારે 2 જૂથ વચ્ચે સામાન્ય બાબતે બોલાચાલી બાદ વાત વણસી હતી. ઉગમણા ઠાકોર વાસ પાસેની હોળી ચકલા વિસ્તારમાં ઘટના બની હતી. પથ્થરમારામાં 6 જેટલા વ્યક્તિઓને સામાન્ય ઈજા થયા હતા. પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ગાંધીનગરથી ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. હાલ વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.